પોરબંદર ભાજપના બિલ્ડર ઉમેદવાર પાસે રૂ.36 કરોડની સંપતી

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પાસે રૂ.35.73 કરોડની મિલકત છે. તેમના પત્નિ મંજુલા ધડુક પાસે રૂ.11.16 કરોની મિલકતો છે. કલેક્ટર સમક્ષ તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે આ વિગતો કાયદા હેઠળ જાહેર કરી હતી.

તેઓ 1980માં ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલ માં ધોરણ 10 સુધી ભણેલા છે અને પોતે રીયલ એસ્ટેટ, બિલ્ડર તથા ટ્રેડીંગ બીઝનેસ ઉપરાંત ખેતીકામ કરે છે. રૂ.17 કરોડનું દેવું છે. તેમના પત્નિ પર રૂ.4.81 કરોડનું દેવું છે.

10 બેન્કખાતામાં રોકડ રૂ.2 લાખ, પત્નીના 10 બેન્ક ખાતામાં રોકડ રૂ.1.37 લાખ છે. હાથ પર રોકડ રૂ.4.90 લાખ, પત્નીના હાથ પર રોકડ રૂ.18.28 લાખ છે.

ગોંડલ નાગરિક બેંક અને કો ઓપ બેંક ઓફ્ રાજકોટના કુલ રૂ.15 હજારના 2 શેર તથા પત્ની પાસે રૂ.7 હજારના બે શેર છે. કરજદારો પાસે રૂ.17 કરોડ, પત્નીનેા કરજદારો પાસેથી રૂ.41 લાખ લેવાના છે.

પોતાની રૂ.43 લાખની 3 કાર છે. સોનાના દાગીના 355.56 ગ્રામ રૂ.12.66 લાખના છે.

પત્ની પાસે પણ વિવિધ ખેતી ની જમીન પ્લોટ, દુકાન મળી કુલ રૂ.8.56 કરોડની સ્થાવર મિલકત છે. બન્ને મળીને રૂ.15 કરોડની સ્થાવર મિલકત છે. 50 લોકોને રૂ.16.41 કરોડ ચૂકવવાના બાકી છે. મંજુલાબેને 12 લોકોને રૂ.3.60 લાખ આપવાના બાકી છે.  તેમના પર કોઈ પણ પ્રકારના ગુના નોંધાયા ન હોવાનું તેમણે કલેક્ટરને કહ્યું હતું.