વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેન મોદીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેનને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બીમારીને કારણે તેમનું 1 મે 2019માં સવારે 11 કલાકે મૃત્યુ થયું હતું. તેમના માતા હિરાબાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. અંતિમ સંસ્કારની અને અન્ય વિધીઓ દીકરાઓ સંપન્ન કરાશે. પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદીના નાના ભાઈ છે. તેમના પત્ની ભગવતીબહેનનું 55 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમને બ્લડ પ્રેશર, ડાયાબિટિઝ, કિડની, પેરાલીસીસ રોગ હતા. તેમના મૃતદેહને તેમના સેટેલાઈટ ખાતેના નિવાસ સ્થાને લઈ જવાયો છે. સાંજે 5 વાગ્યે થલતેજ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં વિધિવત રીતે લઈ જઈ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.