પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળો

આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકશન મેળવેલી ૨ લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના ૫ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે  રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને ૨૩૦૭ કરોડના સાધન સહાય પોરબંદરના આંગણે આ મેળા અંતર્ગત ૩૪૧૪ લાભાર્થીઓને રૂ.૧.૬૧ કરોડની સહાય અર્પણ કરી હતી. વર્ષ દરમિયાન કુલ ૧૫,૪૬૭ લાભાર્થીઓને રૂ.૧૧.૧૨ કરોડની સહાય ગરીબ કલ્યાણ પૂર્વે વિતરણ થઇ ગઇ છે.
ગત વર્ષે યોજાયેલી ગરીબ કલ્યાણ મેળાની ૧૦મી કડીમાં આ જિલ્લાના ગરીબ વંચિત દરીદ્રનારાયણોને કુલ ૭ કરોડ ૯૬ લાખની સહાય રાજ્ય સરકારે આપી હતી.
ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૨૫ હજાર સુધીની કીટ આપીને વંશ પરંપરાગત કડીયા, લુહાર, સુથાર, પલ્મબર, વગેરેને
મુખ્યમંત્રીએ ગુજરાતમાં દરીદ્રનારાયણના કલ્યાણના આ સેવા યજ્ઞનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યુ કે, ભૂતકાળમાં ગરીબી હટાવોના માત્ર નારા તેમણે આપેલા પણ ગરીબ બાપડો બીચારો ઠેરનો ઠેર રહ્યો.
પોરબંદર-રાણાવાવ-કુતિયાણા વિસ્તારની પીવાના પાણીની સમસ્યાના નિવારણરૂપે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડી નેટવર્ક અંતર્ગત ૬૪ કી.મી લંબાઇની બલ્ક પાઇપલાઇન યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સમગ્ર કામગીરી આગામી માર્ચ મહિના પહેલા રૂ.૧૧૯ કરોડના ખર્ચે પૂર્ણ કરીને ઉનાળામાં આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદ્દભવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ ઉમેર્યુ હતું.

રાજ્યના ૧૬૦૦ કી.મી લાંબા દરિયા કિનારે રહેલી વિશાળ જળ રાશિનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવા રાજ્યમાં ૧૦ જેટલા ડીસેલીનેશન પ્લાન્ટ બનાવવાના સેવા અભિગમની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યુ કે, રાજયમાં જળ સુરક્ષા-સલામતિ આાપવાના અભિગમ સાથે જોડીયામાં પી.પી.પી. ધોરણે આવો ડીસેલીનેશન પ્લાન્ટ શરૂ કરવાની કામગીરી સરકારે ઉપાડી છે. સેલીનેશન પ્લાન્ટ પોરબંદર ખાતે દૈનિક ૨૦ એમ.એલ.ડી. ક્ષમતા સાથે શરૂ કરવાની નેમ પણ તેમણે દર્શાવી હતી.  સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી અને માંડવી-કચ્છમાં આવા પ્લાન્ટ સ્થાપવાના રાજ્ય સરકારના આયોજનની પણ વિગતો આપી હતી.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યુ કે, સૌરાષ્ટ્રના પાણીના સંકટને દુર કરવા રાજ્ય સરકારે નક્કર આયોજન કરીને લોકોની પોરબંદરમાં વધારાનું પાણી મળે તે માટે રૂ.૧૧૯ કરોડના પાણીના પાઇપલાઇનના પ્રોજેક્ટનો પણ પ્રારંભ થતા હવે પોરબંદર જિલ્લામાં પાણીનો દુકાળ નહીં રહે.