પાર્ટસ ક્યાંથી લાવ્યા અને રાઈડ એસેમ્બલ કોણે કરી તેની માહિતી નથી

અમદાવાદના કાંકરીયામાં ડીસ્કવર રાઈડના અકસ્માત બાદ હવે આ રાઈડ એસેમ્બલ હોવાની વાત સામે આવી છે. વિદેશથી પાર્ટસ મંગાવીને રાઈડને એસેમ્બલ કરવામાં આવી હોવાની જાણકારી તો કોર્પોરેશન અને પોલીસને મળી છે, પરંતુ પાર્ટસ ક્યાંથી લવાયા અને કોણે એસેમ્બલ કરી તેની કોઈ માહિતી સરકારી તંત્ર પાસે નથી. પોલીસને આ માહિતી તપાસ માટે જરૂરી છે અને આ વિગતો એકઠી કરવા આરોપીઓના ઘર તેમજ ઓફિસ ખાતે સર્ચ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.