[:gj]ઈરાકના યુદ્ધથી ભારતમાં પેટ્રોલનો ભાવ અને મોંઘવાની ફાટી નિકળશે [:]

[:gj]અમેરિકાએ હુમલો કર્યા બાદ ઇરાન સાથે વધેલ તણાવ વચ્ચે પેટ્રોલ – તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડોલર પ્રતિ બેલર સુધીનો વધારો થયો છે. શુક્રવારે  70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો.

ભારત માટે ખરાબ સમાચાર એ છે કે રૂપિયો નીચે આવી ગયો છે. ડોલરના મુકાબલે 44 પૈસા નબળો પડ્યો છે.  71.81 પ્રતિ ડોલર પર બંધ થયો. કાચા તેલની કિંમતમાં ઉછાળાથી ભારતમાં પેટ્રોલ મોંઘુ થઈ શકે છે. એક તો ભારતમાં ભયંકર મંદી અને આર્થિક સુસ્તી છે. ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા માટે હવે સારા દિવસો નથી. જલદી યુદ્ધ સમાપ્ત થઈ જાય એવું લોકો ઈચ્છી રહ્યાં છે.

મિડિલ ઇસ્ટમાં યુદ્ધનો માહોલ ઊભો થતાં ભારત માટે મોટો પડકાર એ છે કે, પેટ્રોલ ડિઝલમાં વધારો થશે. ભારતને સૌથી મોટી મુશ્કેલી તો તેલ મળવાનું બંધ થઈ શકે છે. રિલાયંસ એસ્સાર રિફાઈનરી માટે સૌથી મોટો પડકાર ઊભો છે.  પ્રથમ- તેલનો ભાવ વધી જશે અને બીજો તેલનો માલ બંધ થશે. ભારતમાં બે ગણી ઝડપથી મોંઘવારી વધશે.

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના નવા બજેટમાં આથી વેરા વધારવા પડશે. પેટ્રોલનો ભાવ વધતાં સરકારની આવક વધશે અને પ્રજાની આવક વપરાશે. તેથી ગરીબી વધશે અને લોકો પોતાના ખર્ચ પર અંકૂશ લાવશે. સરકાર દ્વારા પ્રજા માટે વપરાતાં નાણા પર કાપ મૂકીને વિકાસ ઓછો કરવો પડી શકે છે.

ઈરાનમાં સૌથી વધુ તેલનું ઉત્પાદન દરરોજ 4.7 મિલિયન બેરલ તેલનું કરે છે. સાઉદી અરબ, કુવૈત અને ઇરાન મળી રોજ 15 મિલિયન તેલનું ઉત્પાદન કરે છે. ભારતનું સારું એવું તેલ અહીંથી આવે છે.

ભારત સંબંધો વિકસાવવામાં નિષ્ફળ રહ્યું છે.

યુદ્ધ હુમલા પહેલાં શું થયું હતું

ભાવને ટેકો આપવા ધરખમ ઉત્પાદન કાપ મુકવો આવશ્યક છે. સાઉદી અરેબિયા, કુવેત અને અંગોલા જેવા દેશોએ પોતાના હિસ્સા કરતા વધુ ઉત્પાદન કાપ મુક્યો છે. જ્યારે રશિયા અને ઈરાક કરાર કરતા ક્યાય વધુ ઉત્પાદન કરે છે. રશિયા અને અન્ય નોન ઓપેક દેશો શુક્રવારે વિયેના બેઠકમાં જોડાશે.

તાજેતરમાં રશિયન ઓઈલ કંપની લુકોઈલનાં સીઈઓએ કહ્યું હતું કે માર્ચ ૨૦૨૦ પછીથી ઉત્પાદન કાપ મુકવાની હાલમાં કોઈ જરૂર નથી. આનો અર્થ જ એ થાય કે વિયેના મીટીંગમાં રશિયા વાઈલ્ડ કાર્ડ ઉતારશે. સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચેની મૈત્રી એ કઈ ક્રુડ ઓઇલના ભાવ પુરતી ટૂંકાગાળાની નથી, પણ વ્લાદિમીર પુતીને તૈયાર કરેલા વ્યુહાત્મક સંબંધો પર આધારિત છે.

રશિયાની કેટલીક કંપનીઓ તો એવું માને છે કે ઉત્પાદન કાપ મુકવાથી પ્રર્તીસ્પર્ધી દેશોને સસ્તા ભાવે ઓઈલ વેચવાનો લાભ મળી જશે. અલબત્ત, રશિયાએ છેલ્લા ૧૧માંથી ૮ મહિના દરમિયાન સ્વીકૃત મર્યાદા કરતા વધુ ઉત્પાદન કર્યું હતું.

અમેરિકન ઓઈલ સપ્લાય એ ૨૦૨૦મા ક્રુડ ઓઈલ બજારનો મુખ્ય ચિંતાનો વિષય હશે. ઉત્પાદન અને ભાવની આગાહી કરવામાં વ્યાપક મુશ્કેલી એ છે કે એક તરફ વિશ્વના અર્થતંત્રો ધીમા પડ્યા છે.

ચીન અને અમેરિકા વચ્ચેની સતત ચાલતી ટ્રેડ વોરને કારણે ઓઈલ એજન્સીઓ એવું માનતી થઇ ગઈ છે કે આવતા વર્ષે માંગ વૃદ્ધિના અનુમાનો, નિશ્ચિતપણે ઘટાડવા પડશે. સપ્લાય વૃદ્ધિ સામે વપરાશ નબળાઈ જોઇને ઓપેક પોતે કહે છે કે બજાર અત્યારે ખુબજ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને તે માંગને વધુ નબળી પાડશે.

રોકાણકારો અત્યારે વિયેના બેઠક પર નજર માંડીને બેઠા છે, જ્યાં ઓપેક અને અન્ય દેશો જુન ૨૦૨૦ સુધી દૈનિક ૪ લાખ બેરલનો ઉત્પાફ્ન કાપ મુકીને વર્તમાન કાપને દૈનિક ૧૬ લાખ બેરલ સુધી લઇ જવા સહમત થાય છે કે નહિ. ઓપેક જૂથે અત્યારે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૦ સુધી ૧૨ લાખ બેરલનો ઉત્પાદન કાપ સ્વીકાર્યો છે.

આ વર્ષાંત સુધીમાં ચીન અમેરિકા વચ્ચે ટ્રેડ વોરનું સમાધાન થઇ જશે, એવા આશાવાદ વચ્ચે નવેમ્બરમાં ક્રુડ ઓઇલના ભાવ વધ્યા હતા. પણ તાજા સમાચાર મુજબ આવું સમાધાન હાથવગુ નહિ હોવાનું મનાતા ભાવ ફરીથી નકારાત્મક ઝોનમાં જવા લાગ્યા છે. હાલમાં બ્રેન્ટ અને ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઇલના ભાવ વાજબી સ્તરે અનુક્રમે સરેરાશ ૬૦ અને પંચાવન ડોલર આસપાસ મુકાઈ રહ્યા છે.[:]