પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?

સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિયાણામાં એનસીપીના કાંધલ જાડેજા ધારાસભ્ય છે.
Assembly Seats: – 73- ગોંડલ, 74-Jetpur, 75-Dhoraji, 83- પોરબંદર, 84-Kutiyana, 85-Manavadar, 88- કેશોદ.

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય  
73 gondal 1,87,348 662 13,927 13,782 0 13,417 13,738 0 11,907 75,240 17,238 278 8,509 511 17,265 874  
74 jetpur 2,23,552 22,231 0 15,774 0 10,550 14,256 0 46,897 74,512 11,304 0 4,319 4,161 10,156 9,392  
75 dhoraji 2,23,660 17,665 0 42,585 0 5,095 11,062 0 25,216 47,726 53,158 0 3,311 3,851 8,647 5,344  
83 porbandar 2,08,168 17,007 3,508 14,311 0 15,716 12,753 0 1,01,477 275 500 134 21,687 17,246 2,889 665  
84 kutiyana 1,75,296 14,996 1,958 11,939 0 19,439 24,367 0 73,904 3,627 6,685 0 10,453 2,505 4,123 1,300  
85 manavadar 2,15,614 25,550 290 15,231 0 8,129 15,729 0 55,635 12,642 56,337 0 6,041 1,823 3,759 14,448  
88 keshod 1,93,692 21,247 283 9,056 0 22,163 10,137 0 38,677 25,532 31,647 35 6,023 1,635 12,727 14,530  
કૂલ  2012 પ્રમાણે 14,27,330 1,19,358 19,966 1,22,678 0 94,509 1,02,042 0 3,53,713 2,39,554 1,76,869 447 60,343 31,732 59,566 46,553  

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,08,437 4,67,798
INC 2,40,466 4,92,716
તફાવત 2,67,971 24,918

2014 લોકસભા

મતદાર : 1539223
મતદાન : 809985
કૂલ મતદાન (%) : 52.62

 

ઉમેદવાર – ઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
JADEJA KANDHALBHAI SARAMANBHAI NCP 240466 29.69
RADADIYA VITHALBHAI  HANSRAJBHAI BJP 508437 62.78
SADIYA VRAJALAL PABABHAI BSP 12180 1.50
IRFANSHAH HABIBSHAH SUHARAVARDI SP 3825 0.47
MANSUKH SUNDARAJI DHOKAI AAAP 7939 0.98
AGHERA DHIRAJLAL BHURABHAI IND 1671 0.21
UNADAKAT PRAKASH VALLABHADAS IND 1618 0.20
KHUNTI BHARATBHAI MALDEBHAI IND 2205 0.27
KHOKHANI LALITABEN MANSUKHBHAI IND 1569 0.19
JOSHI HARISH LILADHAR IND 1024 0.13
TUKADIA G.R. IND 1704 0.21
PATEL BUTANI RAJESHBHAI MAGANBHAI IND 2868 0.35
RATHOD CHANDULAL MOHANLAL IND 3009 0.37
VAKIL VINZUDA RANJITBHAI NARANBHAI IND 4475 0.55
None of the Above NOTA 16443 2.03

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Patel Harilal Madhavjibhai                            BJP

2009       Vitthalbhai Hansrajbhai Radadiya              BJP

2014       Vitthalbhai Hansrajbhai Radadiya              BJP

17 ઉમેદવારો

  1. લલીત વસોયા – કોંગ્રેસ
  2. રેશ્મા પટેલ – અપક્ષ
  3. ભાર્ગવ સુરેશચંન્દ્ર જોષી ગુજરાત જનતા પંચાયત પાર્ટી
  4. રમેશભાઈ લવજીભાઈ ધડુક ભારતીય જનતા પાર્ટી
  5. સોંદરવા અશોક નાનજી અપક્ષ
  6. ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા અપક્ષ
  7. કદાવલા સામતભાઈ ગોવાભાઈ બહુજન સમાજ પાર્ટી
  8. ઉનડકટ પ્રકાશભાઈ વલ્લભદાસ અપક્ષ
  9. વિમલભાઇ રતિલાલ રામાણી અપક્ષ
  10. અલ્પેશ વલ્લભભાઇ વાડોલીયા અપક્ષ
  11. રાંક જિજ્ઞેશભાઇ ગોવિંદભાઇ અપક્ષ
  12. કિર્તીકુમાર બાવનજીભાઇ મારવાણીયા અપક્ષ
  13. રણજીત વિંઝુડા – અપક્ષ
  14. કારાભાઈ આંત્રોલિયા – અપક્ષ
  15. દાસાભાઈ રબારી – અપક્ષ
  16. ડાહ્યાભાઈ રાઠોડ – અપક્ષ
  17. રિયાઝ સુતરીયા – અપક્ષ

વિકાસના કામો

  • ગાંધીજીના જન્મસ્થાન કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને ‘શાંતિનું મંદિર’ બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.
  • બોઈંગ વિમાન ઉતરી શકે એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એર પોર્ટ પોરબંદરમા આપવામાં આવ્યું છે.
  • ચોપાટી સારી રીતે વિકસિત કરી છે.
  • નવા રોડ અને ગટર બનાવવામાં આવી છે.
  • કોસ્ટલ હાઈવે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા બાયપાસ સારા બનાવાયા છે.
  • બરડા અભયારણ્યમાં સિંહોને વસાવવા માટેનો પ્રોજેક્ટ આગળ વધારવામાં આવી રહ્યો છે.

પ્રશ્નો – ઘટનાઓ

  • વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની સભામાં પ્રશ્નો રજૂ કરનારા પોરબંદર માછીમાર બોટ મંડળના પ્રમુખને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
  • માથાભારે તત્વોના કારણે મોટા ઉદ્યોગો બંધ થયા છે, 35 વર્ષથી નવા કોઈ ઉદ્યોગો પોરબંદરમાં આવ્યા નથી. ગાંધી પોતાનું ગામ એ જયારે જેમ મૂકી ને ગયા હતા ત્યારનું લગભગ એમ જ છે. કોઈ આર્થિક વિકાસ થયો નથી.
  • પોરબંદર, રાણાવાવ, કુતિયાણાના ઘેડ વિસ્તારના ગામડામાં વાવેતર થયેલી ખેતીની જમીન ઉપર ફરી વળેલા પાણી તથા ધોરાજી અને ઉપલેટામાં પાક વીમાની રકમ મળી નથી. .
  • કીર્તિમંદિરના વિકાસ અને પ્રવાસીઓને આકર્ષવા માટે લાઈટ એન્ડ સાઉન્ડનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો નથી.
  • પોરબંદરના ચોપાટી મેળા મેદાનનો વિકાસ કરાતો નથી.
  • પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પનામાના જહાજમાંથી કોસ્ટ ગાર્ડે રૂ.3500 કરોડની કિંમતનું 1500 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. આમ ફરી ડ્રગ્ઝ વેપાર શરૂ થયો છે.
  • કુદરતી ખનિજની ખાણ ઉપર પોરબંદરમાં ગેરકાયદે ટર્નઓવર રૂ.180 થી 1000 કરોડ એક વર્ષનું હોવાનો અંદાજ છે. બોખીરીયા, ભીમા દુલા ઓડેદરા અને તેનો પુત્ર લક્ષ્મણ ઓડેદરા અને પૂર્વ સાંસદ ભરત ઓડેદરા સામે અનેક આક્ષેપો થયેલા છે. તેમણે દસ વર્ષના સમય ગાળામાં 1.50 કરોડ ટન ચૂનો કે જેની કિંમત રૂ.500 કરોડ થાય છે તે ગેરદાયદે કાઢી લેવામાં આવ્યો છે, જેની સરકારને રોયલ્ટી નહીં ચૂકવીને રૂ.600 કરોડનું નુકસાન કર્યું છે. દોઢ દાયકાથી બાબુ બોખીરીયાએ પોલીસ રક્ષણ હેઠળ સતત રહેવું પડશે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

અર્જુન મોઢવાડીયા, બાબુ બોખીરીયા, નરોત્તમ પલાણ, માફિયા ગેંગના સભ્યો

2019ની સંભાવના

પોરબંદર ભાજપ માટે સલામત રહેતી આવી છે. અહીં ભાજપ પાસે અગાઉ જેવા મજબૂત ઉમેદવાર મળે તેમ નથી. તેથી કોંગ્રેસ પાસે જીતની શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો ટ્રેન કોંગ્રેસ તરફી થયો છે.

ભાજપ

પોરબંદરમાં વિઠ્ઠલ ભાઇ રાદડિયાની તબિયત બે વર્ષથી નાદુરસ્ત હોવાને કારણે આ સીટ પર ઉમેદવાર બદલીને નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે. સંસદમાં ચાર વર્ષમાં એકપણ વખત પ્રશ્ન નહીં પૂછીને દેખાવ તો લાલકૃષ્ણ અડવાણી કરતા પણ કંગાળ રહ્યો છે.

કોંગ્રેસ

પાટીદાર અનામત આંદોલન વખતે સરકારની સામે ખૂલ્લીને બહાર આવેલા હાર્દિક પટેલની પાસ ટીમના  લલિત વસોયા કે જેઓ અહીં ધારાસભ્ય છે તેઓ પોરબંદરની બેઠક પરથી ટીકીટ ઈચ્છી રહ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડીયાની સામે મેદાનમાં ઉતરવા તૈયાર હેાવાનું પક્ષને કહ્યું છે. પણ અહીં કોંગ્રેસનું મજબૂત નેટ વર્ક નથી અને કોંગ્રેસ દ્વારા જુથબંધી હોવાથી પોતાના જ ઉમેદવાર સામે કામ કરનારા ઘણાં છે.

વચનો પુરા ન થયા

રાજકોટ, જામનગર પછી સૌરાષ્ટ્રમાં અહીં હવાઈ મથક લશ્કરી અને લોકોની દ્રશ્ટિએ મહતાવનું છે. અહીથીં યુ.કે ગલ્ફમાં, આફ્રિકા વિગેરે સ્થળોએ  જવા માટે પુરતો ટ્રાફિક  મળી રહે તેમ છે. બોંઈગ વિમાન ઉતરે તેવી  ક્ષમતા પોરબંદર એરપોર્ટ  બનાવવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટે તમામ સુવિધા આપી દેવામાં આવી છે. પણ રન-વે વધારવા જમીન ફાળવણી કરાઇ નથી. રાત્રી ઉડ્ડયન શરૂ કરવામાં આવતો નથી. સરકારે વચન આપ્યું હતું કે જમીન આપશે, હજુ આપી નથી.

વિઠ્ઠલ રાદડીયાના પુત્ર અને પુરવઠા પ્રધાને વચન આપ્યું હતું કે, સરકારી ગોદામોમાં ચાલતી ગેરરીતિને રોકવા ક્લોઝ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરાથી સજ્જ કરવામાં આવશે. વાહનોમાં આધુનિક જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે ને તેનું મોનિટરિંગ કરવામાં આવશે. પણ પોરબંદરમાં મગફળીના ગોડાઉનોમાં આગ લાગી ત્યારે આવા કોઈ કેમેરા લગાવાયેલા ન હતા.

ગુજરાત સરકારે વચન આપ્યું હતું કે, અંતરિયાળ ગામડાંઓમાં એસ.ટી બસની સુવિધા નથી ત્યાં બસ પહોંચાડવાના પ્રયત્નો કરીશું, અહીં અનેક ગામડાંઓ એવા છે કે જ્યાં બસ જતી નથી.

બારમાસી બંદર બનાવવા માટે દરેક ચૂંટણીમાં વચન આપવામાં આવે છે, પણ થતું નથી.