ભાજપના વિવાદાસ્પદ નેતા જયંતી ભાનુશાળીના દુષ્કર્મ પ્રકરણમાં આવે જનતા પાર્ટીના નેતા છેલ્લી પાયરી પર ઉતરી આવ્યા છે. ગુજરાત પોલીસ પણ તેને સાથ આપી રહી હોય તેમ ભાજપના ભાગેડુ નેતા જયંતિ ભાનુશાળીને પકડવાના બદલે તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે અને યુવતીની નબળી કડી શોધી કાઢવા પોલીસ દોડધામ કરી રહી છે. ભાનુશાળીએ રાજીનામુ આપવું પડ્યું છે. ભાનુશાળીના બદલામાં કોંગ્રેસના છબીલ પટેલને ટિકિટ આપવામાં આવતા ભાનુશાળીથી તે સહન થઈ શક્યું નહોતું. છબીલ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ હાર્યા હતા. 2017માં બળાત્કાર કેસમાં ભાજપના નેતાઓની સામેલગીરીને આરોપો પાછળ પણ કચ્છ ભાજપનો આંતરિક કલહ જવાબદાર હોવાનું નેતાઓ કહી ચૂક્યા છે. આમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હવે સુરતની યુવતીને બદનામ કરવા માટે જમીની લડાઈ લડી રહ્યા છે.
બળાત્કારનો ભોગ બનેલી યુવતીના ચારિત્ર્યહનન કરતાં ભાજપના નેતાઓ
ભાનુશાળીના સસરાએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી બળાત્કારનો ભોગ બનેલી મહિલા ઉપર આરોપો મૂકી એના ચારિત્રના આક્ષેપો શરૂ કર્યા છે. પીડિતાએ હનીટ્રેપમાં મોટા નેતાઓને ફસાવી ખંડણીવસૂલી હોવાનું પણ એમણે કહ્યું છે. ભાનુશાળીને ફસાવવા માટે વીડિયો ક્લિપ ઉતારીને રાજકીય કાવતરું ઘડ્યું હોવાનો પણ સસરાએ અરજીમાં આરોપ મુક્યો છે. પોલીસ કમિશનરને સુરતમાં એવું કહ્યું છે કે વ્યક્તિ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે ચાર રસ્તાઓ પર કે રસ્તાઓ પર બળાત્કાર કરે નહિ અને વીડિયો ક્લિપ પણ ઉતારે નહીં. તેથી પીડિતાના આક્ષેપો ખોટા છે. સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી છે. પીડિતા એક સંઘની સભ્ય છે. આ ટોળકી રાજ્યના નેતાઓને હનીટ્રેપમાં ફસાવે છે. વિડીયો બનાવે છે. સેક્સ વીડીયો થકી બ્લેકમેલ કરી મોટી રકમના સેટલમેન્ટ કરે છે. પીડિતા સહિત અનેક છોકરીઓ આવા ગોરખધંધા કરી રહી છે. ભાનુશાળી સામે આ રીતે કરાયું હોવાનો પણ એમણે આરોપ મૂક્યો છે. ભાનુશાળીના સસરાએ કરેલી અરજીમાં એવું પણ જણાવાયું છે કે પોતાની સામે બળાત્કાર થયો છે એવી અરજી કર્યા પછી અચાનક ગુમ થઈ જાય છે ભાડાનું મકાન ખાલી કરીને ચાલી જાય છે. ત્યાર બાદ રહસ્યમય રીતે ભાનુશાળી સામે ફરિયાદ અંગે કોઈ કાર્ય કરવા માગતી નથી. બાદમાં જ્યારે કમિશનર કચેરીએ જાય છે ત્યારે કોંગ્રેસના લોકો સાથે ત્યાં પહોંચે છે અને હંગામો મચાવી ભાનુશાળીને બદનામ કરવા વિડીયો ફરતો કરવા સહિતના મુદ્દે પિતા તથા રાજકીય આગેવાનો સામે માનહાનિ અને આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધવા તેમણે માગણી કરી છે.
દહેજ માંગતા મેં છૂટાછેડા લીધા હતા
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સામે એના પૂર્વ પતિએ જે આક્ષેપો કર્યા હતા તેનો જવાબ આપતા પીડિતાએ સુરત ખાતે જણાવ્યું હતું કે મારી પાસે દહેજ માગવા માટે મને ત્રાસ આપતો હતો. પતિને દહેજ ન મળવાના કારણે માનસિક અને શારીરિક અત્યાચાર પણ મારા પર ગુજારતો હતો. તેથી આખરે કંટાળીને મેં તેની તેનાથી છૂટાછેડા લીધા હતા. પતિ-પત્નીએ સંમતિથી છૂટાછેડા લીધા હતા. તેથી આક્ષેપો ખોટા જ છે, એમાં કોઈ તથ્ય નથી
બરફીવાલા કોલેજમાં પોલીસની તપાસ
સુરત પોલીસ ભાનુશાળીને પકડવાના બદલે જુદા જ રસ્તે ચાલી રહી છે. સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી ભાનુશાળીને પકડવા માટે પ્રયત્નો ઓછા કર્યા છે પરંતુ યુવતીને ખુલ્લી પાડવા માટે વધારે પ્રયત્નો કર્યા હોય એવું જણાય છે. કારણ કે ભોગ બનનાર યુવતી બરફીવાલા કોલેજમાં ભણતી હતી અને કોલેજમાં યુવતી સાથે દોસ્તી થઈ હતી. અને તેના થકી ભાનુશાળી સાથે પીડિતાનો સંપર્ક થયો હતો. તેના સંદર્ભમાં બરફીવાલા કોલેજમાં પોલીસે તપાસ કરી હતી. પ્રિય મેહેતા નામની યુવતીના અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. બંને જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી તેની પણ વિગતો મેળવી હતી. આ બધું તો એવું બતાવે છે કે યુવતીની નબળી બાજુઓ શોધી કાઢવા માટે પોલીસ દોડી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા ભાનુશાળી કે જે બળાત્કારના આરોપનો સામનો કરી રહ્યા છે અને ભાગતા ફર્યા છે, ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમને પકડવાના બદલે યુવતીની નબળી કડી શોધવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે.
ભાજપનો જૂથવાદ અને ભાજપના નેતા છબીલ પટેલ
એવો આરોપ મુક્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ફોન કરીને ધમકી આપી હતી કે તારી પત્નીને છૂટાછેડા છૂટાછેડા આપી દે ને તો જેલમાં મોકલી આપીશ. જે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને સામે વળતો પ્રહાર કર્યો હતો કે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને આ સમગ્ર પ્રકરણમાં ભાનુશાળી છે. પોતે ક્યાંય નથી એવું જણાવ્યું હતું.
છબીલ પટેલ કચ્છમાં એક મજબૂત ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાં હતા. તેમને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીએ આવવા ઑફર મૂકી હતી. નરેન્દ્ર મોદી એમને ભાજપમાં લાવ્યા હતા. અને તેને ટિકિટ પણ આપી હતી અને ભાજપમાંથી ચૂંટણી લડીને હાર્યા પણ હતા. પરંતુ આ ઘટનાથી જયંતિ ભાનુશાળીની લાગણી ઘવાઈ હતી. તે બેઠક પર ભાનુશાળી ચૂંટણી લડતાં હતાં અને ધારાસભ્ય પણ બન્યા હતા. ભાનુશાળી અને છબીલ પટેલ સામસામે આવી ગયા હતા. આ પ્રકરણમાં પણ બંને સામસામે આવી ગયા હોય એવું ચિત્ર ઊભું થયું છે. આમ કોંગ્રેસમાંથી નેતાઓને આયાત કરવામાં ભાજપ જે રમત રમી રહ્યું છે તે ભાજપની સામે જ આવીને ઉભા છે.
અબડાસાની બેઠકમાં ચૂંટણી લડીને કોંગ્રેસના છબીલ પટેલ અને ભાજપના જેન્તી ભાનુશાળી એક જ પાર્ટીમાં આવી જતા બંને સામસામે આવી ગયા હતા. છેલ્લા ચાર વર્ષથી બંને એકબીજા ઉપર આક્ષેપ અને પ્રહારો કરી ચૂક્યા છે. જેનાથી સમગ્ર ગુજરાતમાં ભાજપને નુકસાન કરી રહ્યા છે. 2014ની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અનેક નેતાઓને ભાજપમાં લઈ લીધા હતા, તેમાંના તેઓ એક હતા. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપના ઉમેદવાર તરીકે તે ઉભા હતા તે સમયે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ હારની પાછળનું કારણ જયંતિ ભાનુશાળી હોવાનું પટેલને સતત લાગતું હતું. હાર પછી છબીલ પટેલે એક વીડિયો ઢીશુમ ઢીશુમ કરતો જાહેર કર્યો હતો. તેનો જવાબ પણ જયંતિ ભાનુશાળીના ટેકેદારોએ વિડીયો દ્વારા આપ્યો હતો. રિવોલ્વર બતાવતો આ વીડિયો હતો.
ભાનુશાળીના પત્ની બહાર આવ્યા, પતિ જયંતિ ભૂગર્ભમાં ઉતરી ગયા
જયંતિ ભાનુશાળી બળાત્કારના આરોપનો સામનો કરી રહ્યા છે. સુરતની યુવતીએ તેના પર આરોપો મૂક્યા બાદ અનુસરી ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પરંતુ તેમનો પરિવાર બહાર આવ્યો છે. સસરાએ પોલીસમાં અરજી કરી છે કે ભાનુશાળીને બદનામ કરવા માટે થઈ રહ્યું છે. સમગ્ર પરિવાર ભાનુશાળીને બચાવવા જાહેરમાં આવી ગયો છે. પુત્રી, પત્ની અને તેના ભાઈ બચાવ રજૂ કરતા કહે છે કે ભાનુશાળીની ૩૫ વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે આ બધું થઇ રહ્યું છે. જો ભાનુશાળી ગુનેગાર હોય તો તેને સજા થવી જોઈએ અને પોલીસે તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ. ગુનો ન કર્યો હોય તો એને નિર્દોષ જાહેર કરવા જોઇએ. આમ ભાનુશાળીનો સમગ્ર પરિવાર બહાર આવ્યું છે. તેઓ લૂલો બચાવ પણ કરી રહ્યા છે.