અમરેલી,તા.07
અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક બચાવ અને કામ બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયાં હતાં. ઉડા પાણીમા ગરકાવ થયેલી કારને બહાર લાવવા માટે જેસીબીની મદદ લેવાઇ હતી. ભારે મહેનત બાદ કારને પાણીની બહાર કાઢવામાં આવી હતી.


English





You must be logged in to post a comment.