પાણીના કારણે 2200 લોકોની હીજરત

ચરોતરનો આણંદ જીલ્લો હરિયાળા જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં જાણિતો છે. જ જિલ્લાના છેવાડા ખંભાત તથા તારાપુર સહિતના ભાલ પંથકના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે. આ વિસ્તારમાં આવેલા કનેવાલ અને પરીએજ જેવા વિશાળ તળાવોમાંથી સૌરાષ્ટ્ર સુધી પાણી આપવામાં આવે છે. નજીકના વિસ્તારના ગામડાઓની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. તેવામાં ખંભાતના દરિયાઈ તટ પર વસેલા વડગામની બાજુમાં ખારા જળનો દરિયો ભર્યો છે. તેમ છતાં મીઠા પાણીની એક એક બુંદૃ માટે અહીંના લોકો વલખાં મારી રહૃાા છે.

ગામમા મસમોટા તળાવ છે પણ તે વિના પાણીએ સુકાભઠ્ઠ પડેલા છે. ગામમાં કનેવાલ તળાવમાંથી માત્ર એક કલાક પાણી અપાય છે, જે પૂરતું નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કુલ 6000ની જનસંખ્યા ધરાવતા આ ગામમા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. જેનાથી નાસીપાસ થઈને 2200 જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. ગામના પૂર્વ સરપંચ ભૂરાભાઇ જણાવે છેકે, ગામની મહિલાઓ કૂવા ઉલેચવા મજબૂર છે. વડગામ ગામનું તળાવ શિયાળામાં જ ખાલી થઈ જાય છે અને ઉનાળામા પશુઓ માટે પાણીની ઘણી તકલીફ પડે છે .