પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ચેલાએ દારૂબંધી દૂર કરવા કહ્યું

દારૂબંધીના ચૂસ્ત આગ્રહી હતા તે હવે દારૂબંધીમાં છુટ આપવાની વાત કરી રહ્યાં છે. એવા ખુમાનસિંહ વાંસીયાએ ધોરણ ૩માં ખાદીના વસ્ત્રો ધારણ કર્યા ત્યારે મોરારજી દેસાઈએ તેમને ખોળામાં બેસાડી શાબાશી આપેલી હતી. તેમની શાળામાં મોરાજીભાઈ આવવાના હતા ત્યારે સ્કૂલમાંથી તેમને મોરારજી દેસાઈની સભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈકે કહેલુ કે આ નાનો છોકરો ખાદી પહેરે છે. મને તેઓએ ખોળામાં લીધો અને વહાલ કર્યું હતું. તેઓ કોલેજમાં હતા ત્યારે ભરુચમાં કાર્યક્રમ માટે ગયા હતા અને ત્યાં તેમને મોરારજી દેસાઈએ ઓળખી લીધા હતા. તેમને કહેવા લાગ્યા હજુ ખાદી પહેરે છે. પછી ઈમરજન્સી વખતે તેઓ ચૂંટણી પ્રચારમાં પણ આવેલા ત્યારે પણ તેઓ મળ્યા હતા. પછી તેઓ મિત્ર બન્યા હતા. તેઓના અવસાન બાદ અમદાવાદના ગાંધીઆશ્રમ પાસે આવેલી મોરારજી દેસાઈની સમાધિ પર દર વર્ષે 24 વર્ષથી તેઓ ખાદી પહેરીને નિયમિત આવે છે.

મૂળ ભરુચના વતની એવા ખુમાનસિંહ વાંસીયા ગુજરાત સરકારમાં કેશુભાઈ, સુરેશભાઈ મહેતા અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને ભરુચ જિલ્લામાં 1980થી મંત્રી 1990થી 1996 સુધી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી.  મરોલી ખાતે રણછોડરાય મંદિરના ખાત મુહૂર્ત માટે વાંસીયાએ બોલાવ્યા ત્યારે મોરારજી દેસાઈ આવ્યા હતા. તેઓનું અવસાન થયું ત્યારે તેઓ પ્રધાન હતા.

તેમને મોરારજીની આત્મકથાથી પ્રેરણા મળી હતી. તેઓથી પ્રભાવીત થયો હતો જે આજે  તેઓના અવસાનને 24 વર્ષે અવીરત પણે ટકી રહી છે.

દારૂબંધી અંગે શું કહે છે તેઓ

ગુજરાત ભાજપના પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કહ્યું કે ગુજરાતમાં જ દંભી દારૂબંધી કેમ ? જો દારૂબંધી રાખવી હોય તો સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવી જોઈએ, બાકી ગુજરાતમાંથી પણ ઉઠાવી લેવી જોઈએ. યુવાવયે બહેનો વિધવા બનવાના કિસ્સામાં ગુજરાતમાં ડુપ્લિકેટ અને કેમિકલયુકત દારૂ હોવાનું બહાર આવ્યું છે. ભરૂચમાં જ એક લખ વિધવા સરકાર દ્વારા સહાય મેળવે છે. યુવાવયે મહિલાઓ વિધવા થવા પાછળનું મુખ્ય કારણ દારૂ છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે કેમીકલયુકત દારૂ ઠલવાતો હોય યુવાધન મૃતપાય બની રહ્યુ છે.રાજયની સ્થાપનાના 59 વર્ષમાં દંભી દારૃબંધીથી માત્ર પોલીટીશીયન, પોલીસ અને બુટલેગરોને જ ફાયદો થયો છે. ગુજરાતમાં દારૂનો છૂપો લઘુઉદ્યોગ ધમધમી રહ્યો છે. જેને જોતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. મહાત્મા ગાંધી સમગ્ર દેશના રાષ્ટ્રપિતા હતા તો પછી 59 વર્ષથી માત્ર ગુજરાતમાં જ દંભી દારૃબંધી કેમ. ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પવી જ હોય તો તેમના જન્મસ્થળ પોરબંદરમાં ફકત મહોલ્લા ખાતે જ દારૂબંધી રાખવી જોઈએ.

મહિલાઓ વિધવા બની રહી છે તેથી તેઓ કકળી ઊઠ્યા છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયામાં ખાતે ભરૂચ જીલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય પેનશન યોજનાના હક્ક માટે સંમેલન યોજાયું હતું.  જેમાં પૂર્વ વન મંત્રી ખુમાનસિંહ વાંસીયા હતા. તેમણે કહ્યું હતું કે, વિધવા પેનશન આપવામાં સરકાર ઠાગા ઠૈયા કરી રહી છે. વિધવા બહેનો ને આધાર કાર્ડ નહિ પરંતુ ઉધાર કાર્ડ ની વર્તમાન સમયમાં જરૂરિયાત છે. બહેનો એ પોતે હાલ ના સમય માં કેવી રીતે પોતાના પરિવાર નું ભરણ પોષણ કરવા ઝઝૂમી રહી છે તેની વ્યથા ઠાલવી હતી. વિધવા બહેનો એ દારૂબંધીના અમલ માટે પણ સરકાર પર દબાણ વધારવા જણાવ્યું હતું. વિધવા બહેનો ના બાળકો ને શિક્ષણ માં ફી માં રાહત મળે તેવી માંગ કરી હતી.

રાજ્ય માં 45 લાખ વિધવા બહેનો છે. ભરૂચ જીલ્લા માં એક લાખ વિધવા બહેનો છે જેમાં ફક્ત ચાર હજાર બહેનો ને વિધવા સહાય મળે છે. 96 હજાર બહેનો તેના હક્ક થી વંચિત છે. વિધવા બહેનો ની વ્યથા સાંભળવાની સરકારની તથા ચૂંટાયેલા પદાધિકારીઓમાં શક્તિ નથી. 30  ડિસેમ્બર 2018માં ભરૂચ ખાતે વિધવા બહેનોનું મહા સંમેલન થયું હતું.

2017માં સસ્પેન્ડ થયા હતા

ભાજપમાં બળવો કરીને ઊમેદવારી કરનારા ખુમાનસિંહ વાંસીટાને ભાજપે 2017માં સસ્પેન્ડ કર્યા હતા. ભાજપાએ પૂર્વ સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી, કાનજીભાઈ પટેલ,પૂ ર્વ પ્રધાન બિમલ શાહ ખુમાનસિંહ વાંસીયા, બાબુભાઇ ભાભોર,પૂર્વ ધારાસભ્ય કમા પટેલ સહિત 24 નેતાઓને 1 ડિસેમ્બર 2017માં સસ્પેન્ડ કર્યા હતા. તેઓ જંબુસર વિધાનસભાનાં અપક્ષ  ઉમેદવાર તરીકે ઊભા હતા. ખુમાનસિંહ વાંસીયા સાથે ભારતીય જનતા પાર્ટીનાં કેટલાક મોટા ગજાના આગેવાનો પણ જોડાયા હતા. જેના પગલે જંબુસર વિધાનસભામાં  કોંગ્રેસનાં  સંજય સોલંકી, ભાજપનાં છત્રસિંહ મોરી તથા  અપક્ષ ખુમાનસિંહ વાંસીયા વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો હતો.