પુનમ માડમને કાકા વિક્રમ માડમના પીએ કોંગ્રેસને હરાવવા નિકળ્યા

લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં કામ કરવા દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વિક્રમ માડમના પીએ રામસી મારુએ એક કોંગ્રેસના મતદારને સૂચના આપી હતી તેવું ઓડિયોમાં કહેવાય છે. દ્વારકા તાલુકાના કોઈ મતદાર સાથે થયેલી આ વાતચીતની ઓડિયો ટેપ બહાર આવી છે.

જીલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુ આ વખતે બેનની તરફેણમાં મતદાન કરાવવાની વાત કરતા સાંભળવા મળી રહ્યા છે. જે તે વ્યક્તિએ ભાજપના ક્મીટેડ મત ઉપરાંત એક હજાર જેટલા કોંગ્રેસના મત ભાજપમાં અપાવવાની ખાતરી આપતી વાત સંભાળવા મળી રહી છે.  સાંસદ પૂનમ માડમ અને તેના કટ્ટર હરીફ એવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ વચ્ચે સમાધાન થયા છે, હવે જ્યારે વિક્રમ માડમનો જ જમણો હાથ ગણાતા રામસી મારુની ઓડિયો વાયરલ થઇ છે.

સમાધાન વાળી ચર્ચા સત્યની નજીક હોવાનું પુરવાર થઇ રહ્યુ છે. ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલે જામનગર લડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પણ રાજકીય વિષ્લેશ્કોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે હાર્દિકને કાકા-ભત્રીજી ઊંટ તરીકે પ્રસ્થાપિત કરશે. આહીર સામે આહીરના જંગમાં કોંગ્રેસના સભ્યએ કરેલ વિરુદ્ધ કામને લઈને સ્થાનીક રાજકારણ ઉઘાડું પડી ગયું છે. કોંગ્રેસ હાઈકમાંડ હવે જામનગરના નેતાઓ પ્રત્યે જે કુણી લાગણી હતી તે હવે નહીં રહે, બની શકે કે આગામી સમયમાં પક્ષ સાથે ગદ્દારી કરનાર નેતાઓને સાઈડ લાઈન કરી યુવા નેતાઓને આગળ લઇ આવે.