ગુજરાતના લાખો ખેડૂતો પાક વીમાના દાવા મંજૂર થાય તે માટે રાહ જોઈ રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતના 28 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ.571 કરોડ ચૂકવી દીધા બાદ બીજા રૂ.571 કરોડ આ સપ્તાહે ચૂંટણી પછી આપવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણીમાં ખેડૂતો ભાજપથી નારાજ હોવાથી સરકારે આ યોજના બનાવવી પડી હતી. પણ તેનાથી ખેડૂતો ખૂશ નથી. તેઓ સારા તળિયાના ભાવો મળે રહે એવી માંગણી લાંબા સમયથી કરી રહ્યા છે. આ સબસીડી ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થશે. મોદી સરકારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વર્ષે રૂ.6000 આપવાની અંદાજપત્રમાં જોગવાઈ કરી હતી. સરકારે પ્રથમ હપ્તાના રૂ.2000 જમા કરી દીધા છે. બીજા હપ્તાના 2 હજાર હવે ચૂંટણી પૂરી થાય પછી આપશે. પાક વીમાના દાવાને લઈને ગુજરાતના ખેડૂતો નારાજ છે. રાજ્ય સરકાર નારાજ ગ્રામીણ મતદારોને માટે અન્ય સ્ત્રોતથી રાહત આપી રહી છે. 93 તાલુકા કે જ્યાં અછત જાહેર થઈ છે ત્યાં ખેડૂતો માટે રૂ.1620 કરોડની ખાસ ગ્રાંટ આપી છે. પાક વીમાના ખેડૂતોની અપેક્ષા કરતાં ઓછા મળેલા છે છતાં રૂ.2046 કરોડ પાક વીમાના આપ્યા છે. જે ઓછા છે.