પાટડીના અગરિયાઓ પણ વરસાદને કારણે પરત ફર્યાઃ પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો

સુરેન્દ્રનગર,તા.03  રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ હાલમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો પાયમાલ કર્યા જ છે સાથેસાથેઅ્ય કેટલાંય વ્યવસાયોને અસર કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તબાહી સર્જાઇ છે જેમાં અગરિયાઓને પણ ભારે માર પડી રહ્યો છે.  તેમજ વાવઝોડાની આગાહી ને લઈને પાટડી ખાતે બોલાવાયેલી સંકલન  સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય.નીચાણવાળા વિસ્તારમાં મીઠું પકવી રહેલા ૨૦૦૦ જેટલા અગરિયા ઓને રણમાંથી ઘરે આવી જવાની સૂચના અપાતા અગરિયાઓ ઘર તરફ  ફર્યા છે  આ વર્ષે સપ્ટેમ્બર સુધી વરસાદ પડતા અગરિયાઓ એક મહિનો રણમાં મોડા ગયાં હતા. તેમાંય હાલ વરસાદ પડતા તેઓને મીઠાનું ઉત્પાદન ઘટશે તેઓની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઇ છે. અગરિયાઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છેત્યારે હવે કુદરત પણ રૂઠતા તેમની સામે સમસ્યા વિકરાળ બની ગઇ છે. આ અગરિયાઓને હવે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે