પાલનપુરના ખોડલા ગામનો જવાન ત્રિરંગામાં લપેટાઈને આવ્યો

પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતાં પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા શહીદ થયા છે. તેઓના નશ્વર દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો. અહીં શહીદ જવાનનાં અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.પાલનપુરના ખોડલા ગામે શહીદ જવાન સરદારભાઈ બોકાનો નશ્વર દેહ ગામમાં આવતાં જ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. નશ્વર દેહ જોઈએને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. શહીદ જવાનનાં અંતિમ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને ત્રિરંગામાં લપેટાયેલાં શહીદને ત્યાં હાજર સૌ કોઈએ સલામી આપી હતી.