પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર

2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગેપિલના માલિક ગીરીશ લુથરા છે, ગીરીશ લુથરાની કંપની સામે આંદોલન ઉગ્ર બનતા નેતાગીરી સી આર પાટીલે ઉપાડી લીધી. ગેપિલ સામે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહિત વિવિધ એજન્સીઓમાં ખુદ સી આર પાટીલે ફરિયાદ કરી. લુથરાના સંબંધો કોંગ્રેસના મોવડી અહેમદ પટેલ સાથે પણ એટલા જ નજીકના છે. લુથરા સમજી ગયા કે પાટીલને હાથ પગ જોડવા તેની કરતા પાટીલ જેમમાં ખીલે કુદે છે તેવા નેતાઓ સાથે લુથરાએ સંપર્ક વધારી દીધા. ભાજપના તમામ નાના મોટા સરકારી અને ખાનગી સમારંભો તેઓ સાચવી લેવા લાગ્યા. જેનું પરિણામ પણ મળ્યુ. ગીરીશ લુથરાએ પલસાણામાં ગુજરાત ઈકો ઈનસિનરેટર પ્લાન્ટ નાખ્યો જેને ભારત સરકારે 75 કરોડ અને ગુજરાત સરકારે 32 કરોડની સહાયતા પણ આપી.

જે ગીરીશ લુથરા સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે, અને જેમનો ગેપિલનો પ્લાન્ટ કલોઝ થઈ ગયો છે તેવા જ ગીરીશ લુથરાના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ખુદ આવ્યા હતા. સાંસદ સી આર પાટીલ જે પ્લાન્ટ સામે વિરોધ કરી રહ્યા હતા તે સાંસદ પાટીલ આ સમારંભના મહેમાન તરીકે ગીરીશ લુથરા સાથે મંચ ઉપર બેઠા હતા. સી આર પાટીલ માનતા હશે કે પ્રજાની યાદ શકિત બહુ ટુંકી હોય છે. પ્રજા ભુલી ગઈ હશે એટલે તેમણે લુથરા સાથે મંચ ઉપર બેસવાની હિમંત કરી હશે.

2011
પરિવર્તન ટ્રસ્ટની ગેપીલ વિરોધી 9 કિ.મી. લાંબી રેલીમાં 32 ગામના 7 હજાર લોકો ગેપીલ બંધ કરાવવાની માંગણી કરાઈ હતી. રેલીને રાજ્યના માજી નાણાં મંત્રી સનત મહેતા અને મહુવાના ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ટેકો આપ્યો હતો. કલેકટર કચેરીનો અઠવાલાઇન્સનો મુખ્ય માર્ગ જામ કરી દીધો હતો. ગેપીલના સંચાલક ગિરીશ લુથરાના પૂતળાને બાળવા માટે લવાયું હતું. આ પૂતળુ ઉશ્કેરાયેલા લોકો બાળે તે પૂર્વે પોલીસે પોતાના કબજામાં લઈ લીધું હતું.
ઉદ્યોગો-ખેડૂતો વચ્ચે આ સીધો જંગ છે
મહુવાના ધારાસભ્ય કનુ કલસરિયાએ જણાવ્યું કે ઉદ્યોગો સામે આ સીધો જંગ છે. ગેપીલનું કૃત્ય કયારેય માફ કરી શકાય તેમ નથી. સનત મહેતા અને ધારાસભ્ય કનુ કલસરિયાએ ગેપીલને તાળુ મારવા માટે પ્રતીક તરીકે તાળું આપ્યું હતું.
લુથરાના ઘર બહાર પોલીસ ખડકી દેવાઈ
પોલીસે ગેપીલના સંચાલક ગિરીશ લુથરાના ઘરની બહાર પોલીસનો ખડકલો કરી દીધો હતો. ગિરીશ પોતે નરેન્દ્ર મોદીના વિદેશના પ્રવાસમાં ગયા હતા. તેમને અને મોદીને સારા સંબંધો રહ્યાં છે. રેલામાં લોકોના સૂત્રો હતા,  સુરત કો જગાના હોગા, લુથરા કો ભગાના હોગા તથા મોદીને જે કરવું હોય તે કરે, ક્યાં તો આપણે રહીશું ક્યાંતો ગેપીલ રહેશે.

26 નવેમ્બર 2011

ગેપીલ દ્વારા ઝેરીલો કચરો ઊન ખાડીમાં છોડી દેવાની કરતૂત પ્રકાશમાં આવ્યાં બાદ રેલી પછી દરોડા કાર્યવાહી થઈ હતી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ ડૉ. કે. યુ. મિસ્ત્રી દ્વારા મુલાકાત લેવાઈ હતી. ગોડાઉનમાં એક્સપ્લોઝિવ કેમિકલ હોવાને કારણે તેને ખાલી કરવા માટે ગેપીલને ત્રણ દિવસની આખરીનામું આપ્યું હતું. ગેપીલના સંચાલક ગિરીશ લુથરા સામે ફોજદારી કાર્યવાહી કરવાની જાહેરાત સરકારે કરવી પડી હતી.

પૂર્વ  મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો લાભ હવાઈ મુસાફરી કરવામાં લેતા હતા. મોદી સાથે તેઓ ચીનના પ્રવાસે ગયા હતા. વિમાનું ભાડું પણ ચૂકવ્યું હતું. ત્રણ વર્ષમાં ગેપીલ સામે પ્રદુષણની 254 ફરિયાદો થઈ છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા ન હતા.

ગિરીશ લુથરાએ સ્થાપેલ ગેપીલમાં લાખો લીટર કેમીકલ અને પેસ્ટીસાઇડઝ કંપનીઓનું ઝેરી કચરો શુદ્ધ કરવા માટે આવતો હતો અને આ શુદ્ધ કરવા માટે ગેપીલને કંપનીઓ તથા સરકાર લીટર દીઠ નાણાં ચુકવતી હતી. પરંતુ ગેપીલ આ ઝેરી દુષિત પાણીને પ્રોસેસ કર્યા વગર સીધું જ સચીન જીઆઇડીસીની એફલ્યુઅન્ટ પાઇપ લાઇનમાં ભેળવીને ઝેરી પાણી ઉનની ખાડીમાં ઠલવતા હતા. તેથી માછલા અને પશુઓના મોત થયા હતા.

નરેન્દ્ર મોદીના માનીતા ઉદ્યોગપતિ છે.

32 ગામોના નાગરિકોમાં જીવન ભયમાં આવી ગયા હતા. પશુધન અને ખેતીની જમીનને અસર થઇ હતી. મહિનાઓથી ગેપીલ સામે ગ્રામજનો આંદોલન ચલાવતાં હતાં છતાં ગુજરાત સરકારનું જીપીસીપી તથા મુખ્યમંત્રીનું કાર્યાલય દાદ દેતું નહોતું. મુખ્યમંત્રીએ ગિરીશ લુથરાની “સેવા”થી ખુશ થઇને તેમને ૩ મહિના પહેલાં ચાઇનાના ૨૪ ઉદ્યોગપતિઓના ડેલીગેશનમાં તેમનો સમાવેશ કર્યો હતો. મુખ્યમંત્રીના ચાર્ટર પ્લેનનો ખર્ચ ઉઠાવનાર આ ઉદ્યોગપતિઓ પૈકી ગીરીશ લુથરા પણ એક હતાં.

આંદોલન કરનાર સામે ગુના

32 ગામના ખેડૂતો અને ગ્રામજનોએ આંદોલન શરૂ કર્યું ત્યારે ગેપીલ સામે પગલાં લેવાને બદલે ગુજરાતની નરેન્દ્ર મોદીની પોલીસે આંદોલનકારીઓ સામે પોલીસ કેસો કર્યા હતાં. ફરીથી જયારે ગ્રામજનોએ આકરુ આંદોલન કરીને આજુબાજુ 200 ફેક્ટરીઓને બંધ કરવાની ફરજ પડી, ત્યારે જ ગોપીલને બંધ કરવાનો ઓર્ડર અપાયો હતો. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ સીબીઆઈની તપાસની માંગણી ત્યારે કરીને આ આરોપો મૂક્યા હતા.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેવા લેતું

2010માં સુરત મ્યુનિસિપલ કોપ્રોરેશને 5 જુન વિશ્વ પર્યાવરણ દીવસે કાર્યક્રમો યોજ્યા હતા તેમાં ગેપીલ હતું. ત્યારે તે ખતરનાર પ્રદુષણ ખાડીમાં કરી રહ્યું હતું. 2 ઓક્ટોબર 2018માં ફરી સુરતને સ્વચ્છ રાખવાની ઝુંબેશ ઉપાડી તેમાં ગેપીલને સાથે રાખવામાં આવી હતી. તેનો મતલબ કે 8 વર્ષમાં કંઈ જ બદલાયું નથી. ઉલટાનું હવે તેમના કાર્યક્રમોમાં કેન્દ્ર સરકારની ભાજપ સરકરાના પ્રધાનો આવવા લાગ્યા છે.