કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો ગુજરાતના વસ્ત્રાલ ખાતે આરંભ થયો હતો. લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ કર્યું હતું. સમગ્ર દેશમાં ત્રણ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ખાતે બે કરોડથી વધુ શ્રમયોગીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઘટના નિહાળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એ PM-SYM યોજના દેશના બિન-સંગઠિત ક્ષેત્રના 42 કરોડ લોકો આવરી લેવાશે. યોજનાથી બિન-સંગઠિત ક્ષેત્રના નોંધણી કરાવેલા શ્રમયોગીઓને વૃદ્ધ વયે દર મહિને રૂ.3000નું પેન્શન મળશે. કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થી જેટલું જ સમાન રકમનું યોગદાન આપવામાં આવશે. તેમણે દર મહિને રૂ.15000થી ઓછું કમાતા અનૌપચારિક ક્ષેત્રના શ્રમયોગીઓને પોતાના નજીકના સામાન્ય સેવા કેન્દ્રમાં જઇને આ યોજના માટે નોંધણી કરાવવાની થાય છે.
આ નોંધણી માટે માત્ર આધાર નંબર અને બેંકની વિગતો સાથે એક ફોર્મ ભરવાનું હોય છે.
આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી-આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના અને સ્વચ્છ ભારત યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.