પોલીસે દરોડા પાડીને ખુલ્લેઆમ ગૌમાસ વેચતાં ચારને ઝડપી પાડયા

રાજકોટ,તા:૨૬ રાજકોટના શાપર-વેરાવળમાં ગૌમાસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડી ૧૫૦ કિલો ગૌવંશનું માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા. શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદીર નજીક ગૌમાંસનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસના સ્ટાફ સાથે દરોડો પાડી વસીલા મટનનામે ઓરડીની બહાર ઓટલા ઉપર ગેરકરકાયદેસર ગૌમાસનું વેચાણ કરતા રાજકોટ રૈયા રોડ, હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા બસીર હુશેનભાઇ શેખ, હુશેન બચુભાઇ શેખ, તથા અન્યની ધરપકડ કરીને ગૌમાંસ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.