સસોઇ ડેમ પાણી પુરવઠા યોજના પેકેજ-1 તથા બે અન્વયે 20 એમએલડીનો ફિલ્ટે્રશન પ્લાન્ટ અને સસોઇથી પમ્પ હાઉસ સુધી તેમજ નવા ફિલ્ટે્રશન પ્લાન્ટથી જુદા જુદા નવા ચાર રિઝર્વર સુધી 36 કિમીની પાઇપલાઇન તથા ચાર ઇએસઆર બનાવવા, અન્ડરગ્રાઉન્ડ સમ્પ (પાંચ) રાઇઝીંગ મેઇન પાઇપલાઇન વગેરે મળી પેકેજ 1 અને 2ના મળીને 65 કરોડનો પ્રોજેકટ મંજુર થયો હતો.
ગયા વર્ષે લોકાર્પણ થયેલા આ પ્રોજેકટનો ખર્ચ કુલ રૂ.87 કરોડ થઇ ગયો હતો. જેની અંદાજીત કિંમત રૂ.65 કરોડ હતી. આમ રૂ23 કરોડનો ખર્ચ વધી ગયો છે.
કુલ 29 ગામ અને જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટે ચાર ઝોન રીઝર્વોયર સુધી 300 એમએમડાયાથી 700 એમએમડાયા સુધીની કુલ 36 કીમી ડીઆઇ પાઇપ લાઇન નેટવર્ક અને દરેક જગ્યાઓએ સમ્પ અને પમ્પીગ મશીનીરી તેમજ ઇએસઆર જુદી-જુદી ચાર જગ્યાઓએ કરવાના થાય છે.
જામનગર શહેરના છેવાડા વિસ્તારો જેવા કે ગોકુલનગર પાછળનો સમગ્ર વિસ્તાર, કાલાવડ નાકા બહારનો સમગ્ર વિસ્તાર તથા નગરસીમનો હાલમાં ભળેલો જાડા વિસ્તારની કે જેની અંદાજીત વસ્તી 1.40 લાખની છે તેને આ યોજનાથી પીવાનું શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી શકશે.
તે યમના પાણી પુરવઠા પ્રધાન અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, મેયર દિનેશભાઇ પટેલ, સ્ટે. ચેરમેન દિવ્યેશભાઇ અકબરી, કમિશનર હર્ષદ પટેલે આ યોજના બનાવી હતી. પણ તેની કિંમત એકા એક વધી ગઈ છે. જે શહેર આસપાસના 80 હજાર નાગરિકોને પાણી પૂરું પાડવાની હતી. 15 થી 20 મિનિટના બદલે 40-45 મિનિટ પાણી મળતું કરવા માટે આ યોજના તૈયાર કરી હતી.
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના દંડક અતુલ વી. ભંડેરીએ જાહેર કર્યું હતું કે, શહેરમાં ભળેલા સરદાર પાર્ક, અશોક વાટીકા, વૃંદાવન પાર્ક, આર્શિવાદ દીપ, પુષ્કળ ધામ, મંગલધામ, મંગલદીપ, રધુવીર પાર્ક, સુભાષ પાર્ક, મયુર ટાઉન સાગર પાર્ક, પંચવટી સેટેલાઇટ પાર્ક, તમામ સોસાયટીમાં કોઇપણ જાતની પાણીની વ્યવસ્થા નથી, વોટર વર્કસના અધિકારીને જણાવેલ કે, તમામ સોસાયટીમાં પાણીના સ્ટેન્ડ પોષ્ટની ટાંકીઓ મુકવા અવાર-નવાર રજુઆત પણ થઇ છે.
નગરમાં 30 થી 45 મીનીટના બદલે 15 થી 20 મીનીટ પાણી આવે છે, ફોર્સ ઓછો આવે છે. ગુલાબનગર, સ્મશાન વિસ્તાર, રામેશ્વરનગર, શાકમાર્કેટ તેમજ ખંભાળિયા નાકા બહારના વિસ્તારોના લોકોની ફરિયાદ છે.