એક મહિના પહેલાં લોક રક્ષક દળ ના પેપર લીક મામલે તપાસ ચલાવી રહેલી ગુજરાત પોલીસને સફળતા મળી છે.અને સમગ્ર ષડ્યંત્રનો મુખ્ય આરોપીઓ ને પકડી પર્દાફાશ કર્યો છે.
રાજય પોલીસ વડા શિવાનંદ જહાં એ પત્રકાર પરિષદમાં સમગ્ર કાંડ ના પર્દાફાશ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે 1 મહિના પહેલા ગુજરાત પોલીસમાં 9713 જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે લેવાનારી પરીક્ષાનું પેપર લીક થયું હતું જેના કારણે લાખો ઉમેદવારો ને નિરાશા વ્યાપી હતી.જોકે આ ષડ્યંત્ર માં તબક્કાવાર ગુજરાત પોલીસે સંડોવાયેલા ષડયંત્ર કારોને પકડ્યા હતા.પરંતુ આ કાંડમાં શંડોવાયેલ કેટલાક મુખ્ય આરોપીઓને પકડવા રાજય પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને એ.ટી.એસ ની વિવિધ ટીમો બનાવી હતી અને ષડયંત્રનો પગેરુ શોધવા પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આ તપાસ દરમિયાન કેટલીક ટેકનિકલ બાબતો નો ઉચ્ચ અભ્યાસ કરતા આ પગેરું રાજ્ય બહાર હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું પરિણામે ગુજરાત પોલીસે હરિયાણા અને કર્ણાટકમાંથી ત્રણ મુખ્ય ષડયંત્ર કારો ની ધરપકડ કરી છે જેમાં હરિયાણા sonipat ના રહેવાસી વિનય રમેશકુમાર અરોરા અને કર્ણાટક રાજ્યના બિડર મહેતા મહાદેવ દત્તાત્રેય અસ્તુ રે અને વિનોદ બંસીલાલ રાઠોડ નામના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જોકે અન્ય એક આરોપી વિનોદ ધરમવીર છીકારા જે દિલ્હી નો રહેવાસી છે.પરંતુ તે હજુ પોલીસ પકડથી બહાર છે જો કે તેને પકડવા ટીમ કાર્યરત હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું. આ ષડયંત્ર મા ગુજરાત પોલીસ દિલ્હી હરિયાણા અને મધ્યપ્રદેશની પોલીસે પણ ગુનેગારો સુધી પહોંચવા સારો સહયોગ આપ્યો હોવાનું સ્વીકાર કર્યો હતો ગુજરાત પોલીસના પીપર લીગમાં સંડોવાયેલા આરોપીઓની વધુ માહિતી આપતા રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કરવામાં આવતા ટેકનીકલ એનાલીસીસ દ્વારા એવી માહિતી મળી હતી કે પકડાયેલી આ ગેંગે નવેમ્બર 2018 માં મનીપાલ સ્થિત પ્રિન્ટિંગ પ્રેસ થી નજીક એમની સૂચક હાજરી જણાઈ આવી હતી પરિણામે પોલીસે પકડેલા ત્રણ આરોપીઓને કડક પૂછપરછ કરતાસમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો જોકે આ ષડયંત્રમાં પોલીસ પકડ થી દુર છે તેવા વિનોદ શિકારા આ ગેંગનો મુખ્ય સભ્ય હોવાનું બહાર આવ્યું છે અને આ વિનોદ શિકારા પોતે ઘણા સમયથી બનાવટી દસ્તાવેજો બનાવવામાં માહિર પણ છે એટલું જ નહીં બોગસ દસ્તાવેજોના આધારે તે 2016માં દિલ્હી પોલીસમાં ભરતી થયો હતો જેને પાછળથી બરતરફ કરવામાં આવ્યો હોવાની ચોકાવનારી વિગતો તપાસ દરમિયાન પોલીસને મળી હોવાનું શિવાનંદ ઝાએ જણાવ્યું હતું
જોકે સમગ્ર ઘટનાની રસપ્રદ બાબત એ બની હતી કે આ કૌભાંડના મુખ્ય આરોપી વિનોદ ચિકારા અને વિનય અરોરા ને એવી બાતમી મળી હતી કે હરિયાણા પોલીસના ભરતી પરીક્ષા માટે ના પ્રશ્ન પત્ર મણીપાલ સ્થિત પ્રેસ ખાતે જ છાપવામાં આવશે તેવી માહિતીના આધારે આ ગેંગના સભ્યો છેલ્લા એક મહિનાથી મનીપાલ ઉડીપી ખાતેના વિદેશની સતત રેકી કરી હતી અને 20 અને 21 મી નવેમ્બરથી મધ્યરાત્રીએ પ્રિન્ટીંગ પ્રેસ ની પાછળની દીવાલ તોડી પ્રેસ માં પ્રવેશ કર્યો હતો અને ત્યાં મૂકેલી પ્રશ્નપત્ર ની એક નકલ મેળવી હતી તો બીજી તરફ ચોરીના ઇરાદે થી આ ગેંગના અન્ય એક સભ્ય વિનય રાઠોડ એ છપાયેલા પેપર નો ફોટો પાડ્યો હતો અને પ્રશ્નપત્ર સાથે લીધા હતા ત્યારબાદ આ આરોપીઓ પોતાની હોટલ પરત આવી ગયા હતા જોકે આ ગેંગે હરિયાણા પોલીસ ભરતી ના પેપર મેળવવાની આશામાં જે ચોરી કરી હતી તેમાં પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં હતું ત્યારે ઈન્ટરનેટની મદદથી તેની ચકાસણી કરતા આરોપી એવું શોધી કાઢ્યું હતું કે આ ગુજરાતી ભાષા છે અને2જી ડિસેમ્બરે જ ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા લેવાની છે જેનું આ પ્રશ્નપત્ર હોવાની ખરાઇ પણ આરોપીઓએ કરી લીધી હતી પરિણામે આ આરોપીઓએ આ પ્રશ્નપત્ર વેચવા માટે ૫૦ લાખ રૂપિયાનો સોદો કર્યો હતો જેમાં દિલ્હીના કરલા ગામ ના રહેવાસી વિરેન્દ્ર માથુર નામના વ્યક્તિ સાથે સોદો કર્યો હતો જોકે પોલીસ તપાસમાં એવું પણ બહાર આવી છે કે આરોપીઓ સાથે સોદો કરનારા વિરેન્દ્ર માથુર અગાઉ ડિસેમ્બર 2017 માં એક પરીક્ષાના પેપર લીક માં તેમની ધરપકડ પણ થઈ ગઈ હતી અને આ આરોપી અગાઉ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીગમાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી તો બીજી તરફ દિલ્હી અને હરિયાણા ની ગેંગના સભ્યોએ 21મી નવેમ્બરની વહેલી સવાર માં મનીપલ છોડી પ્રશ્નપત્ર સાથે દિલ્હી રવાના થઇ ગયા હતા જ્યાં તેઓએ ષડયંત્રમાં મદદગારી કરનારા સ્થાનિક કેટલાક લોકોને 30 હજાર રૂપિયા રૂપિયા આપ્યા હતા દિલ્હી પહોંચ્યા બાદ વિરેન્દ્ર માથુરે દિલ્હી અને ગુજરાતના તેના સંપર્કો દ્વારા પોતાની સક્રિય કરી દીધી હતી જેમાં તેના સાથીદારો મનીષ બલવાન અને મનજીત ધરમપાલ હરિયાણા ને આ જવાબદારી સોંપી હતી ત્યારે આ ગેંગના સભ્યોએ ગુજરાતમાં વિવિધ એજન્ટોનો સંપર્ક કર્યો હતો જેમાં અશોક સાહુ મધ્ય પ્રદેશ અને સુરેશ ડાયલર પંડ્યા અમદાવાદ તેમજ અશ્વિન પરમાર નરોડા સાથે સંપર્ક કરી ૨૮મી નવેમ્બરે સાંજે ચિલોડા સર્કલ ગાંધીનગર આવવા જણાવાયું હતું અને ત્યારબાદ આ ત્રણેય જણાને અલગ અલગ વાહનો દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને નવ જેટલા ઉમેદવારોને ફ્લાઇટ દ્વારા દિલ્હી બોલાયા હતા ત્યારબાદ દિલ્હી મા એકઠા થયેલા ઉમેદવારોને અલગ અલગ વાહનોમાં વિવિધ વિસ્તારોમાં મુકામ આપ્યો હતો અને આ ઉમેદવારોને ૩૦મી નવેમ્બરે રાત્રે પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા અને જવાબો યાદ રાખવા માટે થોડોક સમય પણ આપવામાં આવ્યો હતો આ ઘટનાક્રમ પછી ઉમેદવારોને ગુજરાત એવી રીતે મોકલ્યા હતા કે આ ઉમેદવારો બે ડિસેમ્બરે સવારે જ ગુજરાતમાં પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું આમ રાજ્ય પોલીસ દ્વારા પેપર લીક માં સંડોવાયેલી ઓર્ગેનાઈઝ્ડ અને શોધીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી છે