પુરાણોમાં જાતિઓનો ઉલ્લેખ
ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી-લગભગ ઈ.પૂ. ૩રરથી થાય છે અને પ્રાચીન ઈતિહાસનો સમાયાવધિ ઈ.સ. ૧૩૦૪ સુધીનો સોલંકી કાલના અસ્ત સુધીનો ગણવામાં આવે છે. ઐતિહાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાકાવ્ય, હરિવંશ, પુરાણો અને ઉપપુરાણોના સમગ્ર સાહિત્યમાં ગુજરાતની જાતિઓ વિશેના ઉલ્લેખો આવે છે.
પુરાણો પ્રમાણે માનવકુલની ઉત્પત્તિ મનુ નામે મૂળ પુરુષથી છે ને વર્તમાન માનવકુલના મૂળ પુરુષ વૈવસ્વત સાતમા મનુ હતા. એમણે ભારતવર્ષના પ્રદેશ પોતાના પુત્રોને વહેંચી આપ્યા ત્યારે આ નૈઋત્ય (આર્યાવર્તની નૈઋત્યે આવેલો) પ્રદેશ શર્યાતિ નામના પુત્રના ભાગમાં આવ્યો. આમ શર્યાતિ માનવે આનર્ત સ્થાપ્યું એ બાબત ગુજરાત પર આર્યોના સ્થળાંતરની દ્યોતક છે.
સૌરાષ્ટ્રમાં શાર્યાતો કુશસ્થલીમાં રાજધાની કરીને વસ્યા ત્યારે રેવાકાંઠે ભાર્ગવો વસ્યા હતા ને ભરુકચ્છ (ભૃગુકચ્છ)માં એમનું મુખ્ય મથક હતું એ બે વચ્ચે પહેલાં વિગ્રહને અંતે સંધિ થઈ એવું સૂચવતી કથા પુરાણોમાં આવે છે. એવી જ રીતે રેવાકાંઠે નીચેના ભાગમાં હૈહયો સત્તા ધરાવતા હતા અને એમની સાથે ભાર્ગવોને ઘણો સંઘર્ષ હતો. મત્સ્યપુરાણમાં હૈહયોની પાંચ શાખાઓનો ઉલ્લેખ મળે છે.
પુરાણોમાં નર્મદા નદીને‘રુદ્રકન્યા’ કહી છે.
શ્રીમદ્ ભગવદના સ્કન્દ પુરાણમાં સુદામા ચરિત્રમાં પૌરાણિક સંદર્ભ તરીકે, વર્તમાન પોરબંદર શહેર દેવી પોરવ પછી નામ ધરાવતું હતું, અને તે અસમાવતી નદીની કાંઠે સ્થિત હતું.
પ્રભાસ ક્ષેત્ર, ગુજરાત
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવેલું છે પ્રભાસ ક્ષેત્ર. આ ક્ષેત્રનું વર્ણન સ્કંદપુરાણ અને વાયુપુરાણમાં છે અને તેનું ચંદ્રદેવ અને વેદવ્યાસજીની કથાઓ સાથે સંબંધ મળે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ સ્થાનમાં યદુવંશીઓ એકબીજા સાથે લડ્યા હતા અને તેમના કુળનો નાશ થયો હતો.
ભૃગુ ક્ષેત્ર, ગુજરાત
ગુજરાતના ભરુચને પ્રાચીન કાળમાં ભૃગુ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું. આ ભૂમિ ભૃગુ ઋષિની તપસ્થલી છે. ગુજરાતમાં નર્મદા નદી અને સમુદ્ર તટના સંગમ પર આવેલું છે આ સ્થાન. અહીં સતયુગમાં રાજા બલિએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.
અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું.
ગુજરાતને પોતાનાં સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.
અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે, પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો. આ સમય દરમ્યાન આ ભૂમિ “ઈલ્વભૂમિ” તરીકે જાણીતી થઈ. .ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે.
અંબાજી શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.
કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે.કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, આ પ્રદેશના નામ વિદેશના મુલાકાતીઓ દ્વારા અથવા આ પથ્થરની પથ્થરો, કાંસ્ય નકશીકામમાં, જૂની લેખન અથવા હસ્તલિખિત હસ્તપ્રતોમાં લેવામાં આવતા વિવિધ પાણીમાં જોવા મળે છે. ખ્રિસ્તી યુગમાં ઉદ્ભવતા પહેલા સૌરાષ્ટ્ર અને સિંધ વચ્ચે આવેલું આ ક્ષેત્ર અભારી તરીકે વર્ણવવામાં આવ્યું હતું, અને આ નામનો ઉલેખ મહાભારતમાં પણ છે.