17માં લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે ગુજરાતની અમુક બેઠકોની વચગાળાની વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલ્ટો કરી પ્રજા દ્રોહી સાબિત થયેલા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ પ્રચારમાં નિકળે છે ત્યારે તેમની સામે પક્ષપલાટો અને પ્રજા દ્રોહના સવાલો લોકો પૂછી રહ્યાં છે.
જેલવાસ ભોગવીને ભાજપમાં ગયેલા સાબરીયા પુરાવાના અભાવે કે કોઈ અન્ય કારણોસર કદાચ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થઈ પણ જશે. પરંતુ જનતા જનાર્દનના દિલમાં સાબરીયા પ્રજા દ્રોહી જ છે. અને આવનારી પેટાચૂંટણીમાં પ્રજા તેને બરાબર નો સબક શીખવવા તૈયાર જ છે સાબરીયા ભાજપમાં ભળી ગયા મતલબ તે પ્રજાના દ્રોહ માથી મુક્ત નથી જ થવાના. પ્રજાના દિલમાં સાબરીયાનું જે માન હતું તે હવે પ્રજાના દિલમાં નથી રહ્યું.
નાની સિંચાઈ યોજના હેઠળ આચરવામાં આવેલ કૌભાંડ નો મુદો વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ના ઉઠાવવા બાબતે હળવદ ના ધારાસભ્ય રહી ચૂકેલા સાબરીયા એ 40 લાખ રૂપિયાની માગણી કરી હતી. અને જેના ભાગરૂપે આઠ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા હવે જે રૂપિયાની માગણી કરવામાં આવી હતી તેની ઓડિયો ક્લિપ બનાવી જે તે સમયે વાયરલ કરવામાં આવી હતી અને ગુનો નોંધાયો હતો જેના કારણે સાબરીયા ને ચાર મહિના જેટલો સમય જેલવાસ ભોગવવો પડ્યો હતો.
જેલવાસ માં હોવા છતાં સાબરીયાએ હિંમત નહોતી હારી પરંતુ જામીન મળતાં જ સાબરીયા ભાજપમાં ભળી ગયા હતા. અને અંદરખાને એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે સાબરીયા ની સામે જે કેસ કરવામાં આવ્યો છે તે તમામ લોકો ભાજપના જ મળતીયા છે જે હવે સાબરીયા ભાજપમાં ભળી જતા સમય આવ્યે કોર્ટમાં ફરી જશે મતલબ નાની સિંચાઈ યોજના સાબરીયા દોષિત હોવા છતાં નિર્દોષ સાબિત થશે.