ખેડા જિલ્લાના નડિયાદ-આણંદ પાસે 20 હજારની વસ્તી ધરાવતું ઐતિહાસીક ‘દાંડી માર્ગ’ ઉપર ઉત્તરસંડા ગામ આવે છે. ઉતરસંડા ગામનાં લોકો રોકાણ રૂપિયામાં અને કમાણી ડોલરમાં કરી રહ્યાં છે. ગામમાં પાપડ અને ચોળાફળીની દુકાનો અને ફેક્ટરી છે. 30 પાપડ બનાવતી ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે. ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે, તેનું કારણ ઉતરસંડા વિસ્તારનું પાણી છે. 25 ફેક્ટરી આવેલી છે. જેમાંની 5-6 ફેક્ટરી દેશ-વિદેશમાં પ્રચલિત બની છે. ઉત્તરસંડામાં રોજ 4,000 થી 10,000 કિલોથી પાપડ બને છે અને વેચાય છે. મઠીયા અને ચોળાફળી એટલી જ બને છે.
1986 પહેલા પાપડની પહેલી ફેક્ટરી ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે શરૂ થઈ હતી. ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો કરવા માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી. ફેક્ટરીને પાણીનો ઘણો ખર્ચો થઈ જતો તેથી 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી. જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે. વિદેશમાં અહીંના પાપડની માંગ વધારે છે. પાપડ અને મઠીયાનાં વેપાર થકી વાર્ષિક 3થી 4 કરોડનું ટર્નઓવર થાય છે. હવે ઓટોમેટિક મશીનો આવી જતા શ્રમ પણ ઘટી ગયો છે, જંગી ઉત્પાદન થઈ શકે છે.
10 વર્ષ પહેલા હાથથી પાપડ બનતા હતા. તે સમયે માંગ પ્રમાણે પાપડ ઉત્પાદન કરવું શક્ય ન હતું. ઓટોમેટિક મશીનો પાપડ વણાઈને સુકવીને બહાર આવે છે. એક પાપડ ફેક્ટરી વર્ષે 10,000 કિલોથી 40,000 (2000 મણ) સુધી પાપડ બનાવાની ક્ષમતા ધરાવે છે. દિવાળી તેમજ તહેવારના સમયમાં પાપડની સાથે મઠીયા, ચોળાફળીનાં ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.
ઉત્તરસંડામાં ગામનાં હવા- પાણી પાપડ ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ છે. તે પાપડને સફેદ નરમ, પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. દુબઈની પાપડ ફેક્ટરીમાં અહીંના લોકોને પાપડ બનાવવા શિખવા માટે બોલાવે છે. અહીં 10 હજાર લોકોને પાપડ કામ આપે છે.
દિવાળીના સમયમાં તેની ખૂબ માંગ રહે છે. આ સમયે અહીંની મહિલાઓ રૂ.70 કરોડ રૂપિયા સુધીની કમાણી કરતી જોવા મળે છે. ઉત્તરસંડામાં આ માર્કેટ 30 વર્ષ પહેલા શરૂ થયુ હતુ. દિવાળીના એક મહિના પહેલાથી જ લગભગ 700 ટનની આસપાસ ઉત્પાદન કરે છે. તેમાંથી 50 ટકાથી વધુ ઉત્પાદન વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તે માટે મહિલાઓને 2 મહિના પહેલા ઓર્ડર આપવામાં આવે છે. જેમાંથી 15 ટકા ગુજરાતની બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે. આ મઠિયા અને ચોળાફળીની ખાસિયત એ છે કે, તે ત્રણ મહિના સુધી તાજા રહે છે.
દીપક પટેલે અહીં પહેલી વાર એક કારખાનું નાખીને ‘ઉત્તમ પાપડ’ બ્રાન્ડના પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું. દીપક પટેલના પુત્રો અમેરિકામાં વસ્યા છે અને હવે તો દીપક પટેલ પણ અમેરિકા જતા રહ્યા છે. ‘ઉત્તમ પાપડ’ હજી પણ સામાન્ય મશીનથી જ બનાવાય છે અને તેને તડકામાં સૂકવવામાં આવે તેથી મરીમસાલાની સોડમ જળવાઈ રહે છે, પાપડ 25 દિવસ સુધી હંમેશાં તાજો અને સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તમને બાદ કરતાં બાકીના તમામ પાપડ ઉત્પાદકો પાસે પાપડ માટે લોટ બાંધવાથી માંડીને પાપડ વણવાનું, સૂકવવાનું અને પેકિંગ કરવાનું કામ મશીન દ્વારા થાય છે.
શ્રીજી પાપડ, યશ પાપડ અને હર્ષ પાપડ જાણીતી બ્રાંડ છે. શ્રીજી પાપડના માલિક કનુભાઈ પટેલ પાસે રોજ 500 કિલો પાપડ બનાવવાનાં બે મશીન અને 1000 કિલો પાપડ બનાવતું એક મશીન છે. એકસો માણસો કામ કરે છે. રોજ એક હજાર કિલો પાપડ બનાવતા યશ પાપડના માલિક દેવેન્દ્ર પટેલે 1997માં રોજના એકસો કિલો પાપડ બનાવવાની શરૂઆત કરી હતી. તેમના પાપડ લંડન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રિયા, ચીન, અમેરિકા અને અખાતના દેશોમાં ખૂબ વેચાઈ રહ્યા છે. યશ પાપડે ગયા વર્ષે ચાર લાખ કિલો પાપડ વેચ્યા હતા જે પૈકી દસ ટકા પાપડ વિદેશોમં વેચાયા હતા.
યશ પાપડ સિંગલ મરી, ડબલ મરી, લસણિયા, પંજાબી, જીરૂ, જીરૂમરી, પૂરી પાપડ, ડિસ્કો પાપડ, ઓનલી ગાર્લિક, રેડ ચિલી, ગ્રીન ચિલી, સહિત બાર જાતનાં પાપડ, મઠિયાં અને ચોળાફળી બનાવે છે. હર્ષ પાપડનાં માલિક વૈશાલી પટેલ અને પ્રીતેશ પટેલ પણ એક છે.