ગુજરાતના જંગલ પર તાડનો ખતરો છે. 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના જંગલો ખતમ થયા છે. ગુજરાતમાં પણ જ્યાં જંગલો વધું છે એવા વિસ્તારોમાં તાડની ખેતી થઈ રહી છે.
હાલ જે પાક થાય છે તે માત્ર 2 ટકા વિસ્તારમાં જ થાય છે. બીજો એવો 98 ટકા વિસ્તાર છે કે જ્યાં તાડ-પામના વૃક્ષો ઉગાડી શકાય તેમ છે. હાલ 4868.76 વિસ્તારમાં પામની ખેતી છે જે વધીને 2,60,250 હેક્ટર વિસ્તારમાં કરી શકાય તેમ છે. એવો એક અહેવાલ ગુજરાત સરકારે તૈયાર કર્યો છે. આ ખેતી મોટા ભાગે કંપનીઓ દ્વારા જ કરવામાં આવી રહી છે. જંગલો કાપીને વિશ્વમાં પામની ખેતી કરવામાં આવી છે.
ક્યાં કેટલી ખેતી
જિલ્લો – થતી ખેતી હેક્ટર – ખેતી વધી શકે તેવો વિસ્તાર હેક્ટર
આણંદ – 2004.90 – 38000
ભરૂચ – 314 – 15350
ભાવનગર – —– – 5000
છોટાઉદેપુર,વડોદરા – 615 – 10,600
નર્મદા – 184.81 –
પંચમહાલ – 129.55 – 4500
ખેડા-મહિસાગર – 257.90 – 11,000
નર્મદા – ————— 4000
સુરત – 150.22 – 42,300
નવસારી – 301 – 20,000
તાપી – 229.18 – 4500
વલસાડ – 681 – 33,000
આ શિવાય નર્મદાનો નહેર વિસ્તાર – 72,000
કૂલ – 4868.76 – 2,60,250
ગુજરાતમાં કે એલ ચંદા સમિતિ અને પી રેથીનામ સમિતિ દ્વારા ગુજરાતમાં હજું ક્યાં ખેતી થઈ શકે તેમ છે તેના અંદાજો તૈયાર કર્યા છે.
કંપની દ્વારા ખેતી
ગુજરાતમાં ત્રણ કંપની દ્વારા પામ ઓઈલની ખેતી કરવામાં આવી રહી છે. આ ત્રણેય કંપનીઓએ એવો ઈજારો ઊભો કર્યો છે કે એક કંપની બીજા વિસ્તારમાં ખેતી કરવા ચંચૂપાત કરતી નથી.
ગોદરેજ ઓઈલ પામ કંપનીએ વલસાડ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં ફેલાયેલી છે.
રૂચિસોયા ઈન્ડિયા કંપની આણંદ, નવસારી, ખેડા, પંચમહાલ, મહિસાગર જિલ્લાના 20 તાલુકામાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે.
3એફ કંપનીએ સુરત, તાપી, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના 19 તાલુકાઓમાં પામ ઓઈલ વૃક્ષો ઉગાડી રહી છે.
પાંચ સ્થળે રોપ
પામ છોડના રોપ આયાત પણ કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ તે ઉગાડવામાં આવે છે. 2016-17માં છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતના 2.23 લાખ અને આયાતી 4 લાખ રોપા હતા. એક દેશી રોપો રૂ.60માં અને આયાતી રૂ.90માં પડે છે. આ રોપાથી છેલ્લા 3 વર્ષમાં 1.30 લાખ રોપા નવા વિસ્તારમાં ખેતી કરવા વપરાયા હતા. 35 વર્ષ સુધી એક છોડ ઉત્પાદન આપે છે.
તેલનું ઉત્પાદન
2014-15માં 407.47 મેટ્રિક ટન, 2015-16માં 522.98 મેટ્રિક ટન, 2016-17માં 852.51 મેટ્રિક ટન, 2017-18માં 857.03 મેટ્રિક ટન મળીને ચાર વર્ષનું કૂલ 2641 મેટ્રિક ટન પામ ઓઈલ બીયા પેદા કરાયા હતા. જેનો ભાવ 5400થી 6300 નક્કી કરાયો હતો. પણ તે મજૂરી સાથે રૂ.9940 પ્રત્યેક ટન દીઠ પડતર ખર્ચ આવે છે.
હુંડીયાણની સામે જંગલો
2015-16માં ભારત સરકારે રૂ.70,000 કરોડ હુંડીયામણ પામ ઓઈલની આયાત પાછળ વાપરવું પડ્યું હતું. જે વનસ્પતિ તેલની ભારતમાં તંગી હોવાથી આયાત કરી હતી. તેની સામે જંગલો ખોધીને કે સરકારી પડતર જમીન કે ગૌચરની જમીન પર આ વૃક્ષો એટલા મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવશે કે જેનાથી વિપરીત અસર થશે. જ્યાં વધું ભેજ હોય અને વૃક્ષો ઉગી શકતા હોય ત્યાં જ ખેતી થાય છે. તેથી જંગલો પર દબાણ વધશે.
નોરવેમાં પ્રતિબંધ
વિશ્વમાં નોરવે એક જ એવું રાષ્ટ્ર છે જેણે પામ કરનલમાંથી ઉત્પાદીત બાયોડિઝલની આયાત અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. યુરોપ તાડ તેલની આયાત અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનું વિચારતો હતો પણ પછી ઇન્ડોનેશિયા અને મલેશિયાના દબાણના કારણે આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
ઉપગ્રહથી ખેતી પર નજર
વિલ્મર ઇન્ટરનેશનલ સેટેલાઇટના ઉપયોગથી પામ કરનલ ઉત્પાદક પર ધ્યાન રાખી રહ્યું છે. ઉત્પાદક કઇ જમીન ઉપર ક્યાં ઉત્પાદન લઇ રહ્યો છે. જો જંગલ સાફ કરી તે જમીન પર પામનું વાવેતર કરી જે ખેડૂત ઉત્પાદન કરશે તો તેના પર પ્રતિબંધ મૂકાશે.
ઈન્ડોનેશિયામાં જંગલો સાફ
સપ્ટેમ્બર 2018માં ઇન્ડોનેશિયાની સરકારે પામની નવી ખેતી પર પ્રતિબંધ મુક્યો છે. કારણકે 2000-2017ની વચ્ચે લગભગ 2,70,000 હેકટર જંગલ સાફ કરી તેની ઉપર પામની ખેતી શરૂ કરવામાં આવી હતી. પામની ખેતી વધારવા માટે મોટા પાયે જંગલનો ભોગ લેવાયો છે, સેટેલાઇટ તસવીર પ્રમાણે 1985 થી 2001 વચ્ચે કાલિમન્ટન રેઇનફોરેસ્ટનું 56 ટકા જંગલ સાફ કરી તેના ઉપર પામ ખેતી શરૂ થઇ છે. તો બોરનિયો ફોરેસ્ટની દર વરસે 1.3 મિલિયન હેક્ટર જમીન પરથી જંગલ સાફ કરી પામની ખેતી થઇ રહી છે. ઇન્ડોનેશીયામાં 1985માં 6,00,000 હેક્ટર જમીન ઉપર પામની રોપણી થઇ હતી તે 2007માં વધી 6 મિલિયન હેક્ટર પર પામના વૃક્ષો જોવા મળતાં હતાં. 2017 સુધીમાં આ વિસ્તારમાં વધારો થઇ 11.7 મિલિયન હેક્ટર થઇ ગયો છે. વિશ્વની પામ ઓઇલની કુલ જરૂરીયાતના 51 ટકા પામ ઓઇલનું ઉત્પાદન ઇન્ડોનેશીયામાં થાય છે. 2.64 મિલિયન હેક્ટર જમીન ઉપર સર્ટિફાઇડ પામની ખેતી થાય છે. જ્યારે 3,04,184 હેક્ટર જમીન ઉપર નાના ખેડૂતો પામની ખેતી કરે છે.
તેલનું ઉત્પાદન
ઇન્ડોનેશીયામાં 2017માં 38.17 મિલિયન ટન ક્રુડ પામ ઓઇલનું ઉત્પાદન થયું હતું. જો કે પામ કર્નલ ઓઇલનું ઉત્પાદન 3.05 મિલિયન ટને પહોચ્યું છે. 2017ના વર્ષમાં કુલ પામ ઓઇલનું ઉત્પાદન 41. 98 મિલિયન ટને પહોચ્યું છે, જે 2016ના વર્ષ કરતાં 18 ટકા વધુ છે.
ભારતે આયાત ડ્યુટી વધારી
ભારત સરકારે પામ ઓઈલ પર ફરીથી ઈમ્પોર્ટ ડયુટી વધારી દીધી છે. તેથી ગુજરાતમાં હવે પામની ખેતી વધશે અને જંગલોનો વિનાશ કરશે. હોળીના એક દિવસ પહેલાં લીધેલા નિર્ણયમાં ક્રુડ પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડયુટી 30 ટકાથી વધારીને 44 ટકા કરી દેવામાં આવી છે. ખાદ્ય તેલમાં સૌથી વધુ આયાત પામ ઓઈલની થાય છે.
80 વખત તળી શકાય
મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયે નવી જાત શોધી છે. તાડના તેલ પામ ઓઈલ અને રૂટેસી નામની જડી બૂટીના રસથી બનતા આ તેલ ને એએફ્ડીએચએલ કુકિંગ ઓઈલનાનામ આપ્યું છે. જેને એક વારની માત્રામાં 80 વાર સુધી તળીને ભોજન રાંધે શકાય છે. એંટીઓક્સીડેંટથી ભરપૂર એંટીબેક્ટીરિયલ તેલ છે. તેલ દિલના રોગો અને કેંસરના ખતરાને પણ ઘટાડતા સિદ્ધ થયું છે. તેલથી તળેલા ભોજનની માત્રાને બીજા તેલોની અપેક્ષા 85 ટકા ઓછા કરે છે. આથી દિલન રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે.