પુતળા સળગાવવાનું ગુજરાતમાં રાજકારણ

રોષ-આક્રોશ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં મહાકાય પુતળાઓનું દહન કરવાની પરંપરા ગુજરાતમાં રહી છે. પણ હવે રાજકીય પક્ષો અને સામાન્ય જનતા પોતાના હેતુ પાર પાડવા માટે સામા પક્ષના પુતળા દહન કરે  છે. પહેલા રાવણના પુતળા સળગતા હવે વિરોધીઓના પુતળા સળગી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધું પુતળામાં સળગવાનો વિક્રમ અમિત શાહ પાસે આજે પણ અકબંધ છે. તેમના પુતળા કોંગ્રેસ અને પાસ દ્વારા સૌથી વધું ફૂંકી મારવામાં આવ્યા છે. ત્યાર બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, વિરજી ઠુમર, શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદી આગળ છે. આમ પુતળા બાળીને વિરોધ કરવાની રાજનીતિ અને સમાજ નીતિ જોવા મળી રહી છે. લોકો પોતાનો રોષ વ્યક્ત કરવા માટે પુતળા બાળે છે. જેમાં મોંઘવારી અને પોલીસ દમન વિષય પર સૌથી વધું પુતળા સળગતાં જોવા મળે છે. જોકે હમણાં ગાંધીજીના પુતળાને ગોળી મારતાં હોય એવા હિન્દુ વિચાધારાના લોકો જોવા મળ્યા હતા. આમ ગુજરાતમાં પુતળા ફૂંકી મારવાનું એક અનોખું રાજકારણ ખેલવામાં આવે છે. અહીં પુતળાનું રાજકારણ આપવામાં આવ્યું છે. જોકે, ગુજરાતમાં જે રીતે ખેડૂતોના જે રીતે આંદોલનો થયા છે તે જોતા તો કૃષિ પ્રધાન આર સી ફળદુના સૌથી વધું પુતળા સળગવા જોઈતા હતા પણ તેમ જોવા મળતું નથી. જે શાંત હોય છે તે પુતળા સળગવામાં બચી જાય છે.

આશા પટેલનું પૂતળું બાળ્યું

આશા પટેલનું પૂતળા દહન

ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપતાં પુતળા સળગાવાની 3 ફેબ્રુઆરી 2019ની છેલ્લી ઘટના હતી. જેમાં 12 લોકો સામે થઇ ફરિયાદ થઈ હતી. તેના સમર્થકોમાં ભારે વિરોધ થયો અને તેઓ પોતાના નેતાના પુતળા સઘલાવવા નિકળી પડ્યા હતા. આશાબેન પટેલ કાર્યલાયમાં તોડફોળ કરવામાં આવી હતી. ઊંઝામાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આશા પટેલના નિવાસ સ્થાન અને કચેરીએ પોલીસ રક્ષણ આપવું પડ્યું હતું. ધારાસભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયને લોકો સાથેના વિશ્વાસઘાત ગણાવ્યો હતો. આગામી સમયમાં આવા પક્ષપલટો કરનારા લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

ક્યારે કોનું પૂતળું પૂતળું  સળગાવાયું તે હમણાના સમયમાં બનેલી કેટલીક ઘટનાઓ જોવા જેવી છે.

વિજય રૂપાણીના પૂતળા દહન

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને મંત્રી કુંવરજી બાવાળીયાના ઘર સામે શ્રમ યોજનાના કર્મચારીઓ ઘસી ગયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર મૂકીને મોદીના મોહરા વાળા મોંઘવારીના રાવણના પુતળાનું દહન કર્યું હતું. પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી હતી.

બનાસકાંઠાના દાંતીવાડામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુતળાનું 3 ડિસેમ્બર 2018માં દહન કરીને પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસે દેખાવો કર્યા હતા.

વિજય રુપાણીના પુતળાનું ઓપરેશન

29 જૂન 2018માં રાજકોટમાં ધરણાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુતળાનું ઓપરેશન કર્યું હતું. તેઓએ જયારે મુખ્યમંત્રીના આ પુતળાનું દહન કર્યું ત્યારે તેના પેટમાંથી ખાધેલી 3500 કરોડની ધૂળવાળી મગફળી નીકળી હતી.

ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પુતળા દહન કાર્યક્રમ 26 ઓગસ્ટ 2017માં યોજાયો હતો.

ભાજપે ભાજપે રૂપાણીનું પૂતળું ગળગાવ્યું

અમરેલી એમ્યુઝમેન્ટ પાર્કનાં ખાત મુહૂર્ત વખતે ભાજપના નેતા દિલીપ સંઘાણીને મંચ પરથી ઉતારી દેવાતાં વિજય રૂપાણીનો વિરોધ ઠેક-ઠેકાણે થયો હતો. પણ 22 ફેબ્રુઆરી 2014માં વિજય રૂપાણીના પૂતળાં દહન ભાજપના જ લોકોએ કર્યો હતો. દિલીપ સંઘાણીને રાજકોટના કાર્યક્રમમાં સ્ટેજ પર ચડવા ન દેવાતા ઉભા થયેલા વિવાદને પગલે ભાજપમાં ભડકો થયો હતો.  સંઘાણી જુથના પાલિકા પ્રમુખે વિજય રૂપાણીના પુતળાનું દહન કર્યું હતું. તો ચલાલામાં પણ ભાજપના કેટલાક કાર્યકરોએ વિજય રૂપાણીના પુતળાનું દહન કર્યું હતું.

ભાવનગર

ભાવનગરમાં પાટીદારોએ વિજય રૂપાણી અને અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ લોલીપોપ પીપરમેંચ આપીને 9 ઓગસ્ટ 2016માં યોજ્યો હતો.

વડોદરા

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતાં રાજુલા સહિત અનેક સ્થળે કોંગ્રેસ દ્વારા 3 ડિસેમ્બર 2018ના દિવસે રૂપાણીના પુતળા દહન કરાયું હતું.

રાહુલ ગાંધી

સુરતના વરાછામાં રાહુલ ગાંધીનું પુતળા દહન કરાયું હતું.

વિરજી ઠુંમરના પુતળા સળગાવાયા

ગુજરાતના રાજકારણમાં સરકારમાં જે પક્ષ હોય તે પક્ષ સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા ન બગડે અને એક સંયમી રાજનીતિ કરવા પુતળા સઘલાગતા ન હતા. પણ જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી કોંગ્રેસના નેતાઓના પૂતળા સળગાવવા તે સામાન્ય બાબત ભાજપની તમામ સરકારોમાં બની ગઈ છે. 28 મે 2018માં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય વિરજી ઠુંમરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ઉપર માતૃત્વ અંગે ગંદી ટિપ્પણી કરતાં ભાજપે સમગ્ર ગુજરાતમાં 200થી વધું સ્થળોએ પૂતળા સળગાવ્યા હતા. ઠુમરના ઘરે ધસી જઈને ઘમાલ કરી હતી. પણ વાઘાણીએ જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ધાવણ લજવે એવા ઉચ્ચાર કર્યા ત્યારે કોંગ્રેસ પૂતળા નહોતા સળગાવ્યા. વિરજી ઠુંમર કરતાં આ ઘટના ગંભીર હતી અને તેથી જીતેન્દ્ર વાઘાણીએ જાહેરમાં માફી માંગવી પડી હતી. અગાઉ પણ વાઘાણીએ પાટીદાર સમાજને પીઠ્ઠુ કહેતાં વિવાદ થયો હતો.

સુરત

સુરતના કતારગામમાં ભાજપના નેતાઓના પુતળા દહન કરાયા હતા.

ભાજપના ભાજપે પૂતળા બાળ્યા

2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુતળા ભાજપના જ કાર્યકરોએ સળગાવ્યા હતા.

અરુણ જેટલી પણ બાકાત નહીં

કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીની જીએસટી અને નોટબંધી નિષ્ફળતા માટે પુતળા દહન સુરતમાં કરાયું હતું.

વડોદરા

2016માં વડોદરા મહાનગર પાલિકાની 143 જુનિયર ક્લાર્કની ભરતીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે 6 ડિસેમ્બર 2018માં NSUI દ્વારા ભ્રષ્ટાચારના પુતળા દહન કરવામાં આવ્યું હતું. 10 કાર્યકરોની અટકાયત કરી હતી. તમામ ઉમેદવાર સૌરાષ્ટ્ર તરફના જ પાસ થયા હોવાથી ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો.

પેટ્રોલિયમ પ્રધાનના પુતળા પર પેટ્રોલ

29 જુન 2018માં ગુજરાત બંધ જાહેર કરીને ભાજપના કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુતળાનું દહન રાજકોટમાં કરાયું હતું.

સોઝ સામે રોષ

પોરબંદરમાં સૈફિદ્દીન સોઝે સરકાર પટેલ પર ટીપ્પણી કરતાં ભાજપે પુતળા દહન કર્યું હતું.

રેશ્મા અને વરુણના પુતળા દહન

રેશમા અને વરૂણ પટેલના પૂતળા દહન

મોરબી અને ખરેડામાં પાટીદાર સમાજના ગદારોના પુતળા દહન 22 ઓક્ટોબર 2017માં કરવામાં આવ્યા હતા. પાસ સમિતિના કન્વીનરો વરુણ પટેલ અને રેશમા પટેલ બંને અચાનક ભાજપમાં જોડાતા પાટીદાર સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોદ્ધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વરુણ પટેલ અને રેશમા પટેલના અનેક સ્થળે ગુજરાતમાં પુતળા દહન કરવામાં આવ્યા હતા. ગાદ્દારો હાય હાયના નારા લાગાવાવ્માં આવ્યા.

નરેન્દ્ર મોદી

ગાંડા વિકાસ ના પુતળા નું દહન.

અંકલેશ્વર યુવા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીના પુતળા – ગાંડા વિકાસ – દહન કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.

મોંઘવારીનો રાક્ષસ

29 ઑક્ટો, 2018 – 6 વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ દશેરાના દિવસે મોંઘવારીના રાક્ષસને માટે પૂતળા દહન ભાજપ કાર્યાલય સામે કર્યું હતું જે મામલે કોંગ્રેસી કાર્યક્રરો સામે ફરીયાદ નોંધાઇ હતી આ મામલે આજે

20 હજાર કરોડના કૌભાંડનું પૂતળું

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (જીએસપીસી)માં થયેલા રૂ.19700 કરોડના કૌભાંડની તપાસની માંગ સાથે વડોદરામાં કોંગ્રેસે 30 એપ્રિલ 2016માં નરેન્દ્ર મોદીનું પૂતળું બાળી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું. પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. આ કૌભાંડ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માનીતા અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું છે.

સોનીયા ગાંધી પર અભદ્ર ટીપણી

સોનિયા ગાંધીને જયપુરની રેલીમાં વિધવા અંગે ટીપ્પણી કરતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડિયો વાયરલ થતાં 11 ડિસેમ્બર 2018માં અમદાવાદ, સુરત, ભરૂચમાં વિરોધ કરીને કોંગ્રેસ કાર્યકરોએ પૂતળું ફૂંકી માર્યું હતું. ભરૂચમાં કોંગી કાર્યકરોએ હાથમાં બંગડીઓ લઇ અને PM મોદીનું પૂતળા દહન કરી ચક્કાજામ કર્યો હતો.

કોંગ્રેસ પ્રમુખ પણ

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા દશેરાના દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન 11 ઓક્ટોબર 2011માં કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખની પોલીસે ધરપકડ કરી હતી. ભાજપ દ્વારા અવારનવાર પ્રધાનમંત્રી અને સોનિયા ગાંધીનાં પૂતળાં બાળવામાં આવે છે. છતાં કોંગ્રેસે ક્યારેય ફરિયાદ નોંધાવી નથી. પણ ભાજપની ડંખીલી સરકરે દરેક ઘટનામાં રાજકીય લોકો ઉપર ફરિયાદ કરી છે.

નોટબંધીનો રાક્ષસ

રૂપિયા 500 અને 1000ની નોટબંધીનો રાક્ષસ ગણીને 20 જુલાઈ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા દહન કોંગ્રેસ દ્વારા વડોદરામાં કરાયું હતું.

દિનુમામાનું પૂતળું સળગ્યું

પાદરાના મહી કાંઠાના ચોકારી, વડુ અને ડબકા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કાર કરીને ભાજપના દિનુમામાના ચૂંટણી પ્રચારનો ભારે વિરોધ કરીને 26 નવેમ્બર 2017માં પુતળાનું દહન કર્યું હતું.

કૃષિ પ્રધાન ફળદુનું પૂતળું ગળગ્યું

સૌરાષ્ટ્રના તમામ 22 માર્કેટિંગ યાર્ડમાં હડતાળ વખતે 2 નવેમ્બર 2018માં જે બીજો દિવસ છે. ભાવાંતરને લઈને રાજકોટમાં ખેડૂતોનો આક્રોશ કૃષિ પ્રધાન આર.સી ફળદુના પુતળાનું દહન સુધી પહોંચ્યો હતો.

અમિત શાહ

અમિત શાહ, મોદી સહિતના નેતાઓના રાવણ દહન આભાર સહ hindustantimes.com

રાહુલ ગાંધી પર હુમલો

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે 5 ઓગસ્ટ 2017માં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર હુમલો કરી ધાનેરામાં પથ્થર ફેંકાયો હતો. રાહુલની કારનો કાચ તૂટી ગયો હતો. જેમાં રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ટાયરો સળગાવવા અને અમિત શાહના પુતળા સળગાવવાની ઘટનાઓ બની હતી.

અમદાવાદમાં શાહનું પૂતળું ફૂંકાયું

અમદાવાદના રાણીપ વિસ્તારમાં પાટીદારોએ હાર્દિકના સીડીકાંડ માટે અમિત શાહને જવાબદાર ઠેરવી ભાજપના પ્રમુખ અમિત શાહના પુતળા દહન કર્યું હતું.  શાહની વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો.

મોરબીમાં શાહનું પૂતળું સળગ્યું

ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં પરાજય નજર સમક્ષ દેખાય જતાં કોંગ્રેસના ધારાસભ્યઓના બેંગ્લોર સ્થિત નિવાસસ્થાન Eagleton Golf Resort ઉપર તેના માલિક અને રાજ્યના ઊર્જા મંત્રી  ડી કે શિવકુમારના નામે ભારત સરકારના ઇન્કમટેક્ષ વિભાગે અમિત શાહના ઈશારે દરોડા પાડતા ગુજરાતના ધારાસભ્યઓને ધાકધમકીનું એક વરવું પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં 3 ઓગસ્ટ 2017માં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા નહેરુ ગેઈટ ખાતે  અમીત શાહનાં પૂતળું દહન કર્યું હતું.

ગાંધીજી પર અમિત શાહે ટિપ્પણી કરતા પૂતળું સળગ્યું

ગાંધીજી અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહની ટિપ્પણીથી થયેલા વિવાદથી રોષે ભરાયેલા કાર્યકરોએ અમિત શાહનું પુતળાનું દહન 12 જૂન 2017માં કર્યું હતું.

અમિત શાહના 50 સ્થળે પુતળા સળગ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 33 જિલ્લા મથકો અને 8 મહાનગરો ખાતે સુત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધી પર કરાયેલા પથ્થર મારાને વખોડી કાઢીને અમિત શાહના પુતળાને, ભાજપ પક્ષના અને ગુજરાત સરકારના વિવિધ શહેરોમાં પુતળા બાળીને 6 ઓગસ્ટ 2017માં 50થી વધું સ્થળે રોષ વ્યકત કર્યો હતો.

કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ

મહેસાણામાં કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહના પુતળા દહન કાર્યક્રમ રાજ્ય ભરમાં યોજાયો હતો.

ભાવનગરમાં આનંદીબેન પણ ખરા

ભાવનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુતળા દહન કરીને લોલીપોપ પીપરમીંટ આપવામાં આવી હતી.

આનંદીબેન પણ બાકાત નહીં

અનામતની માગ સાથે મોરબાની રાજપરમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારિયા અને ધારાસભ્ય બાવજીભાઇ મેતલીયાનાં પુતળાના પુતળાનું દહન કરાયું હતું. રેલી કાઢી રાજપરમાં રાજકારણીઓને મત માટે પ્રવેશવા નહી’ દેવા નિર્ણય જાહેર કરાયો હતો. પછી આનંદીબેને રાજીનામું આપી દેવું પડ્યું હતું. પોલીસ નિર્દોષ પાટીદારોને માર-મારી દમન ગુજારતી હોવાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો.

શિવરાજનું પૂતળું ફૂંકાયું

વલસાડજિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સીંગ ચૌહાણના પુતળાનું દહન 12 જૂન 2017માં કરાયું હતું.

બળાત્કારીનું પૂતળું સળગાવાયું

સુરતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારા બિહારના અનિલનો ફોટો લગાવી રાવણ પર ચોંટાડી દહન કર્યું હતું.

શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના પૂતળાનું દહન 3 ડિસેમ્બર 208માં કર્યું હતું.

શક્તિસિંહનું પૂતળું સળગ્યું

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની જાહેરાત બાદ સુરતમાં મુખ્ય પ્રધાનના પૂતળાનું દહન કેટલાક પ્રજાપતિ યુવાનોએ કર્યું હતું. જ્યારે  સરદાર પટેલના DNA હાર્દિક પટેલમાં છે તેવા નિવેદન બાદ શક્તિસિંહ ગોહિલના પૂતળા દહન 14 નવેમ્બર 2017માં સુરતમાં કર્યું હતું. રાજ્યમાં અનેક સ્થળે શક્તિસિંહ ગોહિલના પુતળા ભાજપે સળગાવ્યા હતા.

ટિકિટ ન મળી તો પૂતળું ગળગાવ્યું

સુરતમાં મુસ્લિમ ઉમેદવારને ગુજરાત વિધાનસભામાં ટિકિટ ન મળતા કોંગ્રેસના કાર્યકરોએ પુતળા દહન 21 નવેમ્બર 2017માં કર્યું હતું.

વજુભાઈ વાળા પણ આગમાં

કર્ણાટકના રાજ્યપાલે કર્ણાટકમાં સરકાર રચવા માટે ભાજપાને આમંત્રણ આપનાર અને કોંગ્રેસને આમંત્રણ નહીં અપાતાં રાજકોટના ભાજપના નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પૂતળા 19 મે 2018માં ગુજરાતમાં અનેક સળગાવવામાં આવ્યા હતા. જેમાં પાદરા, ડભોઈ, સાવલી,ડેસર અને કરજણ પણ હતા.

સિંહ માટે કોટડીયાનું પૂતળું સળગ્યું

અમરેલીમાં ઈકો સેન્સેટીવ ઝોનના મુદ્દે સિંહોને મારવાની વાત કરનારા ધારી ભાજપના ધારાસભ્ય નલીન કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભાજપ સાંસદ નારણભાઇ કાછડીયા, ભાજપના ધારાસભ્ય વિ.વિ.વઘાસીયા અને નગરપાલીકા પ્રમુખ ડિ.કે.પટેલ દ્વારા નલીન કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સિંહોને મારવાથી ફક્ત 7 વર્ષની જ સજા થાય છે.

માંડવી કોલેજ માટે મડદા દહન

એબીવીપીએ માંડવી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટના મંત્રીની નનામી કાઢીને એસવી કોલેજથી શરૂ કરીને આઝાદ ચોક સુધી સ્મશાન યાત્રા કાઢી હતી. આ સાથે જ છાત્રોએ મરસીયા ગાઈને 2 જાન્યુઆરી 2018માં પુતળા મડદા દહન કર્યા હતા.

સી કે પટેલનું પૂતળું બળ્યું

ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણી NRI વ્યાપારી સી.કે. પટેલના 5 સપ્ટેમ્બર 2018માં પાટીદારો વિરૃદ્ધ ઉચ્ચારો કરતાં તેના પૂતળા ઉત્તર ગુજરાતમાં સળગાવ્યા હતા.

રઈસ પદ્માવત ફિલ્મ ઝપટમાં

રઇસ ફિલ્મનો આદિપુરમાં પુતળા દહન કરી વિરોધ કરી તેના પોસ્ટર સળગાવાયા હતા. રાજ્યભરમાં પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા સામે ટાયર અને પોસ્ટર સળગાવવાની ઘટનાઓ વ્યાપક રીતે બની હતી.

તાતાનું પૂતળું બળ્યું

ગુજરાતમાં સ્થપાનારા તાતાના નેનો પ્રોજેકટમાં 85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની માંગણી સાથે આજે મહાગુજરાત જનતા પાર્ટીના ગોરધન ઝડફિયાએ તાતાનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો હતો.

(દિલીપ પટેલ)