ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ દ્વારા પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ મેદાન ખાતે ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ દરમિયાન “કુટિર હસ્તકલા મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૧૦૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશ-પરંપરાગત કલાને જીવંત રાખી કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવાનો અને તેમની આજીવીકામાં વધારો કરવાનો છે. જેમાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, માટીના ઘરેણા જેવી માટીની ચીજવસ્તુઓ સહિતની ભાતીગળ – હાથશાળ – હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
આ મેળામાં પોરબંદર, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, પંચમહાલ સહિતના વિવિધ જિલ્લાઓનાં કારીગરો દ્વારા પ્રદર્શન – સહ – વેચાણ કરવામાં આવશે.