પાલનપુર, તા.૨૩
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એક સમયે ઉત્તર ગુજરાતમાં સારી ગણાતી હોસ્પિટલ આજે છેલ્લાં કેટલાક સમયથી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગઇકાલે જ કૂશકલ ગામનાં રાહુલ ઠાકોરના અકસ્માતની દર્દનાક વાત સામને આવી હતી, રાત્રે આઠેક વાગે પ્રદીપકાકા સીવીલમાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માતના સમાચાર મળ્યા. ત્યાં જોવા માટે ગયેલ તેમને જોયા પછી લાગ્યું (પહેલાની સીવીલ હોસ્પિટલ જે ખરેખર હવે રહી જ નથી) આટલી મોટી બેદરકારી જાણવા મળી.
શંકર ચૌધરીના આ ટ્રસ્ટની હોસ્પિટલમાં લોકો પરેશાન છે. પહેલા સરકારી હોસ્પિટલ હતી અને જ્યારથી 1 રૂપિયામાં સરકાર પાસેથી શંકર ચૌધરીએ હોસ્પિટલ પડાવી લીધા પછી ડોક્ટર બેદરકાર બન્યા છે. ગરીબ લોકોને લૂંટીને ખોટી રીતે સારવાર આપે છે. આ અકસ્માત શનિવારે થયો હતો અને દર્દીને તે જ દિવસે સીવીલમાં લવાયો હતો, હોસ્પિટલના ડોક્ટરોએ ફ્રેકચરની તાકીદની સારવાર આપવાના બદલે માત્ર પાટાપીંડી કરી સુવાડી રાખ્યો હતો. બીજીબાજુ તેની તકલીફ અલગ હતી.
ભણવામાં હોશિયાર ગરીબ ઘરનાં આ છોકરાને સોમવારે કુલદીપ પટેલના શુભમ ખાનગી દવાખાનામાં ખસેડી હરેશભાઇ ચૌધરીનું ધ્યાન દોર્યું, હરેશભાઇ ત્યાં દોડી જઇ ત્યાં તેને મફત સારવાર થાય તે માટેમાં કાર્ડ વગેરેની સુવિધા હોસ્પિટલમાં કરી આપી હતી.
સુવિધાઓ સિવિલ દ્વારા ના થઇ શકે ?
શું સિવિલના કર્મચારીઓ, ટ્રસ્ટીઓની માનવતા મરી પરવારી છે? અવારનવાર આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. સરકારે જે શરતો આધીન ખાનગીકરણ કરી આપેલ છે, તેનું વારંવાર શરત ભંગ થયેલું જોવા મળે છે, તો તાકીદે સીવીલની આ બેદરકારીની તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી થાય, કડક પગલાં લેવાય તેવી અમે માંગ કરીયે છીએ.