પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર આમને સામને, ગુજરાતમાં આવું જ થયું હતું

બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ વાતનો ઘટસ્ફોટ નીતિશ કુમારે એક કાર્યક્રમમાં કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે, પ્રશાંત કિશોરને JDUમાં પદ આપવા માટે અમિત શાહે તેમને 2 વખત ફોન કર્યા હતા.

નરેન્દ્ર મોદીનું માર્કેટીંગ કરશે. નિતીશ કુમાર મન માની ન કરે તેથી તેમને મુકવામાં આવ્યા છે. જેડીયાં નેતાઓ પ્રશાંતથી નારાજ છે. જેવું ગુજરાતમાં થયું હતું એવું બિહારમાં થઈ રહ્યું છે. જેડીયુમાં કિશોર સામે વિરોધ શરૂ થયો છે. પ્રશાંત કિશોર આજે પણ ગુજરાતના રાજકારણમાં પાછલા બારણે કામ કરી રહ્યાં છે.

પ્રશાંત કિશોરે ગુજરાતમાં રાજકીય દાવ બદલી આપ્યા હતા. તેમણે 2009થી 2004 સુધી ગુજરાતમાં કામ કર્યું હતું. તેમની કચેરી લો ગાર્ડન પાસે હતી. ગાંધીનગરમાં તેમને એક બંગલો પણ એક રાજનેતાએ ભેટમાં આપ્યો છે. પ્રશાંત રાજનેતાઓના પ્લાન બદલાવી શકે છે. નરેન્દ્ર મોદીને દેશમાં હીરો બનાવવા માટે પ્રશાંત કિશોર સોશિયલ મિડિયામાં 2009થી કામ કરતાં હતા. થોડા મહિના માટે પ્રશાંત કિશોરે કોંગ્રેસનું કામ કર્યું હતું. પ્રશાંત કિશોરનું અમદાવાદનું કામ સંભાળતાં હેમેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, શંકરસિંહ કોંગ્રેસ છોડશે અને ભાજપમાં જશે. જે મોટા ભાગે સાચું પડ્યું હતું. પ્રશાંત કિશોર ગુજરાતમાં પહેલાં કોંગ્રેસના પ્રચાર અને તંત્રને ગોઠવવાનું કામ કરી રહ્યાં હતા. રાહુલ ગાંધીએ તેમને કેટલાંક સરવે કરવાની જવાબદારી સોંપી હતી. તેઓ રાહુલ ગાંધીની નજીક હતા.  જ્યારે કોંગ્રેસમાં કોઈ તોફાન ન હતું ત્યારે તેમણે આગાહી હતી કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં નહીં હોય. કોંગ્રેસને ખ્યાલ પણ ન હતો કે શંકરસિંહ વાઘેલા સાથે અમિત શાહ અને નરેન્દ્ર મોદી હાથ મિલાવી રહ્યાં હતા.

હવે વારો નિતીશ કુમારનો છે. તેઓ નિતીશ કમારના પક્ષમાં જોડાઈને કામ કરી રહ્યાં છે. તેમની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં અગલ છે. તેઓ ગુજરાતમાં હતા ત્યાં સુધી અમિત શાહ સાથે તેમને સારા સબંધો ન હતા. આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેમની ગુજરાતમાંથી વિદાય થઈ હતી.

પ્રશાંત કિશોર સાત વર્ષ સુઘી ગુજરાત હતા ત્યાર અમિત શાહ પોતે પ્રશાંતની લો ગાર્ડનની કચેરીએ તેમના પ્લાન સમજવા જતાં હતાં. અમિત શાહ અને પ્રશાંત વચ્ચે મોટા મતભેદો હંમેશા રહ્યાં હતા. પણ હવે તેઓ પ્રશાંતની મદદ લઈ રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેથી તેમણે નિતીશ કુમારના પક્ષમાં ઉપ પ્રમુખનો હોદ્દો અપાવવા માટે બે વખત દબાણ કર્યું હતું. શંરકસિંહ સાથે પાછલા બારણે તોડજોડ થઈ છે તે પ્રશાંત સારી રીતે જાણતાં હતા. શંકરસિંહે કોંગ્રેસ છોડી તેના આગલા દિવસે વાઘેલા દિલ્હી ગયા હતા અને ત્યાં તેઓ પ્રશાંત કિશોર અને પ્રફુલ્લ પટેલને મળ્યા હતા. પ્રશાંત કિશોર પણ શંકરસિંહ અને મોદીની ગેમ પ્લાનનો ભાગ રહ્યાં હતા.

નીતિશ કુમારે જાહેર કર્યું હતું કે, પ્રશાંત કિશોરની ઉપાધ્યક્ષ પદે નિમણૂંક ભાજપના બે દિગ્ગજ નેતાઓના સૂચનથી કરવામાં આવી છે. પ્રશાંત કિશોર સપ્ટેમ્બર 2018માં JDUમાં જો઼ડાયા હતા. અમિત શાહની ભલામણ બાદ થોડા સમય પછી તેમણે પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા હતા. JDUમાં પ્રશાંત કિશોરને સમાજનાં તમામ યુવા પ્રતિભાઓને રાજકારણ તરફ આકર્ષિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

બિહાર વિધાનસભામાં JDU અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને જીત અપાવવામાં પ્રશાંત કિશોરનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. પંજાબના કેપ્ટન અમરિંદર સિંહને પણ મદદ કરી હતી. મમતા બેનરજી સાથે જોડાવાના હતા પણ પછી તે નિતીશ સાથે જોડાઈ ગયા હતા. તેઓ હાર્દિક પટેલના પ્રચારનું કામ પણ કર્યું હતું.