અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સંલગ્ન અમદાવાદની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૨-૦૮-૨૦૧૮ રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૦૦ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ આધારે કાર્યક્રમ રજૂ થશે.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથી તરીકે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સંલગ્ન ૨૦૦ સંસ્થાઓના આશરે ૩૫૦ તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત થશે તથા આ સંસ્થાઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજુ થશે. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦૦ જેટલા વિધાર્થીઓ, વાલીઓ, વિવિધ સંસ્થાના શિક્ષકોઅને સંચાલકો હાજરી આપશે.
આ કાર્યક્રમની વધુુ વિગતોો માટે હેમાંગ રાવલ અન રમેશ વોરાનોો 9979737880, 9879541885 સંપર્ક થઈ શકે છે.