પુનમ માડમથી નારાજ 3 નેતાઓએ ભાજપ છોડ્યો

દ્વારકા જીલ્લા ભાજપનાં 3 નેતાઓએ પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જોડાયા છે. દ્વારકામાં જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લખુ ગોજીયા, ભાટીયા ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ અરજણ  કણજારીયા અને પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરી ગોરીયા કૉંગ્રેસમાં જોડાયા છે. ત્રણેય આગેવાનો જીલ્લા ભાજપથી નારાજ હોવાનું કારણ સામે આવ્યું છે. ત્રણેય આગેવાનો સતવારા અને આહીર સમાજમાંથી આવે છે અને તેઓ જામનગર લોકસભા કૉંગ્રેસનાં ઉમેદવારોને સમર્થન આપશે. ત્રણેય ઉમેદવારો કૉંગ્રેસમાં જોડાતા ભાજપને આ મતવિસ્તારમાં ફટકો પડી શકે છે. પુનમ માડમ માટે મોટો પડકાર ઊભો થયો છે. વિક્રમ માડમે તેમની ભત્રિજીને પડકારીને હાર માટે તૈયાર રહેવા આ ખેલ કર્યો હોવાનું માનવવામાં આવે છે.