પાલનપુર, તા.18
ત્રણબતી વિસ્તારમાં ગુરૂવારે મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો. અધુરામાં પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો. જે બાબતે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ નાથાભાઇ પરમાર ગુરૂવારે શહેરના તિનબત્તી વિસ્તારમાં જૂના મીટરની જગ્યાએ ડીસ્પ્લેવાળા મીટર રિપ્લેસમેન્ટના કામ અર્થે ગયા હતા.તે સમયે નિલેશ મોદીના ઘરે પહોચતા દારૂ પીધેલી હાલતમાં નિલેશ મોદીએ વીજ કર્મીને લાકડી લઇ આવી વિજકર્મી સેધાભાઈને લાકડી વડે મારમારી જાતિ અપમાનીત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.