પોરબંદર નજીકના ગેંગવોર માટે જાણીતા કુતીયાણામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયા છે. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનું કુતીયાણા શહેર ગેંગ વોરના પ્રતાપે કાયમ બદનામ થતું આવ્યું છે. કુતીયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો 23 હજાર મતની સરસાઈથી વિજય થયો હતો. જે NCPના એકમાત્ર વિજયી ઉમેદવાર છે.
અહીં કાયદા કરતાં બાહુબલીનું શાસન વધારે ચાલે છે. કાંધલ 21 ડિસેમ્બરે ગેંગવોર અને પોલીસ પર હુમલો કરવા માટે પકડાયા છે. સામત ગોગન સાથેની દુશ્મનાવટના કારણ આમ થયું છે. તે શંતોકબેન સરમણ જાડેજાનો પુત્ર છે. તેણે ભાજપના અમિત શાહ સાથે સમાધાન કર્યા બાદ હવે ખૂલ્લીને પોતાના મત વિસ્તારમાં ધાક જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર ઊભા રાખીને ભાજપના એક હથ્થું શાસનને લલકાર આપ્યો છે. કારણ કે કુતિયાણામાં બાબુ બોખીરીયાના પ્રતાપે છેલ્લાં 23 વર્ષથી કુતિયાણામાં ભાજપનું શાસન છે.
23 વર્ષ પછી ભાજપને કોઈ પડકાર આપી રહ્યું છે. અહીં 23 વર્ષથી ભાજપના ઢેલીબેન માલદે ઓડેદરા પ્રમુખ પદે રહીને એક હથ્થું શાસન ચલાવી રહ્યાં હતા. અહીં ચૂંટણી જ થતી ન હતી. બિકના માર્યા બિનહરીફ ચૂંટણી થતી હતી. છેલ્લે 1996માં અહીં ચૂંટણી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ વખત ફેબ્રુઆરી 2018માં ચૂંટણી થઈ હતી.
સૌથી મોટી બાબત એ છે કે મતદાન પૂરું થયું છે તેમ છતાં અહીં કોઈ ધમાલ થઈ નથી. મતગણતરીમાં પણ ક્યાય ગેંગ વોર થઈ નથી. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે પ્રથમ વખત પાલિકામાં EVM વપરાયું છે અને હવે ઢેલીબેનનું શાસન ફરી આવી ગયું છે. લોકો પરિણામોની રાહ જોઈ રહ્યાં હતા કે ઢેલીબેન જીતશે કે કાંધલ ? આખરે ઢેલીબેન જીતી અને કાંધલ હારી ગયા છે. ઢેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા છે. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા. તેમના પતિ માલદે એ સરમણ મુંજાના મામનો દીકરો થાય છે. તેઓ કોટડા ગેંગના છે. કોટડા ગેંગ ના રામા આતા સરમણના સગા મામા થાય છે. ઢેલીબેનના સબંધીઓએ સંતોકબેનના સગા ભત્રીજા નવગણનું મર્ડર કર્યું હતું. માલદેનું ગેંગસ્ટરમાં મોટું નામ છે. ઢેલીબેન સાથે માલદેનું બીજી લગ્ન છે. અહીં ગેંગસ્ટરનું અટપટું ગણિત છે. જેમાં ઢેલી ઓડોદરા સતત જીતતા આવ્યા છે.