પોતાના પૂત્ર અમિત જેઠવા માટે પિતા સતત લડતાં રહ્યાં હતા. તેથી વિજય થયો છે. પણ અમિત શાહ પોતાના મિત્ર દિનુ બોઘા સોલંકીની મદદે ન આવ્યા. તેઓએ દૂરી રાખી હતી. જો અમિત શાહે ધાર્યું હોત તો સારા વકીલ રાખી શક્યા હોત. પણ અમિત શાહની નીતિ રહી છે કે સ્વાર્થ માટે ગમેતેનો ઉફયોગ કરી કાઢવો અને પછી તેમની સામે પણ ન જૂઓ. આમ તેમણે સોલંકી તરફથી મોં ફેરવી લીધું છે.
જો કે અમીત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાનો આરોપ હતો કે ખરેખર હત્યા પાછળ ભાજપના સાંસદ દિનુ સોંલકી કારણભુત છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચનો દાવો હતો કે તેમને દિનુ સોંલકીની ભુમીકાના કોઈ પુરાવા મળ્યા નથી જેના કારણે ભીખાભાઈએ આ મામલો સીબીઆઈને સોંપવા હાઈકોર્ટમા અરજી કરતા હાઈકોર્ટે આ મામલે ખાસ તપાસ દળ રચવાનો આદેશ કરતા આ દળના વડા તરીકે મોહન ઝાના વડપણ હેઠળ તપાસ સોંપાઈ હતી અને સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને તપાસ કરવા આદેશ આપ્યો હતો પરંતુ ખાસ તપાસ દળે પણ હાઈકોર્ટને પોતાની તપાસમાં દિનુ સોંલકી વિરૂધ્ધ કોઈ પુરાવા નથી તેવી રજુઆત કરી હતી, જો કે ભીખાભાઈ જેઠવા દ્વારા તપાસમાં રહેલી ત્રુટીઓ તરફ હાઈકોર્ટનું ધ્યાન દોરતા તા 25 સપ્ટેબર 2012ના રોજ આ તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
અમીત શાહ ફરાર થયા ત્યારે દિનુંના ફાર્મ સંતાયા હતા
સોહરાબઉદ્દીન શેખ હત્યા પ્રકરણની તપાસ 2010માં સીબીઆઈ પાસે આવી હતી આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈ અમીત શાહનું નિવેદન નોંધવા માગતી હતી પરંતુ અમીત શાહ ફરાર થઈ ગયા હતા આ દરમિયાન કાનુનવિદોની સલાહ મળે ત્યાં સુઘી તેમણે કોઈ ગુપ્ત સ્થાને રહેવાનું હતું આ વખતે અમીત શાહે દિનુ સોંલકીના કોડીનાર સ્થિત ફાર્મ હાઉસમાં આશ્રય લીધો હોવાની ચર્ચા હતા આ દરમિયાન અમીત જેઠવા કેસનો આરોપી અને સોંલકીનો ભત્રીજો શીવો અમીત શાહની કાર હંકારતો હતો જેઠવા કેસની તપાસમાં સીબીઆઈ અમીત શાહની પણ પુછપરછ કરશે તેવી આશંકા હતી પણ તેવુ થયુ ન્હોતુ.