પોરબંદર એરપોર્ટ સત્તામંડળ સાથે ચર્ચા, પણ જમીન વિવાદ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે એરપોર્ટના હાલના 1372 મીટર રન-વે ને 2600 મીટર જેટલો લાંબો કરવા તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા વધારવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિચાર વિમર્શ કર્યો હતો. પોરબંદર શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા ઉપરાંત પ્રવાસન સ્થળ છે, અને દરિયાઈ સરહદ પરનું શહેર છે.

કોસ્ટગાર્ડના સ્ટાફ કવાટર્સ એરપોર્ટ રન-વે નજીક બનાવવામાં આવી રહ્યા છે તે માટે પણ રન-વે વિસ્તૃતીકરણને અસર ન પડે તે રીતે વધુ જમીન ફાળવવા માટે શકયતાદર્શી અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા તૈયાર કરીને રાજ્ય સરકારને આપશે.

જમીન વિવાદ

જમીન બાબતે વિવાદ થયો છે. પોરબંદર એરપોર્ટ પાસેની જમીન અગાઉ કોસ્ટલ ડિપાર્ટમેન્ટને ફળવાઈ ચૂકી છે. આ જમીનનું NOC પણ અપાઈ ચૂક્યું છે. કોસ્ટલ ડિપાર્ટમેન્ટને અપાયેલા NOCને કારણે એરપોર્ટ વિસ્તરણ મામલે સરકાર અટવાયેલી છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ રાજ્ય સરકારને વચલો માર્ગ કાઢી ઉકેલ લાવવા અગાઉ વિનંતી કરી છે.

પોરબંદર એરપોર્ટ

એરપોર્ટ લંબાઈ – 4500 ફૂટ
કાર્ગો લોડ – ક્યારેક ક્યારેક

ટ્રાફિક પેસેન્જર વિગતો – (દર મહિને / 2008)
એરક્રાફ્ટની સંખ્યા – એક ફ્લાઇટ દૈનિક
એરક્રાફ્ટ પ્રકાર – ATR
એરલાઇન્સનાની સંખ્યાસ્થાનિક : જેટ એરવેઝ
લક્ષ્યસ્થાનસ્થાનિક : દીવ – પોરબંદર – મુંબઇ
પેસેન્જર લોડ – (દર મહિને)સરેરાશ 20 દિવસ દીઠ

ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાને પ્રવાસન માટે રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર કામ કરી રહ્યું છે. રાજકોટ અને ધોલેરાના આંતરરાષ્ટ્રિય એરપોર્ટના વિકાસ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો.