પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સંડોવણીનો આરોપ

ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ કાલરીયાઆ જાહેર કર્યો હોવા છતાં ભાજપના આ પૂર્વ કૃષિ પ્રધાન સામે કોઈ પગલાં ભરાયા ન હતા.

પ્રથમ કૌભાંડ જામજોધપુરથી જાહેર થયું છતાં પગલાં નહીં

ચીરાગ કાલરીયા, ધારાસભ્ય, જામજોધપુર, કોંગ્રેસ

જો કે, રણછોડ ફળદુ પણ રાજકીય રીતે ચીમન સાપરીયાને ખતમ કરી દેવા માટે ગઈ ચૂંટણીથી સક્રિય હતા. જો તે હારે તો જ તે પ્રધાન બની શકે તેમ હતું. ત્યાર બાદ ગુજરાતનું મગફળી કૌભાંડ પ્રથમ વખત જામજોધપુરમાં થયું હતું. ચીરાગ કાલરીયાએ તેની તમામ વિગતો જાહેર કરી હતી. આ પ્રકરણ દબાવી દેવામાં આવ્યું હતું. પણ કોંગ્રેસે રાજ્યભરમાં આંદોલન શરૂ કરતાં ફરી એક વખત જામજોધપુરના સીદસરના ઉમિયા મંદિર સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલાં હતા એવા ચીમન સાપરીયા સામે મુશ્કેલી વધી રહી છે. તેમને સીદરસ મંદિરમાં 11 ઓગષ્ટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન ગયા હતા ત્યારે પણ ચીમન સાપરીયાને દૂર રાખવામાં આવ્યા હતા. તેમનો ફોટોગ્રાફ્સ મુખ્ય પ્રધાન સાથે ભૂલથી ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

શું છે ચીમન સાપરીયાનું કૌભાંડ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એવું કહ્યું હતું કે, રૂ.4,000 કરોડનું કૌભાંડ થયું તેમાં ભાજપના કાર્યકરો મોટાપાયે સંડોવાયેલા છે. ત્યારે પૂર્વ કૃષિ પ્રધાન જામજોધપુરની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીમાં પ્રમુખ કરીતે ચીમન સાપરીયા છે. તે સહકારી મંડળીમાં 73,000 બોરી મગફળી ઝામજોધપુરના દરેક ગામના ખેડૂતોની ખરીદવામાં આવી હતી. તે કોથળામાં ઘટ રાખીને જામજોધપુરના તમામ ગામના ખેડૂતોને છેતરવામાં આવ્યા હતા. તે કોથળા ભરવામાં આવ્યા તેમાં પાછળથી માટી અને કાંકરા ભરી દેઈને પછી તેને ગોડાઉનમાં રાખવામાં આવી છે. ત્યાં કોળથાની અંદરથી માટી-કાંકરા મળી આવતાં ભાજપના નેતાનું કૌભાંડ બહાર આવ્યું છે. છતાં ચીમન સાપરીયા અને તેની મંડળીમાં સંડોવાયેલાં ભાજપના કાર્યકરોને કેમ જેલમાં પૂરવામાં આવતાં નથી. જ્યારે સરકાર હરીપર સેવા મંડળીમાં પણ હાલના કૃષિ મંત્રી રણછોડ ફળદુના સગાસબંધીઓ સંડોવાયેલાં છે એવું ખેડૂતો પણ કરી રહ્યાં છે. તેથી મારી માંગણી છે તે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. જોડીયામાં કાગળ પરની મંડલીઓને મગફળી ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવીહતી.

મગફળી લેવા 42 દિવસનું વેઈટીંગ લીસ્ટ હતુ

કૃષિ મંત્રી ચીમન સાપરીયાના મત વિસ્તારમાં મગફળી વેચવા જતાં ખેડૂતો પોતાની મગફળી પરત લાવી રહ્યાં છે. અહીં મગફળી વેચવા માટે લાંબું વેઈટીંગ લિસ્ટ બનાવાયું છે. રોજના માત્ર 100 ખેડૂતોની મગફળી જ લેવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો પોતાનો માલ વેચવા માંગતા હોય એવી યાદી 4201 છે. આજ સુધીમાં અહીં માત્ર 800 ખેડૂતોની જ મફળી ખરીદવામાં આવી છે. ચાર હજાર ખેડૂતોની મગફળી ખરીદવી હોય તો હજુ 42 દિવસે વારો આવશે. સમગ્ર તાલુકામાંથી તો 23 હજાર ખેડૂતો છે. જે બધાને મગફળી વેચવી હોય તો આખું વર્ષ રાહ જોવી પડે એવી હાલત જોવા મળી રહી છે. એક ખેડૂતને 25થી 30 મણ એક વિઘે મગફળીનું ઉત્પાદન થયું છે. તે અંગે કોંગ્રેસના આગેવાન અને ખેડૂત ચીરાગ કાલરીયા સમક્ષ અનેક ખેજૂતોએ રજૂઆત કરી છે કે ભાજપ સરકારના કૃષિ મંત્રી ચીમન સાપરીયાના મત વિસ્તારમાં ખેડૂતોની આવી અવદશા હોય તો બીજે શું હશે? જોકે પોરબંદર મત વિસ્તારના પશુપાલન મંત્રી બાબુભાઈ બોખીરીયાએ તેમના ખેડૂતોની વધારે મગફળી ખરીદવામાં આવે તેની વ્યવસ્થા ગોઠવી છે. તેઓ ભૂતપૂર્વ કૃષિ મંત્રી છે. જ્યારે કૃષિ મંત્રી ચીમન સાપરીયાના મત વિસ્તારમાં ઓછી ખરીદી થઈ રહી છે. તેમનું પોતાના વિભાગમાં જ કંઈ ઉપરતું નથી. આવું જ વિમાની રકમ ચૂકવવામાં કૃષિ મંત્રી ચીમન સાપરીયાના મત વિસ્તારમાં અન્યાય થયો હોવાથી ખેડૂતો મૂઠી વાળીને બેઠા છે અને આવવા દો તેમને મુઠીઓ વાળીને તેમને ભાગવું પડશે એવું કહી રહ્યાં છે.

ચીમન સાપરીયાએ કૃષિ મંત્રી તરીકે શું કર્યું હતું

વિજય રૂપાણીના પ્રધાન મંડળમાં ચીમન સાપરીયા

ભાજપના પ્રધાન વિજય રૂપાણી આનંદીબેન પટેલને ખસેડીને 7 ઓગસ્ટ 2016માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.  જેમાં કેબિનેટ પ્રધાનો વિજય રૂપાણી (રાજકોટ-2) નીતિન પટેલ (મહેસાણા) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ધોળકા-અમદાવાદ જિલ્લો) બાબુભાઈ બોખીરિયા (પોરબંદર-પોરબંદર જિલ્લો) જયેશ રાદડિયા (જેતપુર-રાજકોટ જિલ્લો) ગણપત વસાવા (માંગરોળ-સુરત જિલ્લો) આત્મારામ પરમાર(ગઢડા-બોટાદ જિલ્લો) દિલીપ ઠાકોર (ચાણસ્મા-પાટણ જિલ્લો) ચીમનભાઈ સાપરિયા (જામજોધપુર- જામનગર જિલ્લો)નો સમાવેશ થયો હતો. તેના ત્રણ મહિના 5 નવેમ્બર 2016માં મગફળીના ભાવો નીચા જતા કેંદ્ર સરકાર દ્વારા રાજયમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની લાભપાંચમથી 58 કેન્દ્રો પરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં જામનગરના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવોની ખરીદીનો પ્રારંભ  કરાયો હતો. રાજ્યના કૃષિ  મંત્રી ચીમન શાપરીયા ત્યારે હાજર રહ્યાં હતા. સરકારે ટેકાનો ભાવ મણદીઠ રૂપિયા 844 જાહેર કરેલો છે. અને આ ભાવથી ખેડૂતો નારાજ છે. રાજ્યના 58 સેન્ટરો પરથી ગુજકોટ દ્વારા ખરીદી કરાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતો ટેકાના નીચા ભાવથી નારાજ હતા. કોંગ્રેસ તે અંગે અવાજ ઉઠાવી રહી હતી. ચીમન સાપરીયાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને ખેડૂતોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અને રાજ્ય સરકાર ખેડૂતો માટે તમામ પગલા ભરી રહી છે. 100 કિલોના રૂ.4220 ભાવે મગફળી ખરીદ કરાશે. દિવાળી પછી તુરંત રાજ્ય સરકારે નાફેડ સહિત ટેકાના ભાવે ખરીદવા સૂચના આપેલી હતી. 100 કરોડ મંજૂર કરવા માટે નાણાં વિભાગને કહેવામાં આવ્યું હતું. 2013-14ના વર્ષમાં ખેડૂતોએ ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. એવું મગફળીના નીચા ભાવો મળતા હોવાની ઊઠેલી ફરિયાદ પછી કૃષિમંત્રીનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે. ચિમનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર પચાસ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજના બનાવી રહી છે. જેમાં વિવિધ નોડેલ એજન્સી દ્વારા મગફળીની ખરીદી થશે. 2.11 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે રાજય સરકારે રૂ.1765 કરોડના ખર્ચે અને તુવેરની ખરીદી કરી હતી. સાપરીયાએ કહ્યું હતું કે, રાજયના કિસાનો આર્થિક રીતે સદ્ધર બને તે જરૂરી છે. બટાકા, તુવેર અને કેસર કેરી પકવતા ખેડુતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કામ કરાશે.

આમ તે સમયે ખરીદેલી મગફળી જુની થઈ ગઈ હતી અને સરકારી ગોડાઉનોમાં તે પડી રહી હતી. જેને નવી તરીકે બતાવીને વેચી મારવામાં આવી હોવાનો આરોપ પણ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.

35 લાખ ટન મગફળી પણ ખરીદાઈ 9 લાખ ટન

આસ સી ફળદુ, ક-ષિ પ્રધાન

રાજ્યભરમાં આ વર્ષે 35 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. તેમાંથી સરકારે માત્ર 9 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. જ્યારે ખુલ્લા બજારમાં રૂપિયા 700ના ભાવે જ મગફળી વેચાતી હતી. જે ખેડૂતોને પરવડે નહિ તે પણ હકીકત છે.

મુખ્ય પ્રધાનના મત વિસ્તાર નજીક ગોડાઉન સળગ્યું અને ભાજપમાં આગ લાગી

સરકારે જે મગફળી ખરીદીને જે ગોડાઉનોમાં રાખવામાં આવી હતી તે પૈકીના પાંચ ગોડાઉનોમાં વિવિધ સમયે આગ લાગતા હોહા મચી હતી. શરુઆતની ત્રણેક આગમાં લોકોને કાંઈ અજુગતુ લાગ્યું હતું. પરંતુ ગોડાઉનમાં આગ લાગતા સરકારી મગફળી બળીને ખાક થઈ જતા મોટા પડઘા પડ્યા હતા 5 મેના દિવસે રાજકોટના શાપરના ગોડાઉનમાં આગ લાગતા 4થી 4.5 કરોડની મગફળી બળી ગઈ હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારની નજીક આ ઘટના બનતા લોકોમાં સરકારના ઈરાદાઓ સામે શંકાઓ ઊભી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાયું અને તેને જબ્બર આવકાર મળતાં સરકાર આફતમાં આવી ગઈ છે.

લોકો માનવા લાગ્યા છે કે સરકાર દોષિત છે

Vijay Rupani takes charge as Gujarat Chief Minister at Swarnim Sankul on Monday. PTI Photo(PTI8_8_2016_000175A)

લોકોને હવે લાગવા લાગેલું કે કોંગ્રેસની વાત સાચી છે. ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો માનવા લાગ્યા છે. ગોડાઉન ભાડે રાખ્યું તે વચેટિયા દ્વારા કે જે તે ગોડાઉનોના વિમો જ લીધો ન હતો. તો ગોડાઉનમાં સીસીટીવી કે વિજળી કનેક્શન નથી. એ તો ઠીક સુરક્ષા માટેની કોઈ જ વ્યવસ્થા ન હતી. વળી જે જે મગફળી ગોડાઉનોમાં આગ લાગી તે બધી જ મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવેલી ત્યાં જ લાગી છે

કચ્છ મગફળીને ક્લીનચીટ

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી જે ગોડાઉનોમાં રાખી હતી તેમાંના જે ગોડાઉનોમાં આગ લાગી તેમાં ગાંધીધામ ગોડાઉનમાં 2500 ટન મગફળી બળી ગઈ હતી. જેને ગયા અઠવાડિયે ગાંધીનગરની ફોરેન્સીક લેબોરેટરીમાંથી એવો અહેવાલ આવી ગયો છે કે આગ વીજળીના કારણે લાગી હતી. લગાવવામાં આવી ન હતી. આમ સરકાર એક પછી એક પુરાવા ઊભા કરીને પોતે ક્લીન છે એવું પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે.

ખાલી બારદાન બળી ગયા

ગોંડલ ખાતેના ગોડાઉનમાં 700 ટન મગફળી સળગી ગયા બાદ, રાજકોટના ગોડાઉનમાં મગફળી ભરેલા કોથળા બળી ગયા હતા. ત્યારબાદ જામનગરના હાપામાં મગફળી બળી ગઈ હતી. જે કૃષિ મંત્રી રણછોડ ફળદુનો મત વિસ્તાર છે. છેલ્લા પાંચમું ગોડાઉન રાજકોટના શાપરમાં સરકારે ખરીદેલી 46,000હજાર ટન મગફળીમાં આગ લાગી હતી. પણ બચાવ કાર્ય ન કરવાના કારણે અને તેમાં ઓઈલ મૂકવામાં આવ્યું હતું તે અધાકીરઓએ બહાર કાઢવા દીધું ન હતું. જેના કારણે મગફળી ખાક થઈ હતી. 250 ટેન્કર પાણી ફાયરબ્રિગેડે વાપર્યું હતું. પાણીની જરૂર હતી પણ બોર માલિકોએ પાણી આપવાની ના પાડી દીધી હતી.

મગફળીનો ઈતિહાસ

વિશ્વભરમાં સૌથી વધુ તેલ આપતી મગફળી માત્ર ગુજરાતમાં જ થાય છે. જેમાં સૌરાષ્ટ્રની ખેત જમીનના 70 ટકામાં માત્ર મગફળીનું જ વાવેતર થાય છે. દર વરસે પાંચ લાખ ટન સીંગદાણાની દેશ વિદેશમાં નિકાસ થાય છે. જે ખાવા ઉપરાંત પનીર અને બટર બનાવવામાં વપરાય છે. તેમાંથી 40 ટકા તેલ નિકળે છે. સીંગતેલની અસર ગુજરાતના અર્થતંત્ર અને રાજકારણ પર પણ પડે છે. 1974માં સીંગતેલના ભાવો વધતા ભાજપે આંદોલન કર્યું હતું અને સરકાર હચમચી ગઈ હતી. નવનિર્માણ આંદોલન સમયે સીંગતેલના ભાવો વધતા આંદોલને જલદ રૂપ પકડ્યું હતું. સીંગતેલની અસર રાજ્યના અર્થતંત્ર ઉપર પણ પડે છે. બાદમાં ૧૯૯૦માં રાજ્યના કાબેલ મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલે એનડીડીબી દ્વારા ધારા નામથી બજારમાં તેલ મૂક્યું હતું દરમ્યાન લોકોને કપાસિયા તેલ,પામોલિન તેલ,તથા અન્ય ખાદ્યતેલો બજારમાં ઓછા ભાવથી મળવા લાગતા તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. આજે લોકો જીનેટીકલી પેદા થતાં કપાસીયા તેલ ગેરકાયદે રીતે કાઢવામાં આવી રહ્યું છે તે ખાવામાં ઉપયોગ કરી રહ્યાં છે.