અમદાવાદ ખાતે 23 જૂન 2019માં સરદારધામ કેળવણી મંડળ દ્વારા યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. સત્રના પ્રારંભ સમારંભ અને સિવિલ સર્વિસ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં પાટીદાર સમાજના નેતાઓને મહત્વનું સ્થાન આપવાના બદલે ભાજપના રાજકારણીઓને બોલાવાતાં અને અન્ય કોઈ પક્ષના નેતાઓને ન બોલાવાતાં પાટીદાર સમાજમાં કેળવણી ધામની પક્ષપાતી નીતિનો અંદરથી વિરોધ થઈ રહ્યો છે.
સિવિલ સર્વિસના માળખાગત બંધારણમાં સરદાર પટેલ સાહેબનો રોલ હતો ત્યારે પાટીદાર સમાજે દેશ-દુનિયાને નવી દિશા બતાવી છે. રાજયની પ્રગતિમાં પાટીદાર સમાજનો પણ મોટો ફાળો છે. પાટીદાર અગ્રણીઓએ પણ મોટા મનથી દાન આપીને સંસ્થાને નાણાંકીય સમર્થન પુરૂ પાડ્યું છે. તેના પાયામાં સંસ્થા તરફથી મોટો ભરોસો છે. આ ભરોસો
જ રાજ્ય-રાષ્ટ્રને મુઠ્ઠી ઉચેરો બનાવશે એમ મુખ્ય પ્રધાને મંચ પરથી કહ્યું ત્યારે પાટીદારોએ દાન આપે પાટીદારો, નવી દીશા બતાવે પાટીદારો અને મંચ પર રાજકીય નેતાઓને સ્થાન કેમ ?
સરદારધામ કેળવણી મંડળને ભાજપના નેતાઓએ રાજકીય મંચ બનાવી દીધો હોવાનો આરોપ પણ કેળવણી મંડળ પર મૂકવામાં આવી રહ્યો છે. સરદાર ધામ મંડળ સંસ્થા દ્વારા રાજનીતિજ્ઞ કેન્દ્ર શરૂ કરાયાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ સમાજમાંથી યુવાનો રાષ્ટ્રભાવ અને સામાજસેવા સાથે રાજનીતિમાં આવે તે સમયની માંગ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે રાજનીતિમાં મસલ્સ પાવરને અપનાવ્યો હતો અને તેના પગલે દેશમાં હતાશાનું વાતાવરણ ઉભું થયુ હતું. તેમ કહીને વડાપ્રધાનનની નીતિના વખણ કરી પાટીદારોએ ભાજપને મત આપ્યા હતા એવું મંચ પરથી ભાજપના બિન પાટીદાર નેતાઓએ કહ્યું હતું.. આમ ભાજપના નેતાઓને જ આમંત્રીને રાજકીય મંચ બનાવીને રાજકીય અખાડામાં તેને ફેરવી દેવામાં આવ્યું હોવાની ટીકા એક કરોડ પાટીદારોમાં થઈ રહી છે. ખરેખર વાસ્તવીકતા એ છે કે, ભાજપની સરકારે રાજનીતિમાં મસલ્સ પાવરને અપનાવીને પાટીદાર મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા. 12 હજાર પાટીદારો પર ખોટા પોલીસ કેસ કર્યા હતા. આજે પણ પોલીસ દ્વારા પાટીદારોને પરેશાન કરાય છે.
પાટીદાર છોકરાઓ વિજય રૂપાણીની સરકારના અને અમિત શાહ તથા મોદીના કારણે જેલમાં સબડી રહ્યાં છે તેમને છોડાવવા માટે સરકાર પર દબાણ કરવાના બદલે પોતાના ધંધામાં ફાયદો કરાવે અને સરકાર ફાઈલો મંજૂર કરાવે તે માટે પાટીદાર નેતાઓ ભાજપના નેતાઓની પગચંપી કરી રહ્યાં હોવાનું મોટા ભાગના લોકો માની રહ્યાં છે.
સરદારધામ કેળવણી સંગઠનના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં સમાજના ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે.’ મંચ પર સમાજે રાજકીય લોકોને વારંવાર બેસાડીને આવકારે છે તેમને સમાજમાં પ્રસિદ્ધી અપાવી રાજકીય ફાયદાઓ કરાવી આપે છે, પણ પાટીદાર સમાજને અમદાવાદ કે ગાંધીનગરમાં આ 40 હજાર યુવકોને રહેવા માટે બોર્ડીંગ બનાવવા જમીન તો ભાજપના નેતાઓએ ક્યારેય આપી નથી. જે જમીન સમાજને મળી છે તે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સરકારમાં મળી છે. તો પછી તેમને મંચ પર કેમ બેસાડવામાં આવી રહ્યાં છે.
કેળવણીધામના ડિરેકટર સી.એલ.મીનાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સંસ્થાએ સમાજના યુવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે તાલીમ સત્રમાં યુ.પી.એસ.સી. માટે ૨૦૦ અને જી.પી.એસ.સી. માટે ૫૦૦ વિદ્યાર્થીઓએ તાલીમ માટે પ્રવેશ મેળવ્યો છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં કેળવણીધામના કુલ-૨૨૪ ઉમેદવારો જી.પી.એસ.સી. ક્લાસ ૧-૨ સંવર્ગ સેવા તથા વર્ગ-૩માં પસંદગી પામ્યા છે. આજથી શરૂ થઈ રહેલાં તાલીમ સત્ર માટે ૧ હજાર જેટલાં વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી.ની તાલીમ માટે પસંદ થયા છે.
પાટીદાર સમાજના યુવાનોમાં આટલી તાકાત છે છતાં સરકારે ક્યારેય મદદ કરી નથી કે તેમને માટે કોઈ સુવિધા આપીને ગ્રાંટ આપે. તો પછી માત્ર ભાજપના જ પાટીદાર નેતાઓ અને બિન પાટીદાર નેતાઓને કેમ વારંવાર બોલાવવામાં આવી રહ્યાં છે. એવો પ્રશ્ન હવે એક કરોડ પાટીદારોમાં પૂછવામાં આવી રહ્યો છે.

સમાજના નેતાઓ નીચે અને રાજકારણીઓ ઉપર