પિતા-પુત્ર જુગાર રમાડતાં પોકર ટેબલ, 10 ખુરશી, પત્તા, કોઈન, દારૂ મળ્યા

અમદાવાદ : નવરંગપુરા મીઠાખળી સર્કલ પાસે આવેલી રશ્મિ સોસાયટીના એક બંગલામાં પટેલ પરિવાર પોકર રમાડતા હોવાની બાતમીના આધારે રાતે પોણા ત્રણ વાગે પોલીસે રેડ કરી હતી. પોકરનું ટેબલ અને ખુરશીઓ ખાલી મળી હતી. પોલીસે પોકર રમવા માટેના કોઈન અને પત્તાનો પણ નાશ કર્યો હતો.

બંગલામાંથી પોલીસે સ્કોચ વ્હીસ્કીની એક બોટલ શોધી કાઢી છે. દારૂની બોટલ મળતા નવરંગપુરા પોલીસે બંગલામાં રહેતા પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.  

નવરંગપુરા પોલીસ સ્ટેશન મીઠાખળી સર્કલ પાસે આવેલી રશ્મિ સોસાયટીના બંગલા નંબર 6-એમાં દારૂની બોટલ પડી છે. જેથી પોલીસની ટીમ બંગલા ઉપર રેડ પાડવા દોડી ગઈ હતી. બંગલામાં પહેલા માળે પહોંચેલી પોલીસને સર્ચ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની એક શીલબંધ બોટલ મળી આવે છે. બંગલામાં હાજર પરમ દર્શનભાઈ પટેલ (ઉ.29) અને દર્શનભાઈ પરષોત્તમભાઈ પટેલ (ઉ.58)ની વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી બંનેના મોબાઈલ ફોન કબ્જે લઈ ધરપકડ કરે છે. દારૂની રેડ દરમિયાન એક રૂમમાંથી પોલીસને પોકર ટેબલ અને તેના ફરતે 10 ખાલી ખુરશીઓ, પત્તા અને જુગાર રમવા માટેના કોઈન મળે છે.