પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણ કરતા ત્રણને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર  અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢેક મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. રાહુલ માવદીયા તથા તેની પત્ની શાંતીબેન, ભાઇ તેમજ માતા કેશોદ  કોર્ટમાં આવ્યા હતા. જ્યાથી તઓ તમામ પરત જતા નીકળ્યા હતા. બસમાંથી ઉતર્યા ત્યારે જીજે૧૧-ટીટી ૦૧૭૧ નંબરની બોલેરો પીકઅપ વાન અને બાઇક ધસી આવ્ય હતા તેમજ તેમનુ કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તમામનું  અપહરણ કરી મધરવાડા ગામે લઇ ગયા હતા. આ અંગેની ફરિયાદ થતા જ કેશોદ અને માંગરોળ પોલીસે લોકેશન કેસ કરીને ત્રણેયને મધરવાડા ખાતેથી છોડાવ્યા હતા. આ સાથે પોલીસે ભનુભાઇ ઉર્ફે મસરીભાઇ ધુળા, ભાવેશ ગોવિંદભાઇ કાથડ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી  હતી.