પ્રદુષણ કરતાં 17 એકમો બંધ કરવા નોટિસ

ગુજરાતના અનેક શહેરોમાં પ્રદુષણ મામલે મોટી ગોલમાલ ચાલી રહી છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં 17કંપનીઓ સામે પ્રદૂષણ કરવા જેમાં આણંદ શહેરમાં રેલી શો એગ્રો ફુડ કંપની સાથે પાંચ જેટલી કંપનીઓને બંધ કરી દેવાની પણ નોટિસ આપી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ કંપનીઓને બંધ કરી દેવા માટે નોટિસ તો આપે છે પરંતુ તે ફરી થોડા અઠવાડિયામાં જ ચાલુ થઈ જતી હોય છે. મોટી કંપનીઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે મીલીભગત થઈ જતી હોય. આર્થિક વ્યવહારો પણ થતી થઈ જતા હોય છે. ૉ

ખંભાતના અકિક પથ્થર ઘસવાની ઘંટી પર પ્રદુષણ COUNTERVIEW.ORG

ખંભાતમાં અકીકનો ઉદ્યોગ છે જ્યાં, પથ્થર ઘસવાનું સદીઓથી કામ ચાલે છે. આણંદ નજીકના ખંભાતમાં ચાર જેટલા અકીકના એકમોને બંધ દેવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ઉમરેઠ, સોખડા, ખંભાત જીઆઇડીસીમાં આવેલા 17 જેટલા ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ કારણ દર્શક નોટિસ ફટકારી છે. આ કંપનીઓ હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવી રહી હતી. ઈટના ભઠ્ઠાઓ ચીમનીના નિયમોનું પાલન કરતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. સ્થાનિક લોકોની ફરિયાદો હોવા છતાં આજ સુધી પગલા ભરાયા ન હતા. હવે એકાએક પગલા ભરવાનું શરૂ થઈ ગયું છે. કારખાનાઓ બંધ કરી દેવાની જે નોટિસ આપી છે તેમાં 30 દિવસનો સમય આપ્યો છે. ત્રીસ દિવસ સુધી એમાં જો એ પ્રદુષણ નિવારણ માટેના પગલાં નહિ ભરે તો બંધ કરી દેવાશે. આમ ઉદ્બયોગોને બચાવવા માટે જ કાયદાઓ બનાયા હોય એવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. માત્ર આણંદ જ નહિ વલ્લભવિદ્યાનગર અને અનેક સ્થળો એવાં છે કે જ્યાં પ્રદુષણ થતું હોવાની લોકો ફરિયાદ કરે છે છતાં પગલા ભરાતા નથી. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને કારખાનાઓ મળી જતાં લોકોને આરોગ્યનું નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રદુષણના કારણે 2 લાખ લોકો મોતને ભેટે છે. પ્રદુષણથી રોગમાં વધારો થાય છે.