પાટણઃ ભાજપનું તંત્ર મજબૂત, કોંગ્રેસે અગાઉ જીતેલા પર મદાર રાખ્યો

  1. પાટણ

ઐતિહાસિક શહેર પાટણ ગુજરાતની એક સમયની રાજધાની છે. અહીં હેરીટેજ પાટણની વાવ આવેલી છે. મુંજાલ મહેતા,  વસ્તુપાળ-તેજપાળ, હેમચંદ્ગાચાર્ય જેવા તજજ્ઞો થઈ ગયા છે. પાટણ રાજકીય રીતે જાગૃત શહેર છે.

વિધાનસભાની બેઠકો: – 11- વડગામ (SC), 15- કાંકરેજ, 16- રાધનપુર, 17- ચાણસ્મા, 18- પાટણ, 19- સિદ્ધપુર, 20- ખેરાલુ.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
11 વડગામ 2,00,685 16,250 2,460 25,680 17,240 15,450 8,345 34,615 16,340 1,500 1,300 145 17,320 6,470 14,340 23,230
15 કાંકરેજ 2,26,660 18,804 1,084 5,387 58,762 67,413 24,872 13,892 11,992 0 0 0 10,084 2,932 1,237 10,201
16 રાધનપુર 2,10,302 12,000 3,500 13,000 45,000 17,000 12,000 40,000 27,700 2,500 0 20 3,700 700 16,100 17,082
17 ચાણસ્મા 2,24,257 24,772 289 11,736 65,232 630 14,782 7,566 44,320 8,244 24,086 0 6,440 830 12,428 2,902
18 પાટણ 2,24,462 25,415 353 13,470 56,691 0 17,045 3,994 44,065 21,748 15,240 0 8,984 2,495 4,653 10,309
19 સિદ્ધપુર 2,03,876 19,589 1,370 42,769 55,992 0 12,782 2,960 19,905 0 20,387 0 7,770 1,069 8,353 10,930
20 ખેરાલુ 1,75,412 17,735 2,290 16,439 50,495 0 6,558 23,355 12,409 0 7,063 0 8,072 2,425 18,955 9,616
કૂલ  2012 પ્રમાણે 14,65,654 1,34,565 11,346 1,28,481 3,49,412 1,00,493 96,384 1,26,382 1,76,731 33,992 68,076 165 62,370 16,921 76,066 84,270

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,18,538 5,24,472
INC 3,79,819 4,29,398
તફાવત 1,38,719 38,855

 

2014 લોકસભા            

મતદાર : 1628641
મતદાન : 956616
કૂલ મતદાન (%) : 58.73

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
પરમાર મગનભાઈ અમરાભાઈ BSP 9900 1.03
રાઠોડ ભાવસિંહભાઈ ડાહ્યાભાઈ INC 379819 39.71
લીલાધરભાઈ ખોડાજી વાઘેલા BJP 518538 54.21
ગોવિંદજી ઓખાજી ઠાકોર JD(U) 6188 0.65
જકસીજી જોગાજી ઠાકોર BMUP 2760 0.29
પરમાર ભાઈ લાંદભાઈ સોમભાઈ RPIE 910 0.10
બાબુભાઈ કરશનભાઈ રબારી SP 1843 0.19
ઈમરાનખાન નાગોરી IND 1840 0.19
છગનભાઈ નારણભાઈ પ્રજાપતિ IND 2539 0.27
જગરાલા ઈમરાન મહેમુદ IND 1978 0.21
દેસાઈ ઈશ્વરભાઈ માલદેવભાઈ IND 1752 0.18
ભોરાણીયા સોયાભાઈ હાસમભાઈ IND 2550 0.27
મોલાપીયા અબ્દુલકુદુસ IND 5629 0.59
વાઘડા જીવાભાઈ દેવાભાઈ IND 7492 0.78
None of the Above NOTA 12061 1.26

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       કનોડિયા મહેશકુમાર Mithaભાઈ       BJP

2009       જગદીશ ઠાકોર                                                  INC

2014       લીલાધરભાઈ ખોડાજી વાઘેલા                     BJP

વિકાસના કામો

  • મુખ્ય પ્રધાને રૂ.400 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત 2017માં કર્યા હતા.
  • ઘુડખર અભયારણ્યના વિકાસ માટે રૂ.47 કરોડ ફાળવવી ઈકો ટુરીઝમ વિકસાવવા માટે નક્કી કરાયું છે.
  • ત્રણ ઐતિહાસિક મંદિરો વિકસાવવામાં નક્કી કરાયું છે.
  • જિલ્લામાં રાણકી વાવ જેવા હેરીટેજ સ્થળો વિકસાવવા 2018-19માં 10કરોડની ગ્રાન્ટ ફાળવાઇ.
  • શ્રીસ્થળ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
  • પાટણ જિલ્લામાં 44 ગામને 351 વર્ગકખંડ બનાવીને આપવામાં આવ્યા છે.

પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રવાસન સમિતિની બેઠક મળી હતી જેમાં જીલ્લામાં વર્ષ ૨૦૧૪ -૧૫ માં પ્રવાસન વિભાગ દ્વારા શહેરઅ ઐતિહાસિક મંદિર સિદ્ધનાથ મહાદેવ જાળેશ્વર પાલડી,દેલમાલઅ લીન્બોચ માતાજીનું મંદિર માં સવલતો વધારવા અને વિકાસ માટે ૫ કરોડની આવેલ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિવિધ વિકાસના કામો કરવા માટે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને પાટણ ધારસભ્યના સુઝાવો લેવામાં આવ્યા હતા તો જીલ્લાનું એક માત્ર ઇકો ટુરીઝમ ગણાતું ગુડ્ખરનું કોડધા અભિયારણમાં વીજળી પાણી અને પ્રવાસીઓની સવલત માટે આવેલ ૪.૪૭ કરોડની ગ્રાન્ટ માંથી વિકાસના કામો કરવા વનવિભાગને સર્વે કરવા સૂચનાઓ આપી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું ત્યારે જીલ્લામાં કુલ ત્રણ ભવ્ય મંદિરો અને કોડધા અભ્યારણ સહિત ઇતિહાસના ઉજાગર કરતા સ્મારકોના વિકાસ માટે વધુ ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવી હોઈ તેનો ઉપયોગ કરી રાણીની વાવ સહિત વિવિધ સ્મારકોના વિકાસ માટે તંત્ર દ્વારા જીલ્લામાં પ્રવાસીઓની સવલત વધારવા અને વિવિધ સુઝાવો કરી અગામી સમયમાં વિકાસ માટેના કામો કરવા અધિકારીઓને ઝડપથી ગતિવિધિ કરવા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

પ્રશ્નો ઘટનાઓ

  • દખા ગામના નિવૃત્ત તલાટી મંત્રી ઉંઝાના ભાનુભાઇ જેઠાલાલ વણકરે ગુરુવારે સાંજે કલેકટર કચેરીમાં જ આત્મવિલોપન કર્યા બાદ તેમને એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં મોડી રાતે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે ભારે રોષ ફેલાયો હતો. તેના ઘેરા પડઘા પડયા હતાં અને મૃતદેહ સ્વીકારાયો ન હતો, ઠેર ઠેર ચક્કાજામ અને ઉંઝા બંધનું એલાન અપાયુ હતું.
  • પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલીમાં બ્રાહ્મણ કુટુંબનો એક વ્યક્તિ આજે કોર્ટ પરિસરમાં આવ્યો તે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી કોર્ટ પરિસરમાં છેક બીજા માળ પર પહોંચી ગયો, અને જસ્ટિસના કેબિન બહાર જ પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ પોલીસની નજર આ વ્યક્તિ પર પડી જતા, પોલીસે તુરંત તેને ઝડપી બચાવી લીદો છે.
  • રાણીની વાવની પ્રવેશ ટિકિટના ભાવ ત્રણ ગણા કરી દેવામાં આવ્યા છે. જેથી લોકો આવતાં ઓછા થયાં છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • કોંગ્રેસના સ્વ.પ્રવીણ રાષ્ટ્રપાલનાં નામું વર્ચસ્વ છે. કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય, કે સી પટેલ ભાજપના મંત્રી અહીં સારો એવો પ્રભાવ ધરાવે છે. લીલાધર વાઘેલા અને મહેસ-નરેશ કનોડિયા અહીં સારું પ્રભુત્વ ધરાવતાં રહ્યાં છે.

2019 સંભવિત સ્થિતી

  • પાટણ લોકસભાના બેઠકના 1957થી 2014 સુધીના બાવન વર્ષમાં 15, સાંસદો ચૂંટાયા હતા જેમાં 42 વર્ષ સુધી અનામત બેઠક રહી હતી. જેમાં ત્રણ વખત કોંગ્રેસના ખેમચંદ ચાવડા ચૂંટાયા હતા. ચાર વખત ભાજપના મહેશ કનોડીયા ચૂંટાયા હતા. 2009થી સામાન્‍ય તરીકે કોંગ્રેસના જગદીશ ઠાકોર ચૂંટાયા હતા અને 2014માં ભાજપના લીલાધર વાઘેલા ચૂંટાયા હતા.
  • ભાજપના પાટણના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે, છેલ્લી બે લોકસભા અને બે વિધાનસભા બેઠકની ચૂંટણી આંકડા દરેક મતદાન મથક માટે મેળવવા. મથકની સામાજિક રચનાના આધારે મથક સમિતિનું ગઠન કરી દેવું. દરેક બુથ ઉપર 20 નવા સભ્યો અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ સમાજમાંથી બનાવવા, બે થી ત્રણ સદસ્યો એવા પસંદ કરવા જે બુથને સક્રિય રાખવા સક્ષમ હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળવાની વ્યવસ્થા કરવી, બૂથના સદસ્યોની યાદી મોબાઈલ નંબર સાથે પ્રદેશમાં મોકલવી, સંઘ પરિવાર સાથે નિયમીત સંપર્કની વ્યવસ્થા કરવી, ક્રેડિટ સોસાયટી-ડેરી-સહકારી બેન્ક તેમજ અન્ય સહકારી સંસ્થાઓના સદસ્યોનો સંપર્ક કરીને સભ્ય બનાવવા, વિસ્તારના સ્વ-સહાય જૂથોના સભ્યોનો સંપર્ક કરીને સભ્ય બનાવવા, અન્ય પક્ષના બુથ સ્તરના કાર્યકર્તાઓનો સંપર્ક કરીને સભ્યો બનાવવા, દરેક બૂથના સ્માર્ટફોન ધારકોની યાદી બનાવવી, દરેક બૂથના પાંચ મોટર સાઈકલ ધારકની યાદી બનાવવી.
  • ઠાકોર સમાજના પ્રભુત્‍વવાળી આ બેઠક ભાજપ અને કોંગ્રેસ પક્ષો ઠાકોર ઉમેદવાર મૂકે તો મુકાબલો રહેશે. ભાજપનું તંત્ર મજબૂત છે, કોંગ્રેસનું નથી. વ્યવસ્થા સારી બનાવવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકાય તેમ છે.

ભાજપ

  • પાટણમાં લીલાધર વાઘેલા ચૂંટાયા પછી તદન નિષ્ક્રિય હતા. તેઓને 2014માં ડીસા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પાટણથી લોકસભા લડાવવા પક્ષે નક્કી કર્યું હતું.
  • લીલાધરના પુત્રએ હાલમાંજ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. અને પુત્રએ કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ લીલાધર વાઘેલાએ પક્ષમાં રહીને પક્ષ વિરોધી નિવેદનો શરુ કરી દીધા છે.
  • વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ ભાજપના નેતાઓ સામે મોરચો ખોલ્યો હતો. મારા જયેષ્ઠ પુત્ર દિલીપ ઠાકોરને ડિસાથી ટિકિટ નહી મળે તો હું ભાજપના સાંસદપદેથી રાજીનામુ આપી દઈશ. મેં ભાજપ માટે ઘણું કામ કર્યું છે. બનાસકાંઠામાં તો વર્ષોથી કાર્યરત છું. હું બનાસકાંઠાની તમામ બેઠકો જીતાડવા સક્ષમ છું.
  • ઠાકોર સમાજમાંથી આવતા લીલાધર વાઘેલાનો પાટણ- બનાસકાંઠા, મહેસાણા વિસ્તારમાં ખાસ્સો એવો પ્રભાવ રહ્યો છે. પોતાની ડિસા બેઠક ખાલી કરીને લોકસભા લડયા ત્યારે ભાજપે તેમના દિકરાને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. જેને પેટાચૂંટણીમાં પાળ્યું નહોતું. ભાજપે ટિકિટ આપી ન હતી. અને તેમણે પક્ષ છોડ્યો ન હતો.
  • લીલાધર વાઘેલાએ 23 જુલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતું કે, ‘હરીભાઇ ચૌધરી પાટણથી હારી જાય એમ હતા, એટલે મેં બનાસકાંઠા ખાલી કરી હતી, હવે એના ઉપર મારો હક્ક છે.’ તેઓ અપક્ષ, જનતાદળ, કોંગ્રેસ અને હવે ભાજપ એમ તમામ રાજકિય સંગઠનોમાંથી ધારાસભ્યપદે ચૂંટાયેલા અને અગાઉની સરકારોમાં મંત્રી રહી ચુકેલા છે.
  • પોતાના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં રહેતા પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગરમાં ગાયે અટફેટે લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે તેઓ મજાકનું સાધન સોશિયલ મિડિયામાં બન્યા હતા.

કોંગ્રેસ

  • પાટણ બેઠક પર વધારે ઉમેદવારો સામે આવ્યા હતા. ભાજપના સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. અહીં ઠાકોર ઉમેદવારની માંગ કરાઈ હતી. આ બેઠક માટે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ એકમતે રજૂ કરાયું હતું. જો કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ શકયતા હતી. પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમની સાથે સહમત ન હતા. લોકો પણ જગદીશ ઠાકોરને વધું સ્વીકારશે, તેમ માની ટિકિટ અપાઇ.
  • મતગણતરી સમયે ભાજપ પ્રત્યેક રાઉન્ડમાં લીડ સાથે આગળ નીકળતાં કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડ છેક સુધી પાછળ રહીને 50 હજારની લીડ રાખી હતી.
  • કોંગ્રેસ દરેક મતદાન મથક દીઠ બે સભ્યો બનાવી તેને જવાબદારી સોંપવામાં આવી છે.

વચનો પુરા ન થયા

  • સાંસદ લીલાધર વાઘેલા ગુમ થયા હોવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. છેલ્લાં 2014માં દેખાયેલા હતા. ત્યારબાદ ગુમ થયેલ છે. પાટણની જનતા તેમને શોધે છે. વિકાસ ભાજપના સાંસદોને શોધવા નીકળ્યો, બુલેટ ટ્રેન લઈને”.
  • હરીભાઈ ચૌધરી હાલમાં NDA સરકારમાં કોલ એન્ડ માઇન રાજ્યમંત્રી છે. તેમણે ગુજરાતને સસ્તો કોલસો આપવાના વચનો આપેલાં પણ તે પૂરા થયા નથી. વીજ પ્રધાન સૌરભ પટેલે કેન્દ્ર સરકાર વધું ભાવે ગુજરાતને કોલસો આપે છે એવું જાહેર કરીને સસ્તો કોલસો આપવાની માંગણી કરી હતી. તે પૂરી થઈ નથી.