પોરબંદર બેઠક કોંગ્રેસ જીતે તેવા એંધાણ, રાદડિયાના અંગત મદદનીશે પડકાર્યા

ભાજપે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપી નથી. ભાજપે વિટ્ઠલ રાદડિયાનો અનાદર કર્યો છે. પણ કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના અંગત મદદનીશ રહી ચૂકેલા અને ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં મોટો પડકાર સર્જ્યો છે. જ્યાં વિઠ્ઠલ રાડદિયાના મોટા પુત્ર જયેશ રાદડિયા કે જે વિજય રૂપાણી સરકારમાં પ્રધાન છે તે પણ નારાજ છે. તેથી પોરબંદરની બેઠક હવે રસાકસી વાળી બની ગઈ છે.

પાટીદાર અનામત આંદોલન અને તે પહેલા સ્થાનિક ખેડૂત, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લલિત વસોયા રાજકોટ- પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાના ચેલા તરીકે ઓળખાય છે. વિઠ્ઠલ રાદડિયા શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં મંત્રી હતા ત્યારે લલિત વસોયા તેમના અંગત મદદનીશ હતા. જ્યારે ભાજપમાં બળવો થયો ત્યારે લલિત વસોવાયે ભાજપની કેસુભાઈની સરકાર તોડવા માટે ભરપૂર મદદ કરી હતી.

2013માં વિઠ્ઠલ રાદડિયા પોતાના મોટા પુત્ર જયેશને લઈને પક્ષપલટો કરીને કોંગ્રેસને દગો દઈ ભાજપ સાથે બેસી ગયા હતા. ત્યારે લલિત વસોયાએ કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેઓ પછી કોંગ્રેસથી હાર્દિક પટેલની મદદ લઈને ચૂંટણી જીત્યા હતા. ત્યાં સુધી કોઈ લલિત વસોવાયાને કોઈ જાણતું નથી.

ડિસેમ્બર 2017માં વિઠ્ઠલ રાદડિયાના વર્ચસ્વવાળી ધોરાજી વિધાનસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયા જીત્યા હતા. પોરબંદર મતક્ષેત્ર હેઠળના ધોરાજીમાં પહેલી વખત વિઠ્ઠલ રાદડિયા ચૂંટણીમાં ઉમેદવાર પણ નહોતા અને નાદુરસ્તીને કારણે તેઓ પ્રચારમાં પણ નહોતા.

વખતે રાદડિયા નથી તેવામાં કોંગ્રેસે લલિત વસોયાને ઉતારતા સ્થાનિક ભાજપ સામે પડકાર જનક સ્થિતિ ઉભી થઈ છે. ભાજપે લલિત રાદડિયાની ટિકિટ કાપી ગોંડલના રમેશ ધડુક જેવા નવા ચેહેરાને ઉમેદવાર બનાવતા પહેલાથી જ પોરબંદરમાં પોસ્ટરવોર ફાટયુ છે. ધડુક સામે ભારે વિરોધ છે પણ લલિત સામે કોઈને વિરોધ નથી.

વિઠ્ઠલભાઈના વિકલ્પમાં ભાજપે લલિત કે ચેતનાબહેનને ટિકિટ ન આપતા રાદડિયા હોસ્ટેલમાં ભણેલા વિદ્યાર્થીઓ અને મતદારોએ પત્રિકા બનાવીને ચારેબાજુ લગાવી હતી. જયેશ રાદડિયાની સૂચનાથી પોસ્ટર વોર થયું તેની વિગતો રાજકોટ ભાજપ સુધી પહોંચી હતી. મંત્રી જયેશને ચૂંટણી લડવાનું દબાણ કરીને ભાજપે વિટ્ઠલ રાદડિયાની તાકાત ઓછી કરી નાંખી છે. દબાણવશ જયેશ ભાજપને મત આપવાની વિનંતી કરશે તેમ કહેતા આ પત્રિકામાં રમશે ધડુકને મત નહીં આપવા અપિલ કરવામાં આવી છે.

વિટ્ઠલ અને લલિત વચ્ચે સારા સબંધ ન હતા

ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક પટેલ સાથે સુરત જેલમાં કરેલી મુલાકાત કરી હતી. હાર્દિક સાથે સમાધાન થયું હોવાનું તેમણે જાહેર કર્યું હતું. પાટીદાર અનામત અંદોલન સમિતિ (PAAS) દ્વારા વિટ્ઠલ રાદડિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું હતું કે, PAASના ઉપલેટાના લલિત વસોયા સમાધાનમાં અડચણરૂપ બની રહ્યા છે.

વિઠ્ઠલ રાદડિયોનો વિરોધ કરતાં લલિત વસોયાએ જણાવ્યું હતું કે, રાદડિયા હાલમાં જ બની બેઠેલા ભાજપના પાટીદાર આગેવાન છે અને તદ્દન જુઠાણું ફેલાવી લોકોને ભરમાવી રહ્યા છે. પાટીદાર સમાજની OBCમાં પ્રવેશની જે માંગ છે તથા 25 અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ પર અત્યાચાર ગુજારનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરનાં પગલાં, અનામત આંદોલનમાં પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવા તેમજ હાર્દિક પટેલ સહિતના પાટીદારોને નિર્દોષ જાહેર કરી જેલમુક્ત કરવા PAASની મુખ્ય માંગ છે, જ્યાં સુધી આ તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી PAAS દ્વારા અનામત આંદોલન ચાલુ જ રહેશે. હાર્દિક સાથે વાત થઇ સમાધાન થઇ ગયું હોવાનું જુઠાણું ફેલાવનાર વિઠ્ઠલ રાદડિયાનો પાટીદાર સમાજ ક્યારેય વિશ્વાસ નહીં કરે. તેમ લલિતે જાહેર કર્યું હતું.

રાજકોટ PAAS ક્ન્વીનર હેમાંગ પટેલે જણાવ્યું હતું કે, વિઠ્ઠલ રાદડિયાએ એવું નિવેદન આપ્યું છે કે લલિત વસોયા કોંગ્રેસના છે. લલિત વસોયા ક્યારેય પણ કોંગ્રેસમાં હતા નહીં અને લલિત વસોયા ભાજપમાં છે. ભાજપે સસ્પેંડ નથી.  વિઠ્ઠલભાઈ પોતે જ સત્તાલાલચુ માણસ છે. જ્યારે કોંગ્રેસતરફી વાતવરણ હતું ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા અને ભાજપતરફી વતાવરણ બનતાં ભાજપમાં આવી ગયા.