ગુજરાતનાં મંત્રી વાસણ આહીર ફરી ચમક્યા, પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને કૃષિ મહોત્સવમાં અંજલિ આપી દીધી, માહિતિ ખાતાએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
પોતાના અવનવા કામથી ચર્ચામાં રહેતા ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીર ફરી એકવાર ચમક્યા છે. આ વખતે તેમણે કચ્છમાં યોજાયેલા સરકારી કાર્યક્રમ કૃષિ મહોત્સવમાં લાંબા સમયથી બીમાર એવા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીને મૃત ઘોષિત કરીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. સરકારનાં મંત્રીની સાથે માંડવી ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાએ પણ સુષ્મા સ્વરાજની સાથે સાથે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી દેતા ઉપસ્થિત લોકો સહીત સ્ટેજ ઉપર હાજર રહેલા ભાજપનાં નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
કચ્છનાં માંડવી તાલુકાનાં બિદડા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીરે પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને અંજલિ આપવાની સાથે કચ્છમાં ભૂકંપ વેળાએ ગાંધીધામ ખાતે કરેલા કામોને પણ યાદ કર્યા હતા. મંત્રી વાસણ આહીર ઉપરાંત માંડવી તાલુકા કોજાચોરા ગામનાં ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાએ અંજલિ આપીને ભારતને મજબૂત બનાવવામાં જેટલીનાં અનુદાનને યાદ કર્યું હતુ.
સરકારના મંત્રી તથા ભાજપનાં અગ્રણી દ્રારા જીવતા માણસને શ્રદ્ધાંજલિ આપતા લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા. વાત આટલેથી અટકી હોત તો સારૂ હતી. માહીતી ખાતા દ્રારા શનિવારે યોજાયેલા આ કાર્યક્રમની પ્રેસનોટમાં પણ પુર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનાં દુઃખદ અવસાન બદલ ઉભા થયીને બે મિનીટનું મૌન પાળ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
અગાઉ શું વિવાદો હતા ?
સેક્સ ટેપ
પ્રવાસન પ્રભાગના પ્રધાન વાસણ આહીર સાથે ભાજપની નેતીઓના સેક્સ કાંડ બહાર આવ્યા બાદ હવે તેમના અન્ય કેટલાંક વિવાદો અને વાસણ આહીરની સામે લખાયેલો પત્ર જાહેર થયો છે.
વાસણ આહીર અને મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોનો ભાંડો ફોડતો હિન્દીમાં લખાયેલો એક પત્ર ફરતો થયો છે. વાસણ આહીરને એવી શંકા છે કે, આ પત્ર તેમને જેની સાથે સેક્સના સંબંધો છે તે હિન્દી ભાષી મહીલાએ જ લખીને બહાર પાડ્યો છે. પત્રમાં એમ લખ્યું છે કે વાસણ આહીર સ્ટેજ પરથી ગંદા ઇશારા કરે છે. વાસણ આહીરનો ડ્રાઇવર ભાજપની નેતીને ઘરે છોડે જવાની ફરજ બજાવે છે. પ્રધાન એવું કહે છે કે હું હવે તમારી સાથે સેક્સ કરવાના સંબંધો રાખતો હોવાથી બદનામ થઈ ગયો છું. પણ મહિલા દ્વારા રૂપાણી સરકારના પ્રધાનને ધમકી આપવામાં આવી હતી કે, તારી હાલત ખરાબ કરી દઈશ. મારી પાસે સેક્સ કરતાં હો એવો વિડિયો છે એવું તમે માનો છો ? તારી પ્રેમિકા માંડવીના એક વકીલ અને આચાર્ય પાસે જાય છે.
આ ઘટનાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જાણકારોના કહેવા મુજબ આ સમગ્ર ઘટનાક્રમ વાસણ આહીર જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં સંસદીય સચિવ પદે હતા તે કાળનો છે. આ પ્રધાન પેલી મહિલાને હાથે પગે લાગે છે.
વાસણ આહીરના નામે છેતરપીંડી
રૂપાણીની ભાજપ સરકારના પ્રધાન વાસણ આહિરના નામે તેમના 10 સંબંધીઓ પાસેથી રૂ.6 લાખ અમદાવાદના રઘુવીરસિંહ – મુન્ના ચૌહાણ નામના વ્યક્તિએ પડાવી લીઘા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો. જે મોબાઇલ નંબર ઉપરથી ફોન કરવામાં આવતો હતો તે નંબરના ટ્રુકોલરમાં વાસણ આહીરનું નામ લખી દેવાયું હતું. દસથી વધુ
નરેન્દ્ર મોદી અને રૂપાણીની ટીકા કરી
9 ઓક્ટોબર 2018માં વાસણ આહીર દ્વારા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની ટીકા કરી હતી. મોદી જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તેમની સભામાં 75 ટકા ખુરશી ખાલી હોવાનું વાસણ આહીરે કચ્છમાં કાર્યકરો સમક્ષ કહ્યું હતું. જે માટે રૂપાણી જવાબદાર હોવાનું તેમણે કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું. જેનો વિડિયો ભાજપના એક કાર્યકરે ઉતારી લીધો હતો અને જાહેર કરી દીધો હતો. તેમણે CMને પણ ઉતારી પાડીને પોતાના જ વખાણ કર્યા હતા.
સેક્સ ટેપના પ્રશ્નથી ઉકળી ઊઠી મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પકડી
ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા.
પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્રધાન વાસણ આહીર બે મહિલાઓ સાથે ગંદી ભાષામાં વાત કરી રહ્યાં હોવાનો ઓડિયો ક્લીપ ભાજપના જ કાર્યકરે જાહેર કરી દીધી તે અંગે પોલીસ તસાપ કરીને પ્રધાન સામે પગલા ભરશો કે કેમ. બીજા એક પત્રકારનો આ પ્રશ્ન એક બહેરા કાને અથડાયો હતો. જાણે તેમણે સાંભળ્યું જ નથી એમ તેઓએ ચાલતી પકડી હતી.
વાસણભાઇની ઓડિયો ક્લિપ અંગે પ્રશ્ન કર્યો હતો કે સરકારે આ મામલે શુ કાર્યવાહી કરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવતા રૂપાણીએ આહીરની ક્લિપ મામલે ‘હાલ આ વિષય નથી’ તેવું નિવેદન કરીને મૌન સેવી લીધુ હતુ. વધુ કોઈ પ્રશ્ન ક્લિપ મામલે આવે તેં પહેલા જ તેઓ ઉભા થયી ગયા હતા અને તરત જ બીએસએફનાં કેમ્પમાંથી બહાર નીકળી આવ્યા હતા.સીએમ રૂપાણીની આ મુલાકાત વખતે મંત્રી વાસણ આહીર પણ તેમની સાથે રહયા હતા. જો કે આ પ્રશ્ન રૂપાણીને પુછાયૉ તે પહેલા જ આહીર પણ રવાના થયી ગયા હતા.
રૂપાણી કચ્છમાં પાણીની સમસ્યા તથા અછતનાં કાર્યોનું મૂલ્યાંકન કરવા કચ્છનાં નારાયણ સરોવર ખાતે આવ્યા હતા. બીએસએફના કેમ્પમાંથી બહાર નીકળી ગયા હતા. લોકસભાની ચૂંટણીનાં બે દિવસ પહેલા જ કચ્છનાં અંજારનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં પ્રવાસન પ્રધાન વાસણ આહીરની ઓડિયો ક્લિપ વાઇરલ થયી હતી. જેને લઇને ખાસ્સો એવો વિવાદ હજુ ચાલી રહ્યો છે. તે અંગે વાસણ આહીરે આજ સુધી મૌન જાળવી રાખ્યું છે. તેઓએ જાહેરમાં કંઈ કહ્યું નથી. હવે મુખ્ય પ્રધાન તેમના સાથી પ્રધાનનું રાજીનામું નૈતિકતાના આધાર પર લેશે એવું માનવામાં આવતું હતું. પણ કચ્છની ઘટના બાદ એવું લાગતું નથી કે વિજય રૂપાણી પોતાના વિવાદાસ્પદ પ્રધાનનું રાજીનામું લે.
ગુજરાત ભાજપ દ્રારા પણ આ મામલે મૌન સેવી લેવામાં આવ્યુ હતુ. વાસણ આહીરને મંત્રી મંડળમાંથી પડતા મૂકવાની અફવા વચ્ચે જ્યારે મુખ્યમંત્રી કચ્છ આવ્યા હતા.