પાટણ પોલીસે કેમેરા લગાવ્યા, ઉપયોગ પ્રજા સામે કરશે, પોલીસ સામે નહીં

પાટણ શહેરમાં પોલિસ વિભાગ દ્વારા સી.સી.ટીવી કેમેરાઓ લગાવવાનું કામ પૂરું થવામાં છે. આ કેમેરા લગાવવાથી શહેરમાં ટ્રાફિક નિયમનોનુ પાલન ન કરનારને બારોબાર ઇમેમો આપવામાં આવશે. તેમજ કેટલાક શહેરના સેન્સેટીવ વિસ્તારોમાં કેમેરાથી થતા ક્રાઇમમાં પણ ઘટાડો આવશે. તમામ ઉપર પોલિસ ભવન ખાતે કંટ્રોલ રૂમમામં નજર રાખવામાં આવશે. પણ પોલીસ પ્રેટ્રોલીંગ કે સરકારી અધિકારીઓ સામે તેનો ઉપયોગ થઈ શકે તેમ હોવા છતાં નહીં કરવામાં આવે.
ગુજરાત સરકાર દ્વારા ક્રાઇમ ઘટે તે માટે વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. અને તેના ભાગ રુપે મહાનગરોમાં સી.સી.ટીવી કેમેરાઓ લગાવ્યા પછી ટ્રાફિક સમસ્યા ઘટેલ અને ક્રાઇમના ગુના ઉકેલવામાં પોલિસને સફળતા મળતાં હવે અન્ય સહેરોમાં પણ આ સી. સી.ટીવી કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવેલ અને પાટણ જીલ્લાના મુખ્ય મથક પાટણ ખાતે ૪૮ જેટલા પોઇન્ટ નક્કી કરીને આ તમામ પોઇન્ટ ઉપર અતિ આધુનિક કેમેરાઓ લગાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. અને આ તમામ પોઇન્ટો ઉપર ૨૮૫ કેમેરા ફિટ કરવામાં આવેલ છે. જે કેમેરાઓનો સંપૂર્ણ કંન્ટ્રોલ પોઇન્ટ પોલિસ ભવન પાટણ ખાતે રાખવામાં આવ્યો છે. અને આ કન્ટ્રોલ રુમ પણ ત્યાર કરી દેવામાં આવેલ છે. અને ટુંક સમયમાં આ કેમેરાઓ દ્વારા સમગ્ર પાટણ સહેરમાં પોલિસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જેથી ગુનાહિત પ્રવૃતિઓ તેમજ ટ્રાફિકની સમસ્યા ઉપર કંટ્રોલ મેળવવામાં સફળતા મળશે. હાલમાં આ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને એકાદ મહીનામાં આ કેમેરા લોકો ઉપર બાજ નજર રાખવાની તૈનાત કરવામાં આવશે. આ અંગે પાટણ જીલ્લા પોલિસવડાની કચેરીના સુત્રોએ જણાવેલ કે આ સી.સી.ટીવી કેમેરા તમામ ટ્રાફિક પોઇન્ટ, ચાર રસ્તાઓ તેમજ જે વિસ્તારો સંવેદનસિલ વિસ્તારો છે તેવા વિસ્તારોમાં પણ કેમેરા લગાવવામાં આવ્યા છે.