પ્રાથમિક શિક્ષકોની લડત, એક દિવસના ધરણા

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે એક દિવસના ધરણા કરીને તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જીલ્લા કલેકટર કચેરી સામે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા શિક્ષકોને વિવિધ કામમાં જોતરી રાખવામાં આવે છે પરંતુ શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ સમયે ઉદાસીનતા દાખવાય છે તે ઉપરાંત વિવિધ પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમાં પગારપંચની સંપૂર્ણ અમલવારી કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર તારીખથી આપવું,

એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા સહિતના પ્રશ્ને સરકાર દ્વારા શિક્ષકોના પ્રશ્નનો ઉકેલવાનો જરા પણ પ્રયાસ કરેલ ન હોય અખિલ ભારતીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન મુજબ દરેક તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા મથકે કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા અને પોતાની માંગણીઓ અંગે જીલ્લાના અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતું