પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોને ઓબીસીમાં લઈ લીધા

બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે કોઈ ફેર રહ્યો નથી. ભાજપ પણ હવે કોંગ્રેસ કરતાં વધારે જ્ઞાતિવાદી સમાજ નિર્માણ કરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે જ્ઞાતિવાદી રાજકારણ ખેલીને કોંગ્રેસના માધવસિંહ સોલંકી કરતાં પણ વધું ખતરનાક ચાલ ચાલીને ગુજરાતની પ્રજાને અંધારામાં રાખી હતી. ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને બ્રાહ્મણ મત નહીં આપે એવું લાગતાં વિજય રૂપાણી, અમિત શાહ, નિતીન પટેલ, જીતેન્દ્ર વાઘાણી અને નરેન્દ્ર મોદીની પાંચ વ્યક્તિઓની રાજકીય ટોળીએ એક ઠરાવ પસાર કરીને રાજપુતોને ઓબીસી આપી દીધી. જેનો ન તો કોઈ સરવે થયો કે ન તો તે અંગે સરકારે જાહેરાત કરી. આમ કરીને ઉત્તર ગુજરાતની 4 બેઠકો અને કચ્છની મળીને 5 બેઠક ભાજપે લોકસભા માટે જીતવી આસાન કરીને માધવસિંહ સોલંકી કરતાં પણ વધું ખતરનાક ગેમ પટેલ અને બ્રાહ્મણની કરી દેવામાં આવી હોવાનું આજે જાહેર થયું છે.

કયા સમાજે ક્યારે રજૂઆતો કરી તેના નેતા કોણ, ક્યારે સરવે થયો, જાહેર સુનાવણી થઈ છે કે કેમ તે બાબતો સરકારે આ આદેશમાં છૂપાવી છે.

39 જાતિઓને પછાત વર્ગોમાં ઉમેરવામાં આવી હતી જેમાં કારડીયા નાડોદરા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત જાતિસમૂહો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જાહેર થયેલા છે. જેમાં ઉત્તર ગુજરાતના રાજપૂતોને તેમની સમકક્ષ ગણીને કે તે જાતિનો ભાગ ગણીને ઓબીસીમાં સમાવવા માટે સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં 8 માર્ચ 2019ના રોજ ઠરાવ પસાર કરીને અનેક જ્ઞાતિઓને ઓબીસીમાં લઈ લીધી હતી. આ સમાજની સ્ત્રીઓ પડદા પાછળ રહે છે કે કેમ તે અધિકારીએ તપાસીને તેમને ઓબીસીના પ્રમાણપત્રો આપવાનો આદેશ સરકારે કર્યો છે. વિધવા, છૂટાછેડા અને પુનઃલગ્ન થતાં હોય તે પણ આ અધિકારીને તપાસ કરીને પ્રમાણપત્રો આપવા કહી દેવામાં આવ્યું છે. વહીવંચા અને બારોટના ચોપડાની નોંધો માન્ય ગણવા કહેવાયું છે. જ્ઞાતિ મંડળો દ્વારા આપાતાં પત્રોને માન્ય ગણવા કહેવાયું છે. જેમાં કારડીયા-નાડોદરા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂતને હવે સામાજિક પછાત જાતિ ગણવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સવિચ કે જી વણજારાએ આદેશો કર્યા છે.

આવા 259 ગામોના લગભગ 5 લાખ વસતીને લાભ આપી દેવામાં આવ્યા છે. જેમાં છટકબારી ગણવામાં આવી છે. જો આમ જ હોય તો ભાવનગરના બ્રાહ્મણ અને ઉત્તર ગુજરાતના અનેક પટેલ સમાજને પણ પટેલ તે રીતે સામેલ કરી શક્ય તેમ છે. તેમાં આ બન્ને જ્ઞાતિઓને આવરી લઈ શકાય તેમ છે.

રાપર, દિયોદર, લાખણી, થરાદ, સૂઈ, વડગામ, પાલનપુર, દાતા, દાંતીવાડા, ધાનેરા, સિદ્ધપુર, ખેરાલુ મળીને 12 તાલુકાનો સમાવેશ આ જ્ઞાતિઓનો કરવામાં આવ્યો છે.

એ પણ ચૂંટણી ના જાહેરાતના આગળના દિવસોમાં જ 8 માર્ચ 2019ના રોજ છુપીરીતે જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપનો જ્ઞાતિવાદી ચહેરો હવા બહાર આવી ગયો છે.