પાસ-કોંગ્રેસની બેઠક સંપન્ન વિધાનસભાનામાં બિલ પર ચર્ચા થશે

પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલ અને વિપક્ષી નેતા કોંગ્રેસ વચ્ચે દોઢ કલાક ચાલેલી ખુલ્લી ચર્ચાના અંતે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. કે રાજ્ય સરકારે વિશેષ સત્ર બોલાવી અથવા નવા સત્ર દરમિયાન draw system સાઈડમાં કરીને પણ અનામત અંગે ચર્ચા કરીને બિલ પસાર કરવું જોઈએ .આજે કોંગ્રેસે પાસ ના સમર્થનમાં જે ચર્ચા કરી તેનાથી અમને પરિણામ મળવાની આશા બંધાઈ હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું .
આ તબક્કે સર્વે કરવાની માંગ સાથે તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ OBC પંચને સર્વે કરવા માટે વિનંતી પત્ર લખે તેવી માંગ પણ કરી હતી.અને સરકાર પણ આ મુદ્દે ઝડપથી નિર્ણય કરે તેવી અપીલ કરી હતી. આ અંગે વધુ માહીતી આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજની ચર્ચામાં અમે આશા રાખીએ છીએ કે નવા સત્ર દરમિયાન બિન અનામત વર્ગના તમામ સમાજ માટે
OBC પંચ દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે.
ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં બેરોજગારો વધી રહ્યા છે શિક્ષણ નું વ્યાપારિકરણ કરવાના કારણે લોકો શિક્ષણથી વંચિત રહે છે. એટલું જ નહીં સરકારી ભરતીઓ માં છાશવારે પેપર ફૂટવાની ઘટનાઓ ભાજપના સાશનમાં વધી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વિપક્ષી નેતા પરેશ ધાનાણી ના આમંત્રણથી આજની બેઠકમાં તમામ મુદ્દા અને પાસાઓની તલસ્પર્શી ચર્ચા ખુલ્લા મને કરી છે.
અને અમે જે આશા એ અહીંયા આવ્યા હતા તે ખરા અર્થમાં સફળ નીવડશે અને કોંગ્રેસ પક્ષ જલ્દીથી આ મુદ્દાનું નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત 18% પાટીદાર સમાજ છે જ્યારે 9 ટકા રાજપૂત સમાજ છે ત્યારે તાજેતરમાં જ રાજપૂત સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પણ અનામતની માંગ કરવામાં આવી હતી. ત્યારે સરકારને વિનંતી કરું છું કે સર્વે કર્યા બાદ તેના આધારે તમે અનામતની ટકાવારી નક્કી કરો તેવી અપીલ પણ કરી હતી .
તો બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ ચર્ચાના અંતે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મુદ્દો ગત 11 ફેબ્રુઆરી 2016ના રોજ એક સ્થાનિક ધારાસભ્ય તરીકે મેં વ્યક્તિગત ખાનગી બિલ ગૃહ સમક્ષ દાખલ કર્યું હતું જેમાં બિન અનામત વર્ગ ને શિક્ષણ અને રોજગારીની તકો મળે તે હેતુથી માંગ કરતો પાયો નાખી 15 ટકા અનામતની માંગ કરી હોવાનું હોવાનું જણાવ્યું હતું. જોકે કોંગ્રેસ હાઈ કમાન્ડે 20 ટકા અનામતની માંગ કરતુ નવું સુધારા બિલ ફરીથી 18 ફેબ્રુઆરી 2016 ના રોજ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ફરીથી રજૂ કર્યું હોવાનું સ્વીકાર કર્યો હતો. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જે સમાજને અધિકારો મળ્યા છે તે સમાજને સુરક્ષિત રાખીને બિન અનામત વર્ગ માટેની માંગ કરી હોવાનું જણાવ્યું હતું .એટલું જ નહીં સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે પાંચ લોકોની એક સમિતિ ની રચના કરવામાં આવે અને 60 દિવસની અંદર નિયુક્ત પંચ કે કમિટી સમાજનો મૂલ્યાંકન કરી તેનો રિપોર્ટ સરકારને સુપ્રત કરે અને સરકાર પ્રથમ વિધાનસભા આ અહેવાલ રજૂ કરી ચર્ચા કરે અને સર્વાનુમતે 20 ટકા આરક્ષણ પૂરું પાડે તેવી અપીલ પણ કરી હતી.
તો બીજી તરફ ભાજપ ની સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે 9 મે 2016ના રોજ ચર્ચામાં આવેલું બિલ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બિલ નો પ્રત્યુત્તર આપતા વિપક્ષના બિલ્લો સ્વીકાર કર્યો ન હોવાનું પણ એકરાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષે અનામત અંગે વિધાનસભામાં કરેલી કાર્યવાહીની વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કાયદાની કોર્ટમાં ટકી શકે તેવી માંગનો પડઘો પાડવા માટે 6 માર્ચ 2018 ના રોજ અમિતભાઈ ચાવડા એ વિધાન શાખાની મંજૂરી બાદ બિલ દાખલ કરવામાં આવ્યું છે .ત્યારે ખાનગી મેમ્બર્સ બિલ નો ડ્રો થાય નહીં અને તેને ચર્ચા માટે અગ્રતા આપવા માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશે તેમ જણાવ્યું હતું .સાથે સાથે તેવી હૈયાધારણા આપી હતી કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલા બિલનો ડ્રો વિના વિશેષ સત્ર બોલાવીને રાજ્ય સરકાર વિપક્ષ સાથે ચર્ચા કરે તેવી અપીલ પણ કરી હતી .આમ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ અને તેની ટીમે વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ના બંગલે વિચાર વિમર્શ કર્યા હતા અને અંતમાં પરેશ ધાનાણીએ આમંત્રિત પાસ કન્વીનરોને હર્ષભેર ભોજન કરાવીને જ તમામ ને રામ રામ કર્યા હતા.