Beginning to produce seeds with new priming technology to grow fast in adverse conditions
ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020
ગુજરાતમાં આજ સુધી બી પર પટ આપવા કે પલાળવાની પ્રક્રિયા કરીને વાવેતર કરવામાં આવતું હતું. હવે નવી ટેકનીક આવી છે જે સારી રીતે ઉગી ન શકતાં બિયારણ માટે મોટી ક્રાંતિ લાવી રહ્યાં છે. જીરું વાવવાની ઋતુ હવે ઠંડી સાથે શરૂ થશે. પણ ખેડૂતોને જલદી પાક વાવવાની બહુ ઉતાવળ હોય છે. જીરું એ એવો પાક છે કે ઠંડીમાં જ ઉગી શકે છે. પણ ઠંડી પહેલા ઉગાડવા હોય તો આજ સુધી ઉગાડી શકાતા ન હતા. કઋતુમાં તેને ઉગાડી આપે એવી એક નવી ટેકનોલોજી આવી છે. વિશ્વમાં આમ તો 2018થી તેનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં 25 લાખ હેક્ટરમાં ઉગાડાતા પાકમાં આ ટેકનોલોજી ઘણી મદદ કરશે.
પ્રાઈમિંગ બિયાણોની કંપનીઓ
ગુજરાતમાં આ વર્ષે કેટલીક બિયારણ કંપનીઓ પોતે ટ્રીટમેન્ટ કરેલા બિયારણો વેચવા લાગી છે. મશીનમાં ટ્રીટ કરીવામા સમય નિકળતો હોવાથી તેનું ઉત્પાદન ઓછું થાય છે. બીજની કાર્યક્ષમતા વધારવા માટે પ્રાઇમિંગ તકનીકના ઘણા ફાયદા છે. અંકુરિત બીજ તકનીક છે. મૂલ્ય વર્ધિત ઉકેલો આપે છે. ગુજરાતમાં કેટલીક સીડ્સ કંપનીઓ હવે બિરાયણ પર ખાસ પ્રકારની ટ્રીટેમેન્ટ આપે છે. જેને પ્રાઈમિંગ બિયારણ કહે છે પ્રાઈમિંગ બિયારણો એ મશીન દ્વારા બીજ પર કરવામાં આવતી સારવારની પ્રક્રિયા છે. અક્ષય સીડ્સ કંપનીએ આવા બિયારણો બજારમાં મૂક્યા છે.
એક સરખા બી ઉગે છે
પ્રાઈમિંગ કરેલા બિયારણો વાતાવરણનો સામનો કરીને ઝડપથી એક સરખા ઉગે છે. તેને જંતુનાશક દવાના ઓછા ડોઝ જોઈએ છે. તે એક સરખા સમયે પાકે છે. તેથી ઉત્પાદન સારું મળે છે અને ભાવ સારા મળે છે.
કયા પાકમાં ફાયદો
મસાલા, શાકભાજી પાકો અને બીટમાં તેનો સૌથી વધું ઉપયોગ થાય છે. જીરું, હળદળ, આદું, બીટ જેવા પાક કે જેના બિજને ઉગવામાં ઘણી વાર લાગતી હોય છે એવા પાકમાં આ ટિકનોલોજીના અદભૂત ફાયદા થયા છે. પ્રતિકૂળ કૃષિ-આબોહવાની પરિસ્થિતિમાં પણ બીજને અંકુરિત કરીને ઉગવામાં મદદ કરે છે. ઉત્પાદકતા વધે છે.
પ્રાઈમિંગના ફાયદા
બી માટે ઉગવામાં ઋતુ અનુકૂળ થઈ જાય છે. પાકને વાતાવરણની બહુ અસર થતી નથી. તે વેધર પ્રુફ કરે છે. બધા બીજ એકી સાથે ઉગી જાય છે. પાક ઉગવાનો સમય 50 ટકા ઘટી જાય છે. બીજા પાકમાં 65-70 ટકા બીજ ઉગે છે પણ પ્રાઈમિંગ ટેકનોલોજીમાં ઉગાવો 90 ટકા સુધી જોવા મળે છે. પાક એકી સાથે ઉગે છે. પાક એકી સાથે પાકી જાય છે તેથી ફળ એક સરખા રહે છે. તેથી ભાવ સારા રહે છે. છોડનો વિકાસ એક સરખો રહેતો હોવાથી દવાના ડોઝમાં ઘટાડો આવે છે. બે વર્ષથી ગુજરાતમાં તે ટેકનોલોજી આવી છે. હોલેન્ડથી મશીનરી આવે છે અને તે ઓછા જથ્થામાં તૈયાર થાય છે. અઠવાડિયે 200 કિલોનું ઉત્પાદન આપે છે.
શું છે પ્રક્રિયા
બીજના નિયંત્રિત હાઇડ્રેશનની પ્રક્રિયા છે. એન્ટિમાઇક્રોબાયલ મેટાબોલિક પ્રવૃત્તિને આગળ વધારે છે. પૂર્વ-અંકુરણ બીજ ઉપચાર પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. બીજ પ્રિમિંગ બીએસએન (બાયો એન્જિનિયર્ડ પૂરવણીઓ અને પોષક તત્વો) એ વિશ્વની અગ્રણી આરએલએફ તકનીક છે. બીજના અંકુરણ અને અંકુરણને વધારવા માટે તાપમાન, ભેજ અને ખારાશ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઉપયોગી છે. બીજ વિવિધ અકાર્બનિક ક્ષાર, શર્કરા અને રાસાયણિક રીતે નિષ્ક્રિય, પોલિઇથિલિન ગ્લાયકોલ જેવા ઉચ્ચ પરમાણુમાં બીજ પલળવામાં આવે છે. પ્રાઈમિંગ પ્રક્રિયા દરેક પાકના બિયારણો માટે અલગ છે.
જર્મની અને હોલ્ન્ડમાં બનતા ખાસ પ્રકારના મશીનોમાં પ્રાઈમિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રાઈમિંગ પ્રકિયા એ તાપમાન અને બીજ ભેજ સામે અંકુરણ પ્રક્રિયાને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે, બીજ અંકુરણના પ્રારંભિક તબક્કામાં પ્રથમ બાયોકેમિકલ પ્રક્રિયાઓ દ્વારા લેવામાં આવે છે. પ્રાઈમિંગ પ્રક્રિયા બીજનું તાપમાન અને ભેજને નિયંત્રિત કરે છે, બીજને અંકુરણની નજીક લાવે છે. આ પ્રક્રિયામાં બીજને અંકુરની પ્રક્રિયાના સમાન તબક્કામાં આગળ વધારવાનો સમાવેશ થાય છે, જેથી તે વાવેતર કરતી વખતે તે ઝડપથી અને સમાનરૂપે ઉગે છે. નવી બીજ તકનીક છે. મૂલ્ય વર્ધિત ઉકેલો પૂરા પાડે છે. જર્મન ટેકનોલોજી છે. સારું ઉત્પાદન મળે છે. બીજને અંકુરણ પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે બળ આપે છે. બાયોકેમિકલ પ્રક્રિયાઓ શરૂ કરે છે.
પ્રિમીંગ કરીને બીજને સુકવી દઈને પછી ખેતરમાં વાવણી કર્યા પછી, એકવાર તાપમાન અને ભેજની સ્થિતિ યોગ્ય થઈ જાય, પછી પ્રક્રિયા ફરી શરૂ થાય છે અને અંકુરણ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થાય છે. ઝડપી અને મજબૂત છોડની વૃદ્ધિ થાય છે. છોડના મૂળની એકરૂપતા સુધારે છે. ઉપજ કાર્યક્ષમતા વધે છે.
આમાં ફાયદો નથી
પ્રાઈમિંગથી ફુલ કે ફળમાં વધારો કરતું નથી. બીજ પ્રિમિંગ બોલિંગમાં વધારો કરતું નથી. બીજ 18 મહિનામાં વાપરી નાંખવું પડે છે.