સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૂા. ૩૨૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા ૬ સુપ્રસિધ્ધ યાત્રાધામોને અને સ્ટેચ્યુ ઓફ યુનીટી, કેવડીયા ખાતે અદ્યતન ટેક્નોલોજીયુક્ત સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવા માટે એક કેમેરા દીઠ રૂ.4.70 લાખનું જંગી ખર્ચ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા કરવા જઈ રહ્યાં છે. આ ખર્ચ વધું પડતો હોવાનો મત છે. તેના માટે કંટ્રોલ રૂમ બને તો પણ કર્ચ ઊંટું છે.
સેફ એન્ડ સિક્યોર ગુજરાત (સાસગુજ) પ્રોજેક્ટમાં ધાર્મિક સ્થળો પર શ્રધ્ધાળુઓને ગુનાહિત પ્રવૃત્તિઓનો ભોગ ન બનવું પડે તે માટે આવરી લેવા રાજ્યના તમામ મોટા ૬ ધાર્મિક સ્થળો, મહાનગર પાલિકાઓમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવશે. રૂા. ૩૨૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા, ૬ યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનીટી સહિતના સ્થળોએ ૭,૦૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા લગાડી રાજ્યને સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત બનાવાશે.
સી.સી.ટી.વી. કેમેરા લગાડવાની કામગીરી રાજ્યભરમાં મોટાભાગના સ્થળોએ શરૂ થઇ ગઇ છે. હાઇડેફીનેશન નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા ઉપરાંત નંબર પ્લેટ રીકગ્નાઇઝેશન સી.સી.ટી.વી. કેમેરા અને ફ્રેસ રીકગ્નાઇઝેશન સહિતના અદ્યતન ટેકનોલોજી યુક્ત કેમેરા લગાડવામાં આવી રહ્યા છે.
ભાવનગર ખાતે ૨૪ જગ્યાઓ પર ૧૦૪ સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવનાર છે. તે ઉપરાંત વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ ગુજરાતના બનાસકાંઠા ખાતે આવેલા અંબાજી ખાતે કરોડો દર્શનાર્થીઓ આવે છે. અંબાજીમાં ૫૪ વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવનાર છે. તે ઉપરાંત ડાકોરમાં ૧૩૧, દ્વારકામાં ૩૬, સોમનાથમાં ૨૫ અને પાવાગઢમાં ૧૫૫ સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક ઉભુ કરવામાં આવનાર છે. તે ઉપરાંત બીજા તબક્કામાં અન્ય બાકી રહેતા યાત્રાધામોને આવરી લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.