પાટણમાં હારની બીકે ભાજપે ઠાકોર સેનાના 200 કાર્યકરોનું પક્ષાંતર કરાવ્યું

પાટણ ઠાકોરસેનાના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સભામાં ભરતસિંહ ડાભી અને કેન્દ્રીય મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિતિ રહ્યા હતા. તે દરમિયાન ઠાકોર સેનાના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભાની બેઠક પરથી જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. પાટણમાં ભાજપ હારી રહ્યો છે અને ઠાકોરોએ નક્કી કર્યું છે કે ભાજપને મત ન આપવો જગદીશ ઠાકોરને મત આપવો તેથી ભાજપે આ પક્ષાંતર કરાવ્યું હતું. જો ભાજપ જીતે તેમ હોય તો આવું પક્ષાંતર કરવાની કોઈ જરૂર ન પડત.