પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ ભાજપ બન્યો, અર્જુન મોઢવાડિયા નિષ્ફળ

પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ કલ્ચરથી ભરચક બની ગયો છે. પોરબંદર કૉંગ્રેસનાં 300 કાર્યકરો કોંગ્રેસનાં કુતિયાણાના આગેવાન વેજા મોડેદરા સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. ગામડાનાં સરપંચ સહિત ભાજપમાં ગયા છે.

બાબુભાઈ બોખીરીયાને રાજકારણ લાવનારા અર્જુન મોઢવાડિયા હતા. પણ હાલ અર્જુન મોઢવાડિયા પોરબંદર કોંગ્રેસનું વિસર્જન કરી ચૂક્યા છે અને બાબુ બોખીરીયાએ ભાજપમાં કોંગ્રેસની ભરતી કરીને તે બધાને લાઈમસ્ટોનના ગેરકાયદે અને કાયદેસર ધંધામાં લગાવી દીધા છે. જે ભાજપમાં નથી ગયા તે બધા અર્જુન મોઢવાડિયાના કારણે નિષ્ક્રિય બની ગયા છે. જો આમ જ ચાલશે તો હજુ એક વખત કોંગ્રેસ પોરબંદર બેઠક ગુમાવશે.

પોરબંદર કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ આગેવાનના મૃત્યુ પછી પોરબંદર કોંગ્રેસના અગ્રણી આગેવાન ક્યાં તો નિષ્ક્રિય કરી ઘરે બેસાડી દેવામાં આવ્યા છે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. પોરબંદરના કોંગ્રેસના આગેવાનની હાલની તેની રાજકીય સ્થિતિ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સમક્ષ રાજુ ઓડેદરાએ મૂકી છે. ઈમામ ખાન પઠાણના મૃત્યુ પછી સંનિષ્ઠ આગેવાન સત્તાર મૌલાના કાસમ સંઘાડ ભારતીય જનતા પાર્ટીમાં છે અને અબ્દુલકાદર હુસૈન રેવડી અસલમ કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ચૂક્યા છે. માલદે ઓડેદરાએ પોરબંદર કોંગ્રેસને ઉંચી લાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ચાલીસ વર્ષથી સિનિયર કાઉન્સિલર હતા હાલ નિષ્ક્રિય છે. તુષાર જોશી અને રાજુભાઇ રાણા નિષ્ક્રિય છે ગુદુભાઈ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. પ્રકાશ જોશી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

અનિલ મોતીવરસ, રાજેશ પાંજરી, ખીમજી ભાઈ સહિત સાગરશક્તિ દળ અને અખાડા ગ્રુપના કાર્યકરો અને ખીમજી ભાઈ પ્રેમજીપઢું, મોહન ખોખરી, અશોક ભાદ્રેચા કાંતિ કાણકીયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જ્યારે નરેન્દ્ર શિયાળ, જીવીબેન શિયાળ, નાથીબેન વઢીયા, મનીષ શિયાળ નિષ્ક્રિય થઈ ઘરે બેસી ચૂક્યા છે જલેશ ભાઈ લાખાણી નિષ્ક્રિય રહી ઘરે બેસી ચુક્યા છે. દાનુંભાઈ ઓડેદરા ભાજપમાં જોડાયા ત્યાંથી પરત ફરી ત્રીજો વિકલ્પ શોધે છે. નિષ્ક્રિય થઈ ચૂકેલા ભીમભાઈ ઓડેદરા હાલ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર છે. મોહન મોઢવાડીયા અવગણના થતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાનુભાઈ ઓડેદરા નિષ્ક્રિય થઈ ગયા છે. વિજય કાળછા અર્જુન ભાઈના પાડોશી બાબુભાઈને ત્યાં બેસે છે.

કિરીટ સાવજાણી, લખન ઓડેદરા ખાપટ, બાલુ ભાઈ બોખીરિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. છાંયા વિસ્તારના કાર્યકર માલદે ઓડેદરા NCPમાં જોડાઈ ચૂક્યા છે. કચુ દવે ભાજપમાંથી આવીને ચૂંટણી લડી ઘર વાપસી કરી ચૂક્યો છે. રામદેવ મ્યાજર ઓડેદરા, રમેશ દયાગર ગોસ્વામી, કુછડીના મજબૂત સરપંચ નાગાભાઈ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કોલીખડા અને બખરલાના કોંગ્રેસ પ્રેરિત સરપંચ દેવા મારુ અને અરસી ખૂટી ભાજપમાં જોડાઈ જતા 45 માંથી 41 ગ્રામ પંચાયત પર ભાજપની વિચારધારા છેલ્લા 15 વર્ષથી છે. ખંભોદર ઓઘડભાઈ, દિલીપ ગોઢાણીયા ભાજપ જોડાઈ ચૂક્યા છે અને તાલુકા પંચાયતની માત્ર ત્રણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે. નગરપાલિકાની 42માંથી 39 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જેમાંના અડધા કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

કોંગ્રેસમાં માત્ર અર્જુનભાઇ તેના નાના ભાઈ રામદેવ ભાઈ મોઢવડીયા સર્વોપરી છે. સિક્કા છાપ જિલ્લા પ્રમુખની નિમણૂકો તેના મારફત થાય છે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેના કૌટુંબિક ભાણેજ અને એક સમયમાં સાથે નોકરી કરતા લખણસી ગોરણિયા છે, જેનો વિરોધ હોવા છતાં કાર્યકર્તા બોલવાની હિંમત નથી કરતા આખા પોરબંદરની યુથ કોંગ્રેસ તોડનાર એક સમયના પટાવાળા દેવશી મોઢવાડીયાને જિલ્લા યુવક કોંગ્રેસમાં ગોઠવણ કરી છે. ભરત મોઢવાડીયા મુળુભાઈ મોઢવાડીયાના સુપુત્ર છે. બાકી જિલ્લાના તમામ આગેવાનની અવગણના થાય છે. ઉપરનું લિસ્ટ તો મજબૂત કોંગ્રેસ હોદેદાર અથવા કાઉન્સિલરનું છે જિલ્લા તાલુકા પંચાયતના આગેવાનનું છે.