પોતાને કૃષ્ણનો અવતાર કહીને યુવતિઓને નારાયણ સાંઈ ફસાવતાં હતા

ગુજરાતના ઢોંગી સંત નારાયણ આશારામને આજીવન સજા થતાં  પીડિતા સાધિકાએ જણાવ્યું હતું કે, નારાયણને ફાંસીની સજા થઇ હોત તો એને એક જ વખત દુઃખ થાત પછી જે ખતમ થયો હોત. પણ તેને ફાંસી થઈ નથી તેથી તે જીવીત છે. હવે તે જીવનભર કારાવાસમાં સજા ભોલવશે. જિંદગી પોતાના કુકર્મો યાદ આવશે, કુકર્મોને કારણે સજા ભોગવી રહ્યો હોવાનો અહેસાસ થશે. મને એકને નહિ પણ મારી જેવી અનેક પીડિતાઓ છે કે જે બીક-ડરના કારણે બહાર નથી આવી તે દરેકને ન્યાય મળ્યો છે. આત્મસંતોષ છે. સત્ય પરેશાન હોતા હૈ, પરાજીત નહિ. આજે સત્યની જીત થઇ છે. ધર્મની આડમાં ખરાબ કામ કરતાં હતા. નારાયણ પોતાને કૃષ્ણનો અવતાર છે, યુવતિઓ રાધા કે ગોપી છે એમ કહીં ફોસલાવતા હતા.

આ ઘટના 2002થી 2004ની છે. 2013માં 10 વર્ષ પછી ફરિયાદ કરી હતી. રાજસ્થાનના જોઘપુરના ગુનામાં બળાત્કાર પીડિતાએ આસારામ સામે ફરિયાદ નોંધાવી એટલે મને નારાયણ સામે ફરિયાદ નોંધાવવાની હિંમત મળી હતી.

મારા પતિ અને કુટુંબનો ટેકો હતો. નારાયણ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ઘણી યાતનાઓ-મૂશ્કેલીઓ વેઠી છે. મારા પતિ પર જીવલેણ હુમલો થયો હતો, હુમલો થયા બાદ મારા ઇરાદો મજબૂત બન્યો હતો. બીજા સાક્ષીઓ પર હુમલા કરીને ખૂન કરી દેવાયા છે. અમને ફોન પર ધમકીઓ મળતી હતી. મને ધમકી મળવા સાથે વાયા વાયા લાલચની પણ ઓફર થઇ હતી.

હું નાનપણથી મારા પરિવારના સભ્યો સાથે વર્ષોથી આશ્રમમાં જતા હતા. શિબિર ભરતાં હતા. નારાયણને જે છોકરી સારી દેખાય તેને યુવતિને ધ્યાન કરવા બોલાવે છે, સંકેતીત ભાષામાં કહેતો હતો. સાધકો તે છોકરીઓને બ્રેઇનવોશ કરીને કે હિપ્નોટાઇઝ કરી ફસાવતા હતા. ગાંભોઇ આશ્રમમાં છોકરીઓની તમામ તપાસ કરીને તેને ફસાવવામાં આવતી હતી.

બાપ-દીકરા જે આશ્રમમાં મોકો મળે તે આશ્રમમાં સાધિકાઓનું શારીરિક શોષણ કરતા હતા. જે પીડિતાઓ વિરોધ કરે તો રાજકીય વગ, પૈસા અને સત્તાથી તેઓનું મોઢું બંધ કરી દેવાતું હતુ.

ધર્મના નામે ધતિંગ કરતા આવા લોકોથી બચવું જોઇએ.

પોતાની જાતને કૃષ્ણ તરીકે રજૂ કરતાં હતા. અહીં જે સેવિકાઓ અને સાધિકાઓ આવતી હતી તેમને તેઓ કૃષ્ણકાળમાં ગોપીઓ હોવાનું કહી ભ્રમિત કરવામાં આવતી હતી. નારાયણની અંગત બે સાધિકાઓને દસ દસ વર્ષની સજા થઇ એ ગંગા અને જમના જોડિયા બહેનો છે. આશ્રમમાં સેવા માટે જે યુવતીઓ આવે એમને નારાયણમાં ભગવાનનું સ્વરૂપ જોવાની ભ્રામક દ્રષ્ટિ આપવાનું કામ બ્રેઇન વોશિંગ થકી આ બે બહેનો કરતી હતી. નારાયણની નજર જેમની ઉપર ઠરે તેને જ તે પ્રસાદી આપતો હતો. આ પ્રસાદી ગંગા અને જમના માટે નવા ટાર્ગેટ બની રહેતાં. એક બે દિવસમાં જ આ બે બહેનો જે તે યુવતી નારાયણના બેડરૂમ સુધી સેવામાં જાય એવો માહોલ બનાવી દેતી હતી. નારાયણને ભોગ ચઢાવવા માટે તેઓ કંઇપણ કરતી.

તરણકુંડમાં નારાયણ આ ગોપીઓ સાથે કામલીલા કરતો હતો. ડુંગરો અને કોતરો વચ્ચે ધ્યાન સાધના માટે બનાવાયેલી કુટિરો ભોગ વિલાસ માટે વધુ ઉપયોગમાં લેવાતી હતી. તેણે નિર્લજ્જપણે કામલીલાની કબૂલાત કરી હતી. નારાયણ કહેતો કે કેટલીને ભોગવી તે યાદ નથી. બધી આશીર્વાદ લેવા માટે સામેથી આવતી હતી.

સાધકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. સેક્સ વર્ધક દવાઓ આશ્રમનો ધિકતો ધંધો હતો. ર્ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, જાત જાતના કંદ, મૂળ, પત્તાઓ પીસી, ઉકાળી તેની ગોળીઓ બનાવી સેક્સ વર્ધક દવાના નામે વેચાતી.

નેશનલ ક્રાઇમ રેકર્ડના આંકડા ઉપર નજર કરવામાં આવે તો દેશમાં વર્ષ ૨૦૧૦માં ૨૨૧૭૨, વર્ષ ૨૦૧૧માં ૨૪૨૦૬, વર્ષ ૨૦૧૨માં ૨૪૯૨૩, વર્ષ ૨૦૧૩માં ૩૩૭૦૭ અને વર્ષ ૨૦૧૫માં ૩૪૬૫૧ મહિલાઓ ઉપર રેપ થયા છે. તેમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોનો સમાવેશ થતો નથી.